Born
March 08th, 1943
Passed Away
January 15th, 2025
Occupation
Educator
Spouse
Surajben Gol
Religion
Hindu
Caste
Patel
Subcaste
Chaudhary Uplana
Native
Vadgam
City
Vadgam
State
Gujarat
Country
India
पिता ही धर्म है, पिता ही स्वर्ग है
पिता ही परम तप है
पितृभक्ति हर भक्ति में श्रेष्ठ है
पितृभक्ति देवताओ को भी प्रिय है
शास्त्र में कहा गया यह विधान हमारे जीवन का मर्म है
स्वर्ग की प्राप्ति धर्म से होती है, तप से होती है
परंतु हमारे लिए हमारी पितृभक्ति ही हर भक्ति में श्रेष्ठ है
Biography of Shri Laxmanbhai Shamlabhai Uplana
બનાસ ડેરીના આધ્યસ્થાપક ગલબાકાકા ના વચેટ જમાઈ લક્ષ્મણભાઈ ઉપલાણા અંતિમ યાત્રા પર સિધાવ્યા છે. ભગવાન એમની આત્માને શાંતિ અર્પે અને પરિવારજનોને આ દુખ સહન કરવાની શક્તિ આપે.
તેઓ પૂર્વ આચાર્ય તરીકે PTC કોલેજ, ચિત્રાસણી; શ્રી સી.જે. કોઠારી હાઈસ્કૂલ, ચિત્રાસણી; અને આદર્શ હાઈસ્કૂલ, પાલનપુરમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું.
લક્ષ્મણભાઈ પૂર્વ નિયામક તરીકે આદર્શ સંકુલ, વડગામના વિકાસ માટે પણ સમર્પિત રહ્યા હતા અને બનાસકાંઠા જિલ્લાના સ્કાઉટ પ્રમુખ તરીકે શ્રેષ્ઠ સેવાઓ આપી હતી.
તે ઉપરાંત, વડગામ હાઈસ્કૂલની સ્થાપનામાં અને વિકાસમાં તેમણે પોતાના સમકાલીન મિત્રો તથા વડીલો સાથે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
તેઓ વડગામ.કોમ ફોરમના પ્રણેતા નિતીનભાઈ અને મેહુલભાઈ (પ્રોફેસર, એન્જિનિયરિંગ કોલેજ, પાટણ) ના પિતાશ્રી હતા.
“ૐ શાંતિ”
Family Tree of Shri Laxmanbhai Shamlabhai Uplana
Spouse
Surajben Laxmanbhai Gol
Children
Nitin Laxmanbhai Patel
Post a tribute & share memories
Fond Memories & Remembrance
Related Profiles
Post Condolences
Profile Home
Biography
Family
Tree
Photo
Album
Video

Nitin
1 week ago
Nitin
1 week ago
બચપણથી સંઘર્ષમય જીવનના સાક્ષી પિતાશ્રીના જીવનમા જવાબદારીઓનો દોર સતત વધતો રહ્યો છતાં એને પુરી નિષ્ઠા, પ્રમાણિકતા અને સ્નેહપૂર્વક નિભાવતા રહ્યા. પરિસ્થિતિઓ સુખદ હોય કે દુઃખદ એમને સમભાવે જોતા રહ્યા. એમના જીવનનું ઉત્તમ પાસુ એમની કાર્ય પ્રત્યેની નિષ્ઠા, પ્રામાણિકતા , નિયમિતતા અને દરેક પરિસ્થિતિ કે વ્યક્તિ પ્રત્યેની ભાવપૂર્ણ સમદ્રષ્ટિ ગણી શકાય.
પિતાશ્રીની અમારા પરિવાર વચ્ચેથી કાયમી વિદાયને અગિયાર મહિના જેટલો સમય પસાર થઈ ગયો છે ત્યારે હજુ મન એ સનાતન સત્ય સ્વિકારવા તૈયાર નથી કે પિતાશ્રી સદેહે આ જગતમાં હયાત નથી. જાણે કોઈ અગમ્ય શક્તિ અમને એમની હૂંફ પુરી પાડતી હોય એવો અહેસાસ અવિરત અનુભવાય છે.
અમારા પરિવારને પિતાજી સાથે જીવનનો મોટોભાગ ભરપૂર જીવવા મળ્યુ એ મોટુ આશ્વાસન છે.
પિતાજીની ૧૧મી માસિક પુણ્યતિથિ નિમિત્તે એમના સ્મરણાર્થે વડગામમાં યુવાનોના શારીરિક, માનસિક સ્વાસ્થ્ય હેતુ કાર્યરત ડોકરા ક્લબના યુવાનોને વડગામ સ્પોર્ટ્સ ક્લબ ઉપર રનિગ ટ્રેક બનાવવા હેતુ તેમજ વડગામના યુવાનો દ્વારા ચાલતી શ્વાન રથ ભોજન સેવામાં ફુલ નહી તો ફુલની પાંખડી સ્વરૂપે નાનકડી સહયોગ રાશી અર્પણ કરી.
પિતાજીએ પોતાની દૈનિક ડાયરીમાં લાઓસ્તેના ત્રણ ખજાના યાદ કરીને નોંધ્યું છે કે......
પહેલો ખજાનો છે પ્રેમ. બીજો છે કોઈ બાબતમાં અતિ ન કરવી અને ત્રીજો ખજાનો છે સંસારમાં પ્રથમ થવાની દોડમાં ન પડવું....
પિતાજીને ૧૧મી માસિક પુણ્યતિથિ નિમિત્તે વંદન સહ હાર્દિક શ્રધાંજલિ 🙏

Parasbhai Vasudev Soni
1 month ago
Pravin Gohil Dhanera
1 month ago
ઓમ શાંતિ 💐🙏🏻💐
ઓમ શાંતિ 💐🙏🏻💐
Pravin Gohil Dhanera
1 month ago
ઓમ શાંતિ 💐🙏🏻💐
ઓમ શાંતિ 💐🙏🏻💐