Born
January 13th, 1917
Passed Away
May 21st, 1958
Popularly Known as
Bhai
Occupation
Business
Spouse
Muktaben
Religion
Hindu
Caste
-
Native
Kutchchha
Country
India
પિતા જ ધર્મ છે, પિતા જ સ્વર્ગ છે,
પિતા જ પરમ તપ છે, પિતૃભક્તિ સર્વે ભક્તિમાં શ્રેષ્ઠ છે.
પિતૃભક્તિ સર્વે દેવતાઓને પણ પ્રિય છે.
શાસ્ત્ર માં કહેવાયેલા આ વાક્યો નો અર્થ અમારા જીવનનો મર્મ છે.
સ્વર્ગની પ્રાપ્તિ ધર્મથી થાય છે, તપથી થાય છે.
પરંતુ અમારા માટે અમારી પિતૃભક્તિ જ સર્વે ભક્તિમાં શ્રેષ્ઠ છે.
Shradhanjali By
Kamal and Family
Usha and Family
Kailasi and Family
Hasmukh and Family
Nitin and Family
Biography of Popatlal Kunverjibhai Vagher
"પિતા"
માતાના પૂરક પિતા, બાળકો માટે છત્રછાયા એટલે પિતા;
માતા ખોળામાં બેસાડે મારા બાળકને કાંઈ થાય નહીંલ
પિતા ખંભે બેસાડે, બેટા ઉપર ચડ હું છું ને?
માતા જ્યાં ઘાસની મૂલાયમ ચાદર છે;
ત્યાં પિતા સ્થિર સ્તંભ જેવા 'વડલો' છે;
પિતા એટલે વડલો, હા પિત એટલે 'વડલો'
જેની શિતળ છાંયામાં બાળકો નિર્ભય થઈને ઝૂલે છે;
વડવાઈની મજબૂતાઈ સાથે તેઓ ઊંચા સપના સેવે છે;
" હું, બેઠો છું ને, તું મુંઝાઈશ નહીં"
અને ત્યારે થાય છે, વિશાળ વડલાનો અનુભવ;
જ્યાં માઁ ની મમતાનો અહેસાસ કોમળતાથી ભિંજવે છે;
ત્યાં પિતાનું વાત્સલ્ય જીવનમાં ટકી રહેવાનું શિખવે છે.
હું તો માત્ર ચાર વર્ષની વયેજ પિતાની ઓથ ગુમાવી બેઠેલો, એવા સંજોગોમાં એમના વિશે શું, કેટલું અને કેવું લખી શકું? મારા માનસ પટલ પર તો માત્ર બેજ ચિત્રો દેખાય છે. તે પણ સાવ ધૂંધળા! આમાનું પહેલુ ચિત્ર એ છે કે એક સવારે મારા માતા પિતા જેને બધા "ભાઈ" અથવા "ભઈ" ના લાડલા સંબોધનથી બોલાવતા, અમારા ઘરની બહાર ઓટલા પર ગાદી નાખીને બેઠા છે અને દાતણ કરે છે. હું તેમની આસપાસ રમતો હોઉ છું. ત્યાંજ મારી નજર ચોકમાં (આંગણામાં) આમ-તેમ દોડતા કબુતર પર જાય છે અને તરત તેની નકલ કરતા, ડોક હલાવતા, દોડતા દોડતા ભાઈને કહું છું "ભાઈ, ભાઈ કબુતર આમ દોડે છે."
બીજુ ચિત્ર પણ સવારનુંજ છે, હું મારી બહેન કૈલાશી તથા અન્ય સાથે (યાદ નથી) અમારી અગાશી પર બેઠો છું. અમારા ઘરમાં તથા ચોકમાં ઘણા માણસો ભેગા થયા છે. ઉપરથી હું જોઉ છું કે મારા બા ખૂબજ રડતા હોય છે અને ક્યાંક જાવાની કોશિષ કરતા હોય છે પણ આજુ-બાજુથી તેમને પકડી રાખેલા છે. હું મારી બહેનને પૂછુ છું "બધા બાળીને (અમે બાને વ્હાલથી "બાળી" કહીને બોલાવતા) ખેંચીને ક્યાં લઈ જાય છે? તેને કેમ રોવડાવે છે?" મારી બહેન મને શું જવાબ આપી સમજાવવાની કોશિષ કરે છે તે તો યાદ નથી પણ એ પ્રસંગ મારા પૂ. ભાઈના અવસાનનો હતો.
મારી પાસે આટલીજ મૂડી છે મારા પૂ.ભાઈના સંભારણાની. આ સિવાય સાંભળ્યુતો ઘણું છે કુટુંબીજનો, સગા-વ્હાલા, સબંધીઓ અને ખાસ કરીને અજાણ વ્યક્તિઓ દ્વવારા. આ બધું સાંભળી, જાણીને હું કેટલી ધન્યતા અનુભવું છું તે જણાવવું કઠીન છે, પણ મનોમન પ્રભુનો પાડ માનું છું કે આટલી પ્રભાવશાળી વ્યક્તિના પૂત્ર તરીકે મને જન્મ આપ્યો એજ મારા "અહોભાગ્ય".
અમારા ભાઈ મુઠ્ઠી ઉંચેરા માનવી હતાં તેમ ચોકકસપણે કહી શકાય. અમિરાત, શાલિનતા, અનુકંપા, કરૂણા જેવા અનેક ગુણ તેમનામાં કુદરતે આપેલા. તેમનો જીવનકાળ અલ્ય રહ્યો. પૂરા ૪૨ વર્ષ પણ જીવ્યા નહી! પણ જેટલું જીવ્યા, જીવી ગયા. જીવ્યા કરતા જોયુ ઘણું અને જોયા કરતા આપ્યુ ઘણું. દરિયા સમુ દિલ અને મરાલ જેવું મન. તેમની ઉચ્ચ જીવન- શૈલી પણ નિરાળી હતી. જેનો પ્રભાવ તેમના જીવન પર અંત સુધી રહ્યો. કુશળ કાર્ય-પધ્ધતિ અને ઉમદા વ્યવહાર હંમેશા તેમના જમા પાસા રહેલ. અંતમાં અશ્રુભેની આંખે તેમના ચરણ સ્પર્શ કરતા ધન્યતા અનુભવું છું.
Family Tree of Popatlal Kunverjibhai Vagher
Lakshmiben
Kunverjibhai
Muktaben
Kamal A Rathod
Usha N Rathod
Kailasi C Makwana
Hasmukh P Vagher
Nitin P Vagher
Sanjla D Tank
Vinal M Rathod
Rupal R Rathod
Taral N Chauhan
Sumeet C Makwana
Salonee k Taunk
Shama V Vanpariya
Sampann H Vagher
Parimal R Chauhan
Jayaben A Chawda
Divyaprabha H Rathod
Jayantilal K Vagher
Savitriben H Rathod
Dalpatram K Vagher
Lalitaben G Rathod
Amritlal V Rathod
Narendra R Chauhan
Chandrakant M Makwana
Kalpana H Vagher
Deepa N Vagher
Maniben J Patel
Jivrambhai M Patel
Hariram Chavwdaa
Harisingh Rathod
Harjivandas Rathod
Ambalal Chawda
Girdharlal Rathod
Rasiklal J Patel
Suryakant J Patel
Daya J Vagher
Bhagirathi D Vagher
Videos of Popatlal Kunverjibhai Vagher
No videos
Post a tribute & share memories
Fond Memories & Remembrance
Related Profiles
Post Condolences
Vivek Vyas
12 years ago