Born
August 12th, 1919
Passed Away
December 31st, 1971
Occupation
Scientist
Spouse
Mrinalini Sarabhai
Religion
Jain
Caste
-
Native
Ahmedabad
Country
India
પિતા જ ધર્મ છે, પિતા જ સ્વર્ગ છે, પિતા જ પરમ તપ છે, પિતૃભક્તિ સર્વે ભક્તિમાં શ્રેષ્ઠ છે. પિતૃભક્તિ સર્વે દેવતાઓને પણ પ્રિય છે. શાસ્ત્ર માં કહેવાયેલા આ વાક્યો નો અર્થ અમારા જીવનનો મર્મ છે. સ્વર્ગની પ્રાપ્તિ ધર્મથી થાય છે, તપથી થાય છે. પરંતુ અમારા માટે અમારી પિતૃભક્તિ જ સર્વે ભક્તિમાં શ્રેષ્ઠ છે.
Shradhanjali By
Shradhanjali .com
Biography of Dr. Vikram Ambalal Sarabhai
Vikram Ambalal Sarabhai (August 12, 1919 – December 31, 1971) was an Indian physicist. He is considered to be the father of the Indian space program.
- Early years and education
Vikram ambalal Sarabhai was born on 12 August 1919 in the city of Ahmedabad , Gujarat State in western India. The Sarabhai family was an important and rich Jain business family. His father Ambalal Sarabhai was an affluent industrialist and owned many mills in Gujarat. Vikram Sarabhai was one of the eight children of Ambalal and Sarla Devi.
To educate her eight children, Sarla Devi established a private school on the lines of the Montessori method, propounded by Maria Montessori, which was gaining fame at that time. As the Sarabhai family was involved in the Indian freedom struggle, many leaders of the freedom struggle like Mahatma Gandhi, Motilal Nehru, Rabindranath Tagore and Jawaharlal Nehru used to frequent the Sarabhai house. This is said to have greatly influenced the young Vikram Sarabhai and played an important role in the growth of his personality.
Sarabhai matriculated from the Gujarat College in Ahmedabad after passing the Intermediate Science examination. After that he moved to England and joined the St. John's College, University of Cambridge. He received the Tripos in Natural Sciences from Cambridge in 1940. With the escalation of the Second World War, Sarabhai returned to India and joined the Indian Institute of Science in Bangalore and began research in cosmic rays under the guidance of Sir C. V. Raman, a Nobel Prize winner. He returned to Cambridge after the war in 1945 and was awarded a PhD degree in 1947 for his thesis titled Cosmic Ray investigation in Tropical Latitudes.
- Marriage and children
In September, 1942, Vikram Sarabhai married Mrinalini Sarabhai, a celebrated classical dancer of India. The wedding was held in Chennai without anyone from Vikram's side of the family attending the wedding ceremony because of the ongoing Quit India movement led by Mahatma Gandhi. Vikram and Mrinalini had two children - Kartikeya and Mallika. Vikram Sarabhai allowed considerable freedom to Mrinalini to develop her own potential. Reportedly, they had a troubled marriage relationship. According to biographer Amrita Shah, Vikram Sarabhai had void in his personal life he sought to fill it by dedicating himself to applying science for social good.
His daughter Mallika Sarabhai is winner of Padma Bhushan, India's third highest civilian honor for the year 2010. She is also a renowned dancer herself and has been awarded the Palme d'Or.
- Physical Research Laboratory
Vikram returned to an independent India in 1947. Looking at the needs of the country, he persuaded charitable trusts controlled by his family and friends to endow a research institution near home in Ahmedabad. Thus, Vikram Sarabhai founded the Physical Research Laboratory (PRL) in Ahmedabad on November 11, 1947. He was only 28 at that time. Sarabhai was a creator and cultivator of institutions and PRL was the first step in that direction. Vikram Sarabhai served of PRL from 1966-1971.
