Deepchandbhai Gardi

Born

April 25th, 1915

Passed Away

January 06th, 2014

Popularly Known as

-

Native

Padadhri

Occupation

Business

Spouse

-

Religion

Jain

Caste

-

You always had a smile to share, Time to give and time to care.
A loving nature, A heart of gold, you were the best this world could hold.

Shradhanjali By

shradhanjali family

Family Tree of Deepchandbhai Gardi

Photo Album of Deepchandbhai Gardi

Videos of Deepchandbhai Gardi

Post a tribute & share memories

Upload

(200x200)*

Fond Memories & Remembrance

Samkit Shah

5 years ago
May soul of Deepchand Gardi Rest In Pease.....!!!!

RAJESH SHAH

6 years ago
શીલભદ્ર શ્રેષ્‍ઠી- સંસ્‍કૃતિ પૂજક ડો. દિપચંદભાઇ સવરાજભાઇ ગાર્ડી : ગાર્ડી સાહેબ વારંવાર કહેતા કે સંપતિના ત્રણ જ ઉપયોગ છે દાન ભોગ અને નાશ તેથી જ મે શ્રેષ્‍ઠ વિકલ્‍પ દાન સ્‍વીકાર્યુ.....સંપત્તિ ઉપાર્જન માટે ગાર્ડીજી સાધન શુધ્‍ધીના આગ્રહી હતા ખોટા માર્ગેથી સંપતિ ન આવે તે માટે હંમેશા ચોકસાઇ રાખતા શેરીના થાંભલે લટકતો બલ્‍બની રોશની વડે અભ્‍યાસ કરનાર દીપચંદભાઇ ગાર્ડીએ સમાજમાં અનેરો પ્રકાશ પ્રાથર્યો ડો. ગાર્ડીની માંડવરાયજીને પ્રાર્થના... હે માંડવરાયજી મને નિત્‍ય હજારેક રૂપિયાનું દાન કરી શકું એવો ધનવાન બનાવજો ...પૂર પીડિતોને, વાવાઝોડા ગ્રસ્‍ત અને ભૂકંપ પીડિતોને પણ મોરબી, દક્ષિણ ગુજરાત, કચ્‍છ અને લાતુર કે ઓરિસ્‍સામાં તેઓ ભારે સહાયભૂત થયેલા. કચ્‍છના ભૂકંપ પછી ખૂબ ટૂંકાગાળામાં ૪૦૦ શાળાઓ બાંધી આપેલી. તેમનું અનુદાન આવી રીતે આપત્તિગ્રસ્‍તો માટે ભારે સમયસરનું, ભારે આવશ્‍યકતાવાળું અને ખરા અર્થમાં પરિણામદાયી બની રહ્યું છે. અનેક જીવોને બચાવનારા તેઓ એ અર્થમાં જીવનદાતા બની શકયા છે. ‘માનવસેવા એજ પ્રભુ સેવા'. જીવનમાં આ સૂત્રનું તેઓ નખશિખ પાલન કરતા પણ જોવા મળે છે. તેમની આ પ્રકારની આરોગ્‍યલક્ષી દાનવૃત્તિ દીપચંદભાઇના ઉમદા અને અનુકંપાશીલ વ્‍યકિતત્‍વની પરિચાયક છે.જાતને ઘસી નાખનારા દધીચિ પરંપરાના તેઓ અનુસંધાનરૂપ... તેમના માટે કહેવા છે કે તેઓ દાન કરવા માટે દાન નથી કરતા પણ પ્રાચીન ભારતની કર્ણ અને બળી રાજાની દાન પરંપરા આજે પણ જીવંત છે એની પ્રતીતિ કરાવવા માટે એક રાષ્‍ટ્રપુત્ર તરીકેની ફરજ  બજાવી......સ્નેહથી સૌના હૃદયમાં વસતા રહ્યા,
કર્મ અને ધર્મનો મર્મ જાણી સર્વત્ર સુવાસ ફેલાવી ગયા.જીવનભર કષ્ટ સહન કરી પરીશ્રમ કરી સંઘર્ષ કરી શૂન્યમાંથી સર્જન કર્યું તમે,જીવન એવું જીવી ગયા કે જોનારા જોયા કરે,
કર્મ એવા કર્યા કે સૌના હૃદયમાં ગુંજ્યા કરે,
દુઃખથી કદી ડર્યા નહીં, સુખથી કદી છલકાયા નહિ,
વ્યવહાર કદી ચૂક્યા નહીં, ધર્મ કદી ભૂલ્યા નહિ,
સૌના હૃદયમાં વસતા રહ્યા, પરમ કૃપાળુ પરમાત્મા
આપના પુણ્યશાળી આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના
ઈશ્વર તમારા આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના..

Ramesh Shah

6 years ago
Jagdu Shah and Modern Bhamasha ne Koti Koti Vandana and Param Krupalu Parmatma Temna Sadgat Aatma ne Param Shanti Aape...Jainam Jaiti Shashanam

.

