Born
November 17th, 1929
Passed Away
April 19th, 1979
Popularly Known as
Keshavjibhai
Occupation
Businessman
Spouse
Fulkunvarben
Religion
Hindu
Caste
Patel
Native
Jamjodhpur
Country
India
પિતા જ ધર્મ છે, પિતા જ સ્વર્ગ છે,
પિતા જ પરમ તપ છે પિતૃભક્તિ સર્વે ભક્તિમાં શ્રેષ્ઠ છે.
પિતૃભક્તિ સર્વે દેવતાઓને પણ પ્રિય છે.
શાસ્ત્રમાં કહેવાયેલા આ વાક્યો નો અર્થ અમારા જીવનનો મર્મ છે.
સ્વર્ગની પ્રાપ્તિ ધર્મથી થાય છે, તપથી થાય છે.
પરંતુ અમારા માટે અમારી પિતૃભક્તિ જ સર્વે ભક્તિમાં શ્રેષ્ઠ છે.
Shradhanjali By
Chandubhai Santoki
Sureshbhai Santoki
Nitinbhai Santoki
& Santoki Family
Biography of Keshavjibhai Naranbhai Santoki
"વેદનાઓ વેદ બને, ગીત એવું ગાજે,
શોકને બનાવી શ્લોક, જીવન શણગાર જે...."
કેશવજીભાઇ નારણભાઈ સંતોકી.....
નામ સાંભળતાની સાથે મનમાં એક ઝબકારો થાય એ નામ છે. "મોહન" મોહન - શ્રી કૃષ્ણ... મોહન (મોહનદાસ કરમચંદ ગાંધી) આજકાલના સમયમાં પ્રખ્યાત બિજનેશ સ્કૂલોમાં "Management Lessons by Lord Krishna" ભણાવવામાં આવે છે. આપણા મોહન એટલે કે કેશવજીભાઇ નું જીવન પણ Management સાથે સંકળાયેલું છે. બીજા મોહન એટલે કે શ્રી મોહનદાસ કરમચંદ ગાંધી.... જેમનું શાળાનું શિક્ષણ જ્યાં પૂર્ણ થયું એવા રાજકોટ શહેરમાં "મોહન થી મોહન સુધી...." (શ્રી કૃષ્ણ થી શ્રી ગાંધીજી સુધી) નાં ઘણા બધા અધ્યાયોનો નીચોડ એટલે કેશવજીભાઇ સંતોકી નું જીવન.
સાહસિક, કર્મવીર, અડાભીડ અને નિષ્ઠાવાન કેશવજીભાઇ એટલે શહેરના પ્રખ્યાત કંપનીઓના વહીવટકર્તા એવા એડીકો, અમુલ અને ગેલેક્સી બેરીન્ઝ નાં શ્રી ચંદુભાઈ, શ્રી સુરેશભાઈ અને શ્રી નીતિનભાઈ નાં પૂજ્ય પિતાશ્રી કેશવજીભાઇ જામજોધપુર ગામમાં ૧૯૩૦ શ્રી નારણભાઈ સંતોકીને ત્યાં જનમ્યા અને ચાર ધોરણ નો નજીવો અભ્યાસ છોડી ખેતી કામે વળગ્યા. પણ કહેવાય છે ને કે જે સપના જુએ છે તે જ સાકાર કરે છે..... તેમ કેશવજીભાઇ પણ પોતાની આગવી સુજ, સમયસુચકતા, ખંત અને કઈ કરી બતાવવાની ભાવનાને લીધે ખેતીકામમાં પણ કઈ ને કઈ નવું કરવા લાગ્યા જેમકે એ જમાનામાં સારા કામ બદલ લોકોને ઇનામ આપવું (Performance appraisal / Motivation), નવા મશીનો મુંબઈ થી લાવવા (Inovation) જેનાથી પાણી જેવી સમસ્યાઓને સહેલાઇ થી નિકાલ લાવી શકાયો વગેરે ઘણા અલગ-અલગ નુસખા અપનાવતા....
દરમ્યાન તેમના લગ્ન ફૂલકુવરબેન જોડે થયા. કહેવાય છે ને કે દરેક સફળ પુરુષની પાચલ એક સ્ત્રીનો હાથ હોય છે. તેમ ફૂલકુવરબેને પણ ડગલે ને પગલે કેશવજીભાઇનો સાથ આપ્યો. તેમને કુલ ૭ સંતાનો - શ્રી ચંદુભાઈ, શ્રી સુરેશભાઈ, શ્રી નીતિનભાઈ અને લાભુબેન, નીમુબેન અને જયશ્રીબેન. તમામ સંતાનોને પછી ભલે એ દીકરો હોય કે દીકરી તેમને ભલાવવા કોલેજ સુધીનો અભ્યાસ તો ભારપૂર્વક પૂર્ણ કરાવવામાં આવતો.