- Death
Vikram Sarabhai died on 31 December 1971 at Kovalam, Thiruvananthapuram, Kerala. He was visiting Thiruvananthapuram to attend the foundation stone laying ceremony of the Thumba railway station being built to service Thumba launch center which would become one of ISRO's most important sites given its proximity to the equator, thus a convenient location to launch equatorial orbit satellites. During his last days, he was under a great amount of stress due to excessive travelling and a huge work-load which adversely affected his health. He did not wake up to celebrate the New Year. He died in his sleep at Halcyon Castle and was apparently a victim of a silent heart attack.
ભારતનાં અવકાશી સંશોધનો અને ડો. વિક્રમ સારાભાઈ એ કોઈ નક્ષત્રની ભાત જેવાં, ક્યારેય અલગ ન થતા સિતારાઓ છે. જો કે તેમણે માત્ર આકાશમાં જ રોશની નહોતી પ્રસરાવી,ટેકસટાઇલ, ફાર્માસ્યુટિકલ્સ, ન્યુકિલયર પાવર, ઇલેકટ્રોનિકસ જેવાં કેટલાંય ક્ષેત્રો આવરી લેવાયાં હતાં. તેઓ સર્જનાત્મક વૈજ્ઞાનિક હોવાની સાથે સફળ-દીર્ઘર્દષ્ટા ઉદ્યોગકાર, સંશોધક, શિક્ષણશાસ્ત્રી, કલા પ્રશંસક, સામાજિક બદલાવના આંત્રપ્રિન્યોર અને મેનેજમેન્ટ શિક્ષણનો પ્રારંભ કરાવનારા હતા.
તેઓ માત્ર તક ભાળવાનું નહીં પણ જ્યાં તક ન હોય ત્યાં ખડી કરવાનું કૌશલ્ય તેમનામાં હતું. તેઓ સેઇન્ટ જોન્સ કોલેજ, યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ ખાતે ઇંગ્લેન્ડ ભણવા ગયા. નોબેલ વિજેતા ડો. સી.વી. રામનના માર્ગદર્શન હેઠળ તેમણે કોસ્મિક રેઇઝનો અભ્યાસ શરૂ કર્યો.
કેમ્બ્રિજથી પાછા આવ્યા પછી તરત જ તેઓ અમદાવાદ ટેકસટાઇલ રિસર્ચ એસોસિયેશનની સ્થાપનામાં જોડાયા. તેમણે શરૂ કરેલી ફિઝિકલ રિસર્ચ લેબને પગલે ખગોળવિજ્ઞાન અને સ્પેસ ટેક્નોલોજીનાં સંશોધનનો પાયો નખાયો. તેઓ જ્યારે પણ કોઈ વ્યક્તિની નિમણૂંક કરતા ત્યારે અનુભવ નહીં પણ કામ પ્રત્યેની વ્યક્તિની શ્રદ્ધાને જ કેન્દ્રમાં રાખતા.
ડો. વિક્રમ સારાભાઈ, આ નામનું હોવું એટલે આકાશમાં ભારતની હાજરી. વિશ્વના ત્રીજા દેશમાં હાર્વર્ડની બરાબરી કરી શકે તેવી મેનેજમેન્ટ સંસ્થા ખડી કરવાનું શ્રેય પણ આ નામને જ જાય. આ ધ્રુવ તારાએ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, ઇસરો, કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, અટિરા,આઇઆઇએમ, વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર થિરુવન્તપુરમ્, ફાસ્ટર બ્રિડર ટેસ્ટ રિએકટર કલ્પક્કમ, ઇસીઆઇએલ હૈદરાબાદ, યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિ. બિહાર જેવી સંસ્થાઓના સર્જનમાં માર્ગદર્શન પૂરું પાડયું.
સારાભાઈ પરિવારનો સ્વાતંત્રય સંગ્રામમાં મહત્વનો ફાળો
વિક્રમ અંબાલાલ સારાભાઈનો જન્મ ૧૨ ઓગસ્ટ ૧૯૧૯માં અમદાવાદના વૈભવી જૈન કુટુંબમાં થયો હતો. તેમના પિતાની માલિકીની ઘણી મિલ્સ તે વર્ષોમાં કાર્યરત્ હતી. અંબાલાલ અને સરલાદેવી સારાભાઈનાં આઠ સંતાનોમાંના તે એક હતા. તેમનાં માતા સરલાદેવીએ પોતાનાં આઠ સંતાનોને ભણાવવા મોન્ટેસરીના સિદ્ધાંતો પર ઘરઆંગણે જ ખાનગી શાળા શરૂ કરી.