6 years ago
સમગ્ર ભારત વર્ષમાં દાનનો અરંપાર મહિમાને સાર્થક કરીને ભારતના ભામાશા તરીકે અપાર લોકચાહના મેળવનાર દીપચંદભાઈ ગારડીનો ૯૯ વર્ષની વયે મુંબઈ ખાતે દેહવિલય થયો છે. ભારતના સેવાકીય ગગનમાંથી એક ચમકતા સીતારાનો વિલય થયો છે.તેઓશ્રીનો જન્મ વઢવાણ પાસેના પડધરી નામના ગામે જૈન પરિવારમાં થયો હતો.
દાનવીર દીપચંદભાઈ ગારડીએ પ્રાથમિક શિક્ષણ પડધરીમાં લીધુ, બાદમાં ભાવનગર અને સુરેન્‍દ્રનગર, મુંબઈ ખાતે અભ્‍યાસ કર્યો હતો. અભ્‍યાસમા ખૂબ તેજસ્‍વી દીપચંદભાઈ ગારડીએ લંડન ખાતે બેરીસ્‍ટરની બહુમુખી પદવી પ્રાપ્‍ત કરી હતી.
સુરેન્‍દ્રનગર જીલ્લાના મૂળી ગામે ભગવાન માંડવરાયદાદાના પરમ ભક્‍ત અને જેઓ પોતાને માંડવરાયદાદાના મુનીમ તરીકે જ ઓળખાવતા એવા દિપચંદભાઈએ પચાસેક વર્ષ પહેલા રોજના એક હજાર રૂ.ના દાનથી સમાજ સેવા શરૂ કરેલ. ત્‍યારબાદ રોજના એક લાખ અને છેલ્લા દસેક વર્ષથી રોજના એકાદ કરોડનુ દાન તેઓ ખાસ કરીને શૈક્ષણિક અને મેડીકલ ક્ષેત્રે આપતા.
ખાસ કરીને સૌરાષ્‍ટ્ર અને ગુજરાત ઉપરાંત દેશના અન્‍ય રાજ્‍યો જેવા કે બિહાર, ઉ.પ્રદેશ, મહારાષ્‍ટ્ર, મધ્‍યપ્રદેશ વગેરેના આશરે પંદરસો જેટલા ગામડાઓમાં શાળા તેમજ અનેક ગામડાઓમાં પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર બાંધવા લાખો રૂપિયાનું યોગદાન આપેલ હતું.
સૌરાષ્‍ટ્ર યુનિ.ના તમામ ૨૦ ભવનોના નિર્માણ અને નવા બાંધકામ માટે છેલ્લા પંદરેક વર્ષમા ત્રીસેક કરોડનું અનુદાન આપી અને સૌરાષ્‍ટ્ર યુનિ.ને આધુનિક બનાવવામાં અનન્‍ય યોગદાન આપેલ હતુ. મધ્‍યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં પણ પોતાના ધર્મપત્‍નિ રૂક્ષ્મણીબેન ગારડીના નામથી મેડીકલ કોલેજ તેમજ હોસ્‍પીટલનું નિર્માણ દસેક વર્ષ પહેલા કરેલ. આ મેડીકલ કોલેજ સંચાલીત હોસ્‍પીટલમાં રોજના આશરે ૨૫૦૦ જેટલા દર્દીઓને વિનામૂલ્‍યે મેડીકલ સેવા ઉપરાંત દવાઓ, એકસ-રે, સોનોગ્રાફી ફ્રી વિનામૂલ્‍યે કરી આપવામાં આવે છે તેમજ ફકત રૂપિયા પાંચમા ભોજન પણ આપવામાં આવે છે.
મહારાષ્‍ટ્ર રાજ્‍યના સોલાપુર શહેરમાં ગણિકાના અનાથ બાળકો માટે એક વાત્‍સલ્‍યધામનું નિર્માણ ગારડી સાહેબ દ્વારા જ કરવામાં આવેલ છે. જ્‍યાં સમાજમાથી અત્‍યંતપણે અવગણમા આવેલ આ અનૌરસ કે લાવારીશ બાળકોને રહેવા તેમજ ભણવાનું વિનામૂલ્‍યે પુરૂ પાડવામા આવે છે. આ વાત્‍સલ્‍યધામમા આશરે છસોથી પણ વધારે અનાથ બાળકો પોતાનું ભવિષ્‍ય ગારડી સારેબના આશિર્વાદ અને યોગદાનથી બનાવી રહેલ છે.
ડો. દીપચંદભાઈ ગારડીએ આરોગ્‍ય, સામાજીક તેમજ શૈક્ષણિક ક્ષેત્રે દરરોજ લાખો રૂપિયાનું દાન કરવાનો કિર્તીમાન તેઓના નામે સ્‍થાપ્‍યો છે. દીપચંદભાઈ ગારડીએ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમા કરોડો રૂપિયાનું દાન સખાવતકરી હતી. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી દ્વારા દાનવીર દીપચંદભાઈ ગારડીનેડી'લીટની માનદ પદવી એનાયત કરવામાં આવી હતી.
તેઓશ્રી વઢવાણ પંથકના વતની હોવાના નાતે વઢવાણ ખાતે અનેક મોટી સંસ્‍થાઓમાં તેમજ શિક્ષણ સંસ્‍થાઓમાં પણ મોટું યોગદાન દીપચંદભાઈ ગારડીનું સમાયેલુ રહ્યુ છે. ખાસ કરીને દીપચંદભાઈ ગારડી મુંબઈથી અવારનવાર માંડવરાયજીના દર્શનાર્થે મુળી ખાતે આવતા હતા અને સ્થાનિક આગેવાનને પણ મળતા હતા ત્‍યારે ઝાલાવાડમાં માત્ર એક જ વર્ષના ટૂંકા સમયગાળામાં પ્રથમ સી.યુ. શાહ અને દીપચંદભાઈ બે દાનવીરો ઝાલાવાડે ગુમાવવાથી મોટી ખોટ પડી છે અને ઝાલાવાડ સહિતના અનેક ગામોમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્‍યો છે. 
ભામાશા તરીકેનું બીરૂદ પામેલા દીપચંદભાઈ ગારડીના અવસાનથી ન પુરાય તેવી મોટી ખોટ પડી છે. પરમાત્મા સદગતના આત્માને દિવ્ય શાંતિ અર્પે તેવી હાર્દિક પ્રાર્થના...

Kartik Zaveri SomersetN.J -U.S.A.

Post Condolences