
Born
April 02nd, 1928
Passed Away
August 22nd, 2010
Popularly Known as
Manubhai (Motabhai)
Occupation
Real Estate Broker
Spouse
Shardaben
Religion
Hindu
Caste
Lohana
Native
Rajkot
Country
India
પિતા જ ધર્મ છે, પિતા જ સ્વર્ગ છે,
પિતા જ પરમ તપ છે,
પિતૃભક્તિ સર્વે ભક્તિમાં શ્રેષ્ઠ છે.
પિતૃભક્તિ સર્વે દેવતાઓને પણ પ્રિય છે.
શાસ્ત્ર માં કહેવાયેલા આ વાક્યો નો અર્થ અમારા જીવનનો મર્મ છે.
સ્વર્ગની પ્રાપ્તિ ધર્મથી થાય છે, તપથી થાય છે.
પરંતુ અમારા માટે અમારી પિતૃભક્તિ જ સર્વે ભક્તિમાં શ્રેષ્ઠ છે.
Shradhanjali By
Paresh Sejpal
Biography of Mansukhlal Ramjibhai Sejpal

પરમ પૂજ્ય શ્રી સંત શીરોમણી સદ્ગુરુ શ્રી રણછોડદાસ બાપુના શિષ્ય શ્રી મનસુખભાઈ નો જન્મ તા.૦૨/૦૪/૧૯૨૮ નાં ચૈત્રસુદ ૧૩ નાં રોજ રાજકોટ થયેલ હતો. પિતાનું નામ શ્રી રામજીભાઈ સવજીભાઈ સેજપાલ (મધરવાળાવાળા) તથા માતાનું નામ હેમકુંવરબેન હતું. રામજીભાઈ નાં સંતાનોમાં ત્રણ દીકરા - પાંચ દીકરીઓ માં સૌથી મોટા શ્રી મનસુખભાઈ હતા.
મનસુખભાઈ એ નાની ઉમરથી સખ્ત મહેનત કરેલી. કામની શરૂઆત તેમને ૧૪ વર્ષની ઉમરે દાણાપીઠમાં આવેલી પેઢીથી શરૂઆત કરેલ. ત્યારબાદ તેમને જમીન-મકાનનું બ્રોકરેજ નું કામકાજ સતત ૫૨ વર્ષ સુધી કરેલ એક જ બિઝનેશ માં "રીયલ એસ્ટેટ બ્રોકર" તરીકે સારી નામના - ગુડવિલ ઉભી કરેલ જેના કારને રાજકોટ તેમજ બહારગામની અનેક જગ્યાએ મિલકત લે-વેચ કરાવેલ. તેમજ દેશ-વિદેશ થી જ્યારે લોકો રાજકોટમાં રોકાણ કરવા માટે આવતા ત્યારે તેઓ "શ્રી મનસુખલાલ રામજીભાઈ સેજપાલ" ની પેઢી ઉપર અવશ્ય મુલાકાત લઇ તેમના મારફત જ રોકાણ કરતા.
મનસુખભાઈ એ જિંદગીમાં ઘણી જ મહેનત કરેલી તેમનું ભણતર ઓછુ હોવા છતાં તેઓ પોતાની કોઠાસૂઝ, અનુભવથી દરેક કાર્ય આસાનીથી પૂર્ણ કરતા, આ ઉપરાંત સગા-વ્હાલા, મિત્રમંડળ તથા સમાજમાં એક એવો વિશ્વાસ મેળવેલ હતો કે આ પેઢીમાં કોઇપણ વહેવાર કાર્ય કરેલ હશે તો તેમાં કોઈપણ જાતની છેતરામણી, ખોટું થવાનો ભય-ડર રહેતો નહિ. તેથી જ લોકો તેમને "મોટાભાઈ"(મનુભાઈ) નાં હુલામણા નામથી ઓળખાતા હતા.
મનસુખભાઈ નાં લગ્ન શ્રી દેવજીભાઈ વાલજીભાઈ કોટક (ચોટીલાવાળા) ની મોટી દીકરી શારદાબેન સાથે થયેલ. સંતાનોમાં ઉષાબેન, જ્યોત્સનાબેન, રાજેન્દ્રભાઈ, પંકજભાઈ, વર્ષાબેન તથા પરેશ ને તેમની ઈચ્છા પ્રમાણે જીવન જીવવાનું કહેલ. તેઓએ પત્ની, પુત્ર, પુત્રવધુઓ, પુત્રીઓ, જમાઈ, ભાઈ-બહેન, પ્રપોદાને એવી સલાહ આપેલ છે કે જિંદગીમાં ક્યારેય કોઈનું ખોટું કરવું નહિ, કોઈની નિંદા - અપમાન કરવું નહિ. આ ઉપરાંત કોઈપણ વ્યક્તિના દુખમાં જો શક્ય હોય તો મદદ કરવી પરંતુ ધાર્મિક-દાન કોઈને કરેલી મદદ બાબતે કોઈને કહેવું નહિ, ગુપ્ત રાખવું. ખરાબ લોકોનો સંગ ન કરવો સારાનિયમોનું આચરણ - પાલન કરવું.