સારાભાઈ પરિવાર ભારતીય સ્વાતંત્રયસંગ્રામમાં આગળ પડતો પ્રવૃત્ત હતો. સારાભાઈ પરિવારના વારસાઈ રહેણાક રિટ્રીઇટમાં મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ ટાગોર, મોતીલાલ નહેરુ અને જવાહલાલ નહેરુ જેવી પ્રતિભાઓની આવનજાવન રહેતી. આ તમામ વ્યક્તિત્વનો વિક્રમ સારાભાઈ પર હંમેશાં ખૂબ ઊંડો પ્રભાવ રહ્યો. 1942માં તેમણે મૃણાલીની સાથે ચેન્નાઈમાં લગ્ન કર્યા હતા, જો કે એ સમયે ભારત છોડો આંદોલન ચાલી રહ્યું હોવાથી સારાભાઈ પરિવારના પક્ષેથી કોઈપણ લગ્નમાં હાજર રહી શક્યું ન હતું.
એટોમિક એનર્જી કમશિનના ચેરમેન બનતાં પારિવારિક વ્યવસાય છોડ્યો
૧૯૬૬માં જ્યારે હોમી ભાભા ન રહ્યા ત્યારે એટોમિક એનર્જી કમશિનના ચેરમેનનું પદ સંભાળવા વિક્રમ સારાભાઈને સૂચન કરાયું. તેમણે ત્યારે વડાપ્રધાનને લખ્યું કે, ‘હાલમાં મારી પાસે ત્રણ ક્ષેત્રે પૂરતી જવાબદારી છે. પહેલી ફિઝિકલ રિસર્ચ લેબમાં ડિરેકટર અને કોસ્મિક રેઇઝ ફિઝિકસના પ્રોફેસર તરીકે, ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ પ્રોગ્રામના ચેરમેન અને રોકેટ તથા સ્પેસ ટેક્નોલોજીના પ્રોજેકટની, રસાયણ અને ફામાસ્યુટિકલ સંબંધિત પારિવારિક વ્યવસાયના નિર્ણયો, યોજના, સંશોધનની જવાબદારી પણ મારી પાસે છે.’
આટલું જ નહીં મેસેચ્યુએટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી યુએસએની ન્યુક્લિયર સાયન્સ લેબમાં પણ તે એસોસિયેટ હતા. આટલી જવાબદારી હોવા છતાં પણ દેશના હિતની જવાબદારી સ્વીકારતા તેઓ ખંચાયા નહીં. પારિવારિક વ્યવસાયમાંથી અલગ થઈ તેમણે એટોમિક એનર્જી કમશિનની બાગડોર હાથમાં લીધી.
વૈજ્ઞાનિકે સમાજની વચ્ચે રહી સમસ્યા ઉકેલવી
૧) માત્ર રાષ્ટ્રીય જનરલ્સમાં વિક્રમ સારાભાઈના સ્વતંત્ર અને સહયોગીઓ સાથેના ૮૬ રિસર્ચ પેપર્સ પ્રકાશિત થયાં છે.
૨) ૧૯૪૨ સપ્ટેમ્બરમાં વિક્રમ સારાભાઈએ જ્યારે મદ્રાસમાં પ્રખ્યાત શાસ્ત્રીય નૃત્યકાર મૃણાલિની સાથે લગ્ન કર્યા. ભારત છોડો આંદોલનમાં વ્યસ્ત હોવાને કારણે વિક્રમ સારાભાઈના પરિવારમાંથી કોઈ હાજર નહોતું રહી શક્યું.
૩) વિક્રમ સારાભાઈનું સૌથી પહેલું રિસર્ચ પેપર ‘ટાઇમ ડસ્ટ્રિબ્યુશન ઓફ કોસ્મિક રેઇઝ’ હતું, જે પ્રોસિડિંગ ઓફ ઇન્ડિયન એકેડેમી ઓફ સાયન્સીઝમાં પ્રકાશિત થયું હતું.
