
Born
October 21st, 1901
Passed Away
September 11th, 1980
Occupation
Author
Spouse
Karsukhben
Religion
Hindu
Native
Surat
Country
India
Shradhanjali By
Shradhanjali.com
Biography of Jyotindra Dave

જ્યોતીન્દ્રભાઈનો જન્મ સુરતની વડનગરા નાગર-બ્રાહ્મણ જ્ઞાતિમાં ઈ. ૧૯૦૧ના ઑક્ટોબરની એકવીસમી તારીખે થયેલો. પિતા હરિહરશંકર ભાનુશંકર દવે સુશિક્ષિત હતા. એમની છત્રછાયા બચપણમાં જ ગુમાવી બેઠેલા જ્યોતીન્દ્રનો ઉછેર માતામહ છબિલારામ દીક્ષિતની દેખભાળમાં થયો હતો.
સુરતમાં નર્મદના આવાસ ‘સરસ્વતી મંદિર‘ની બાજુમાં એક પાઠશાળામાં એમણે બચપણથી સંસ્કૃતનો અભ્યાસ આરંભ્યો હતો. એક ઉત્તમ વિદ્વાનની કક્ષા સુધીના એમના આ ભાષાના જ્ઞાનનાં બીજ અહીં રોપાયાં હતાં. ઈ. ૧૯૨૫માં સુરતની એમ.ટી.બી. સાર્વજનિક આર્ટસ કૉલેજમાંથી બે વર્ષ ફેલો રહી એમ.એની પરીક્ષા પાસ કરી.
કૉલેજકાળ દરમિયાન રચાયેલા ઇષ્ટ મિત્રોના વર્તુળને તે સૌએ ‘ઑલ ટેલેન્ટ્સ ક્લબ‘ નામ આપેલું. કદાચ આ મંડળમાં જ એમની વિનોદ-શક્તિને ખીલવા-વિકસવાની પર્યાપ્ત ભૂમિકા મળી રહી હશે. વિનોદમય રેખાચિત્રો લખવાનું એમણે આ અરસામાં જ ચાલુ કરેલું. કૉલેજ મેગેઝિનમાં એમનો લેખ ‘લૉટરીનું પરિણામ‘ છપયેલો. એ વખતે પણ એમનાં લખાણોમાં શૈલીની શિષ્ટતા જણાતી હતી.
એ સમયે કવિતાઓ લખવામાં એમણે જે રસ દાખવ્યો હતો તે કારણે આગળ જતાં તે હાસ્યલેખક બનશે એવો અણસાર પણ કળાતો નહોતો. મિત્રવર્તુળમાં અને કૉલેજમાં એમની ખ્યાતિ લેખક તરીકે નહિ, એક આશાસ્પદ કવિ તરીકેની હતી.
ઈ. ૧૯૨૬માં મુનશીજીને તેમનો ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ‘ સંપાદિત કરવાના કાર્યમાં સહાયક તરીકે જોડાયા.� તે પછી મુનશીજીના ‘ગુજરાત‘ માસિકના સંપાદન માટે પણ તેઓ કામ કરતા. ઈ. ૧૯૩૦માં મુનશીજીને રાષ્ટ્રીય લડતમાં જેલમાં જવાનું થયું એટલે જ્યોતીન્દ્રભાઈ મુંબઈની કબીબાઈ હિંદુ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. આ દરમિયાન મુંબઈના સાપ્તાહિક ‘રવિવાર‘માં ‘મોચીડાનો મોચીડો‘ નામે એક લેખમાળા લખવા માંડેલી. વધુમાં ‘મુંબઈ‘ નામના બીજા સાપ્તાહિકમાં વિશિષ્ટ લેખમાળા આપી હતી. આગળ જતાં તે ‘રંગતરંગ‘ના એક ભાગ રૂપે પ્રગટ થઈ છે.
ઈ. ૧૯૩૭થી નિવૃત્ત થતાં સુધીમાં સુરત અને મુંબઈની કૉલેજોમાં તથા મુંબઈ સરકારના ઓરિયેન્ટલ ટ્રાન્સલેટર તરીકે કામગીરી બજાવી. કચ્છ-માંડવીની કૉમર્સ કૉલેજના આચાર્ય પણ બન્યા હતા. સુરત કૉલેજના વિદ્યાર્થીઓને ભજવવા માટે ઈ. ૧૯૨૫માં હાસ્ય ઉત્પન્ન કરે એવી એક પણ લીટી વિનાનું ‘વિષપાન‘ નામનું કરુણાંત નાટક લખેલું. ‘સામાજિક ઉત્ક્રાંતિ‘ અને ‘એક ચ પ્યાલા‘ને ગુજરાતીમાં ઉતાર્યાં.
‘રંગતરંગ‘નો પહેલો ભાગ એ એમની કીર્તિદા હાસ્યકૃતિઓનું પ્રથમ પુસ્તક. ઈ. ૧૯૩૨માં એ પ્રગટ થયું. પછી ‘મારી નોંધપોથી‘; ધનસુખલાલ મહેતા સાથે લખેલું ‘અમે બધાં‘; ‘રંગતરંગ‘ના બીજા પાંચ ભાગ ; ‘પાનના બીડાં‘, ‘રેતીની રોટલી‘, ‘નજર લાંબી અને ટૂંકી‘ ; ‘રોગ, યોગ અને પ્રયોગ‘ વગેરે એમના હાસ્યલેખોના વિખ્યાત સંગ્રહો છે. ‘અલ્પાત્માનું આત્મપુરાણ‘ એમનું આત્મકથન છે.
જ્યોતીન્દ્ર બોલે એટલે ગુજરાતી પ્રજા માટે હસવું ફરજિયાત થતું. તેઓ રાતે જાગતા અને બપોરના બાર સુધી ઊંઘતા. જ્યોતીન્દ્ર શબ્દની રમતામાં પાવરધા.
એમની સવિશેષ ખ્યાતિ તો ઉત્તમ અને માર્મિક હાસ્યકાર તરીકેની છે. તેમ છતાં સાહિત્યના મર્મજ્ઞ વિવેચક તરીકે પણ એમની શક્તિઓ અછતી નથી. ગુજરાત સાહિત્યસભાની ઈ. ૧૯૩૪ની ગ્રંથસ્થ વાડ્મય સમીક્ષા એમણે કરી હતી. કવિસંમેલન અને મુશાયરાઓમાં એમનું સંચાલન અનોખી રંગત ઉમેરતું. તેઓ સંગીતના અચ્છા જાણકાર હતા. તેમને ગલિયારા પારિતોષિક, રણજિતરામ સુવર્ણચંદ્રક, ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખપદ અને હીરક મહોત્સવ વગેરે માનથી ગુજરાતે એમને નવાજ્યા છે. ઘરમાં હીંચકે બેસવા જતાં પડી જવાથી ડાબા પગમાં થયેલા અસ્થિભંગથી તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડેલા. ત્યાંથી જ તેમણે ઈ ૧૯૮૦ના સપ્ટેમ્બર માસની ૧૧મી તારીખે ચિરવિદાય લઈ લીધી.
Family Tree of Jyotindra Dave


Dhanvidya Gauri

Harihar Shankar

Karsukhben

Ramaben

Pradeepbhai

Ashitbhai
Videos of Jyotindra Dave
No videos
Post a tribute & share memories
Fond Memories & Remembrance
Related Profiles
Post Condolences
dwarkadas sampat
12 years ago
Dr.Parimal.Trivedi
12 years ago