જીવનમાં ઘણી જ ચડતી-પડતી, સારા ખરાબ દિવસો, આર્થિક મુશ્કેલી, બીમારી જોઈ તેમ છતાં હમેંશા બીજાના દુખમાં તેઓ સહભાગી બનતા, પોતે હિમંત રાખતા, સ્નેહીજનો - કુટુંબીજનો ને આવી આફત મુશ્કેલી સામે ઝઝૂમવાનું હિમંતથી સામનો કરવાનું કહેતા હતા. શ્રી રણછોડદાસબાપુ નાં અનન્ય શિષ્ય શ્રી મનસુખભાઈનો સ્વર્ગવાસ તા. ૨૨/૦૮/૨૦૧૦ નાં શ્રાવણસુદ ૧૩ નાં રોજ રાજે ૧૨ વાગ્યે થયેલ. તેમનો સ્વર્ગવાસ થવાથી કુટુંબના મોભી, પ્રેમાળ પિતાની ખોટ લાગે છે. તેમણે હમેંશા....
દુ:ખ ને દેખાડ્યું નહિ, સુખને છલકાવ્યું નહિ,
પોતે કરેલા કર્મોનું ફળ, મહેનત કરી સંતાનોને સુખ આપ્યું.
આજે તેમની હૈયાતી નથી પણ "શ્રી મનસુખલાલ રામજીભાઈ સેજપાલ" નામથી ચાલતી પેઢી તેમના વારસદારો શ્રી રાજેન્દ્રભાઈ - ૯૯૦૯૯૧૮૮૪૪, શ્રી પંકજભાઈ - ૯૯૦૯૯૧૦૧૦૮, શ્રી પરેશભાઈ - ૯૮૨૫૨૭૯૨૭૪ (૧) ૧, પંચનાથ કોમ.સેન્ટર, હરિહર ચોક, સ્ટાર ચેમ્બરની સામે રાજકોટ (૨) "ગુરુકૃપા" ચુડાસમા પ્લોટ મેઈન રોંદ, રૈયા રોડ ફાટક પાસે, રાજકોટ. ઉપર મુજબના સરનામે "મોટાભાઈ" મેળવેલી નામના-ગુડવીલ મુજબ પ્રમાણિકતા, નીતિમત્તાથી પિતાના મૂક આશીર્વાદથી ચલાવી રહ્યા છે. તેમને યાદ કરતા જ દુ:ખ હળવું થઇ જાય છે. હૃદયથી વાતો થઇ જાય છે. જેથી આંખોમાંથી આપોઆપ અશ્રુ ખરી પડે છે. તેવા દિવ્ય આત્માને આપોઆપ નમન થઇ જાય છે. કુળદેવી ખોડીયારમાં એમના દિવ્ય આત્માને શાંતિ આપે.
गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः ।
गुरुरेव परंब्रह्म तस्मै श्रीगुरवे नमः ॥
Family Tree of Mansukhlal Ramjibhai Sejpal


Hemkuvarben

Ramjibhai

Shardaben

Ushaben

Jyotsnaben

Rajendrabhai

Pankajbhai

Varshaben

Pareshbhai

Dharmeshbhai

Meeraben

Meghaben

Ektaben

Harshbhai

Pranavbhai

Bhavitaben

Jay

Aaditya

Ami

Kantibhai

Bharatbhai

Gauriben

Navalben

Bhartiben

Manjuben

Bhanumatiben

Rameshkumar Raichura

Hasmukhlal Kanani

Jagdishkumar Sommanek

Sobhnaben Rajendrabhai

Manaliben Pankajbhai

Divya Pareshbhai

Muktaben Devjibhai Kotak

Devjibhai Vallabhjibhai Kotak
Videos of Mansukhlal Ramjibhai Sejpal
No videos
Post a tribute & share memories
Fond Memories & Remembrance
Related Profiles
Post Condolences
Monika
13 years ago
Shradhanjali.com
13 years ago
May the divine soul rest in peace.
May the divine soul rest in peace.