૪) ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં ઇલેકટ્રોનિક ડેટા પ્રોસેસિંગ અને ઓપરેશન રિસર્ચ ટેક્નિકનો ઉપયોગ વિક્રમ સારાભાઈને લીધે જ શરૂ થયો.
૫) તેઓ માનતા કે વૈજ્ઞાનિકે ખુદને એક દંડિયા મહેલમાં બંધ ન રાખતાં સમાજની વચ્ચે રહીને તમામ સમસ્યાઓનો હલ શોધવો.
૬) તેઓ કહેતા કે વ્યક્તિની આંખની ચમક જોઈને જ તેઓ તેની ક્ષમતાઓ અને શક્તિઓને પારખી લેતા.
૭) ૧૯૭૪માં ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન, સિડનીએ નિર્ણય લીધો કે સી ઓફ સેરેનિટીના મૂન કાર્ટર બેસેલને સારાભાઈ કાર્ટર તરીકે ઓળખવામાં આવશે.
ફેકટ ફાઇલ
૧) ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન -ઇસરો તેમની શ્રેષ્ઠ સિદ્ધિ હતી. તેઓ કહેતા કે ‘ચંદ્ર કે ગ્રહો કે કૃત્રિમ ઉપગ્રહોના સંશોધનમાં આર્થિક રીતે સધ્ધર દેશોની સ્પર્ધા કરવી આપણી કલ્પના નથી. પણ અમને ખાતરી છે કે અમે જો રાષ્ટ્રીય રીતે અર્થપૂર્ણ ફાળો આપીએ તો આપણે આધુનિક તકનીકના અમલીકરણમાં ‘સેકન્ડ ટુ નન’ હોઈશું.
૨) તેમના પ્રયત્નોથી ભારતીય ઉપગ્રહનો પ્રોજેક્ટ શરૂ થયો હતો, પરિણામે ૧૯૭૫માં રશિયન કોસ્મોડ્રોમ દ્વારા આર્ય ભટ્ટને અવકાશી કક્ષામાં છોડવામાં આવ્યો હતો.
૩) ૧૯૬૬માં વિક્રમ સારાભાઈએ કરેલ નાસા સાથેની વાટાઘાટોને પરિણામે સેટેલાઇટ ઇન્સ્ટ્રકશનલ ટેલિવિઝન એકસપેરિમેન્ટ (સાઇટ)નું ૧૯૭૫માં લોન્ચિંગ શક્ય બન્યું હતું. (ડો.સારાભાઈ તે સમયે હયાત ન હતા.)
૪) તેમને શાંતિસ્વરૂપ ભટનાગર એવોર્ડ (૧૯૬૨), પદ્મભૂષણ (૧૯૬૬), પદ્મ વિભૂષણ (૧૯૭૨) સન્માન એનાયત થયા હતા.
૫) ૩૦ ડિસેમ્બર ૧૯૭૧ : થિરુવન્તપુરવમ્ કોવલમ ખાતે ડો. વિક્રમ સારાભાઇ અવસાન પામ્યા પણ તેમણે શરૂ કરેલા કાર્યના નભોમંડળથી જન્મેલા સિતારાઓ ભારતનું નામ રોશન કરી રહ્યા છે.
Family Tree of Dr. Vikram Ambalal Sarabhai
Sarla Devi
Ambalal
Mrinalini Sarabhai
Kartikeya
Mallika
Bipin Shah
Palghat Iyer
Dr. Swaminathan
Videos of Dr. Vikram Ambalal Sarabhai
No videos
Post a tribute & share memories
Fond Memories & Remembrance
Related Profiles
Post Condolences
rishi shukla
9 years ago
SALUTE TO YOU AND YOUR CONTRIBUTION TO NATION.
SALUTE TO YOU AND YOUR CONTRIBUTION TO NATION.
Rishikesavan.M
11 years ago
Vivek Vyas
13 years ago
May the divine soul rest in peace. My salute to the father of Indian space programme.
May the divine soul rest in peace. My salute to the father of Indian space programme.