Born
January 08th, 1919
Passed Away
October 04th, 2002
Popularly Known as
Bhadarva Vad Teras
Occupation
Home Maker
Spouse
Popatlalbhai Vagher
Religion
Hindu
Native
Kutchha
માં વગરનાં જીવનની કલ્પના કરવી જ મુશ્કેલ છે. માતા જ બાળકને જીવનનું પ્રથમ પગલું માંડતા શીખવાડે છે. માતા પોતે ભીનામાં રહી ને પોતાના બાળકને કોરા માં સુવાડે છે. પોતે ભૂખી રહીને પોતાના બાળકને જમાડે છે. પોતાના બાળકનાં હાસ્ય માટે તે તમામ દુ:ખ અને તકલીફ વેઠવા તૈયાર રહે છે. તે પોતાના બાળકની વાત કહ્યા વગર જ જાણી લે છે. માં શબ્દ માં આખી દુનિયાનો સમાવેશ થઇ જાય છે. આથી જ કહેવાયું છે કે
'જનની ની જોડ સખી નહિ જડે રે લોલ.
Shradhanjali By
Kamal and Family
Usha and Family
Kailasi and Family
Hasmukh and Family
Nitin and Family
Biography of Muktaben Popatlalbhai Vagher
"માઁ"
જન્મ પછીના ઘણાં બને છે સબંધ
જન્મ પહેલાનો સબંધ તે 'માઁ'!
જેના પાલવની સ્નેહભરી સુગંધ
આજ પણ આવે છે તે 'માઁ'
અંબરની છાયા જેવી 'માઁ'
ધરતીના ખોળા જેવી 'માઁ
પવનના બાહુપાશમાં સમાવી
સર્વ દુઃખોથી બચાવતી 'માઁ'
પા, પા પગલીથી અડગ સ્તંભ બનાવી
ગડથૂથીમાં સંસ્કાર રેડતી 'માઁ'
પાપ- પૂણ્યનો ભેદ સમજાવી
જીવનભર સાંચવતી 'માઁ'
જેની મમતાના દર્શન હોય
પણ પ્રદર્શન નહીં તે 'માઁ'
-કલ્પના
નાની વયે પતિનો સાથ ગુમાવવો અને પાંચ સંતાનોનો ઉછેર કરવો, આવી પરિસ્થિતિમાં કોઈપણ ભાંગી પડે! અને એમાં આતો સ્ત્રી! છતાંયે જાણે એમણે બીડુ ઝડપી લીધું અને પાંચેય સંતાનોને ઉછેર્યા. ત્રણ બહેનોને સાસરિયે વળાવી અને અમને બન્ને ભાઈઓને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું. ગજબ હતું “બાળી” નું મનોબળ.!
આ થઈ મારા બાળીની વાત. જેને હું વ્હાલથી માં કહીને બોલાવતો. અમારી સુખાકારી માટે નથી એમણે જોયા તડકા- છાંયા કે દિવસ- રાત. એકલવયુ જીવન પસાર કરીને એમણે અમને ઉછેર્યા. વિપરીત સંજોગોમાં પણ ઉમંગ, ઉત્સાહથી કેમ રહી શકાય છે તે બતાવી આપ્યું. દરેક બાબતમાં રસ લેવો એતો જાણે તેમને ગળથૂથીમાં મળેલું.
એમના શોખની વાત કરીએતો સૌપ્રથમ તો તેમને વાંચવાનો ખૂબજ શોખ. વાંચનનું એટલું ઘેલુ કે આંખો નબળી પડી ગઈ છતાં તે શોખ વાંચી શક્યા ત્યાં સુધી ચાલુજ રાખ્યો. બીજો શોખ હતો રસોઈ બનાવવાનો. બાળી રસોઈ ખૂબજ સ્વદિષ્ટ બનાવતા. અવનવા વ્યંજનો, અથાણાં વેગેરે બનાવવા તેમને બહુજ ગમતા. એમના હાથની રસોઈનો સ્વાદ દાઢે ચોંટી જાય! સંગીત એમને બહુ પ્રિય. એમને ગાવુ બહુજ ગમતું અને સુંદર ગાયન કરતા. તેમને ઘણા શાસ્ત્રીય રાગ કંઠસ્થ હતા. ઘણી વખત કોઈ સારુ ગીત કાને પડે તો તરતજ કહેશે, “આ રાગ યમન છે”. તેમને ઘરેણા ડિઝાઈન કરવાની આગવી સૂઝ હતી. મારા માનવા પ્રમાણે એમણે તેમની ત્રણેય દિકરીઓ તેમજ બન્ને વહુઓના ઘરેણાની ડિઝાઇન તૈયાર કરેલી. ઘરે સોનીને બોલાવવો અને દરેક દાગીનાની ડિઝાઇન દોરીને તેને સમજાવવી અને તે પ્રમાણે દરેક અલંકાર તૈયાર કરાવવા. આજે પણ તેમની ડિઝાઇન કરેલા ઘરેણા કોઈ જુએ તો અચૂક વખાણ કરે.
આ સિવાય ભરત- ગૂંથણ, ગૃહ સુશોભન વિગેરે માં પણ એમને ઊંડો શોખ. ખરીદી કરવી પણ એટલીજ ગમે. સ્વચ્છતા માટેનો આગ્રહ એટલી હદેકે તેઓ જ્યારે શાક સુધારવા બેસે ત્યારે દરેક શાકને એટલી હદે ધોવે કે આખી જગ્યા પાણી પાણી થઈ જાય! પાણી માટે પણ તેમનો પ્રેમ અદભૂત હતો. થોડી થોડી વારે એમને હાથ પગ ભીના કરવાની ટેવ અને પછી એ ભીના હાથે આંખો પણ ભીની કરે! તેઓ જે કામ કરતા હોય તેમાં એટલા ઓતપ્રોત થઈ જતા કે કામ ઉત્તમ બની રહેતું.
હવે તો બસ સંભારણાજ રહ્યા છે. અનાયાસેજ માં તું વિચારોમાં પ્રવેશીને તારો પ્રેમ આપશ અને કાંઈ સમજાય એ પહેલાતો તું આસું સાથે નીકળી પણ જાશ. એમ થાય છે કે કેટલા બધા આંસુને બહાર આવવું છે પણ નીકળી શકે છે ફક્ત શ્વાસ .
-નીતુ
Family Tree of Muktaben Popatlalbhai Vagher
Maniben J Patel
Jivrambhai M Patel
Popatlalbhai Vagher
Kamal A Rathod
Usha N Chauhan
Kailasi C Makwana
Hasmukh P Vagher
Nitin P Vagher
Sanjla D Tank
Vinal M Rathod
Rupal R Rathod
Taral N Chauhan
Sumeet C Makwana
Salonee k Taunk
Shama V Vanpariya
Sampann H Vagher
Parimal R Chauhan
Amratben C Gohil
Kantaben D Jethva
Rasiklal J Patel
Suryakant J Patel
Pushpaben D Makwana
Amritlal V Rathod
Narendra R Chauhan
Chandrakant M Makwana
Kalpana H Vagher
Deepa N Vagher
Lakshmiben Vagher
Kunverjibhai Vagher
Achuben H Chawda
Diwaliben H Rathod
Savitriben H Rathod
Jayaben A Chawda
Lalitaben G Rathod
Triveniben R Patel
Kantaben S Patel
Bhavanjibhai S Jethwa
Chunilal S Gohil
Dhirajlal S Makwana
Videos of Muktaben Popatlalbhai Vagher
No videos
Post Condolences