ઈ.સ. ૧૯૬૮ Adico International કંપનીની સ્થાપના કરી અને કેશવજીભાઇ એ પોતાના ઘણા-બધા સબંધીઓને રોજગારીની તક પૂરી પાડી. આ પહેલા તેમને પોતાના ભાઈઓની સાથે મળી જામજોધપુરમાં એક Patel Engineering Company નામની દુકાન શરુ કરું હતી તેની સાથે સાથે જામનગર માં Captain Oil Mill નામની એક મિલ શરુ કરી. તેમને અલગ-અલગ જગ્યાએ ધંધાને વિકસાવી પોતાના જ ભાઈઓ અને સગા-સબંધીઓની સાથે મળી અને તેમની આગવી કોઠાશુઝ થી ધંધાનો અને કુટુંબનો વિકાસ કરતા ગયા. કુટુંબનો કોઈપણ પ્રશ્નો હોય, સારા-નરાશા પ્રસંગો હોય કે કોઈના સગપણ ને ગોઠવવાનું હોય કેશવજીભાઇ હમેંશા મોખરે રહેતા.... બસ એમની તો જીવન માટે એક જ ફિલસુફી હતી,
"દરિયા જેવા સપના રાખો આંખ વચ્ચે,
કાલ નહિ, બસ હમણાં રાખો આંખ વચ્ચે."
ઈ.સ. ૧૯૭૪ માં કેશવજીભાઇ નાં જ્યેષ્ઠપુત્ર શ્રી ચંદુભાઈ એ B.Sc. નો અભ્યાસક્રમ ખતમ કર્તાની સાથે જ તેમણે "Adico" નો દોર સંભાળી લીધો.
ત્યારબાદ ક્રમશ: સુરેશભાઈ અને નીતિનભાઈ પોતાના અભ્યાશક્રમ બાદ "અમુલ" અને "ગેલેકસી" કંપની ની દોર સંભાળી. પણ આ બધું ફળરૂપી પરિણામ જોવા આંબાનું વૃક્ષ વાવનાર હાજર રહ્યા નહિ. કેશવજીભાઇ ની તબિયત લથડતા ઈ.સ. ૧૯૭૯ માં તેઓ શ્રીજીચરણ સીધાવ્યા. કેશવજીભાઇનાં સિધ્ધાંતો, સ્વભાવ ખરેખર પ્રેરણાદાયી હતા... અને તેમને આપેલા બોધને કદાચ આ રીતે વ્યક્ત કરી શકાય.....
"તને સાયકલ સાથે આવું છું વાદળ,
જજે એક દિવસ તું મારાથી આગળ,
હવે લખજે તું તારી જ રીતે,
તને જન્મ સાથે મળ્યો છો કોરો કાગળ....."
અંતમાં, ભગવાનને પ્રાથના કે, સદગતના પરમ આત્માને શાંતિ અર્પે અને તેમના વિચારો અને સિધ્ધાંતો આપની વચ્ચે હમેંશા જીવંત રહે.........
Family Tree of Keshavjibhai Naranbhai Santoki
Naranbhai
Fulkunvarben
Chandubhai Santoki
Sureshbhai Santoki
Nitinbhai Santoki
Jayshreeben Dushyant Vachchani
Madhuben Mansukhlal Bhensdalia
Labhuben Vallabhdas Manvar
Nimuben Vasantlal Bhut
Gautam C. Santoki
Gopi R. Jagani
Shivani S. Santoki
Savan S. Santoki
Siddharth N. Santoki
Suraj N. Santoki
Nanjibhai
Veljibhai
Keshubhai
Photo Album of Keshavjibhai Naranbhai Santoki
No Photos
Videos of Keshavjibhai Naranbhai Santoki
No videos
Post a tribute & share memories
Fond Memories & Remembrance
Related Profiles
Post Condolences
Seema Santoki
1 month ago
Seema Santoki
2 years ago
Mitesh Patel
2 years ago
Sanjay Amrutiya
11 years ago
Nitin Santoki
11 years ago
આપની ૩૪મી પુન્યાતીથી એ અપના જીવન નો સન્દેશ અહિ બે વક્યો મા ચિતાર્થ કરેલ છે...
વેદનાઓ વેદ બને ગીત અવુ ગાજે,
શોક ને બનાવી શ્લોક, જીવન ને શનગાર જે....
આપની ૩૪મી પુન્યાતીથી એ અપના જીવન નો સન્દેશ અહિ બે વક્યો મા ચિતાર્થ કરેલ છે...
વેદનાઓ વેદ બને ગીત અવુ ગાજે,
શોક ને બનાવી શ્લોક, જીવન ને શનગાર જે....