
Born
March 03rd, 1906
Passed Away
January 20th, 1976
Occupation
Principal (Virani High School)
Spouse
Diwaliben
Religion
Hindu
Native
Jamnagar
Country
India
Shradhanjali By
Varia Family
Biography of Rangildas Nathubhai Varia

વિરાણી હાઈસ્કુલનાં માજી આચાર્ય સદગત રંગીલદાસ વારીઆ કેળવણી ક્ષેત્રના અડીખમ ઉપાસક. અમદાવાદની ગુજરાત કોલેજમાં હોનર્સ સાથે બી, એસ. સી. થઇ ને ૧૯૨૮ કે ૧૯૨૯ માં કરાંચી પહોચ્યા અને ત્યાની એમ .બી દલાલ ની યુનિયન હાઈસ્કુલમાં શિક્ષક થયા. મસ્ત અને લેહરી સ્વભાવના અને ગણિત, વિજ્ઞાન અને ભૂગોળના વિષય પર અચ્છી પકડ ધરાવતા જુવાન વારીઆ આવતા વેંત જ લોકપ્રિય થયેલા અને વિદ્યાર્થીનો ચાહ મેળવી શક્યા.
એજ ચાહનાને પગલે એ ઉતરોતર ઉચ્ચતર સ્થાન મેળવતા રહ્યા અને ૧૯૪૦-૪૧માં યુનિયન હાઈસ્કુલના સહ આચાર્ય બનેલા.પછીતો ૧૯૪૨ માં બીજા વિશ્વયુદ્ધની ભયંકર ભીંસ આવતા કરાંચી ખાલી થયું, શાળાઓ બંધ થઇ, અને બીજી બાજુએ " હિન્દ છોડો"ની લડત શરુ થઇ. એ લડતમાં ભોમભીતર રહી પત્રિકા ચલાવતા શ્રી વારીઆનો આચાર્ય જયંત સાથે સંબંધ બંધાયો. પછી તો કરાંચી ફરી જેવું હતું એવું સભર થયું. ૧૯૪૩ માં દુર્ભાગ્યે યુનિયન હાઈસ્કુલ મોટા દેણામાં ડૂબી ગયેલી. કરાંચી ના લોહાણા મહાજને રૂ. ૪૦૦૦૦ નું દેવું ભરી દઈને શાળા સંભાળી અને એ સંજોગે આચાર્ય જયંત અને વારીઆ રંગીલદાસનો એચ. પી. કારિયા હાઈસ્કુલમાં આચાર્ય તરીકે સમાગમ થયો.
સહ આચાર્યનો સંસ્થાના અનુભવી સંચાલકોને કોઈ બીજી સસ્થાનો કપરો અનુભવ હતો. વારિઆ અને આચાર્ય નોબડી જુનિયર, નોબડી સિનિયર પ્રકારનો સંયુકત વ્યવહાર કેટલો ચાલશે તે સબંધ તેમને બન્નેને જાણનાર લોકો સાશંક હતાં. પરંતુ વિધિ નિર્માણ કાંઈક ન્યારૂ હતું. એમનો સહકાર હતો. શિક્ષણ, નિષ્ઠા, સંસ્થા ભક્તિ અને પ્રામાણિકતા ઉપર એ અખંડ ટકી રહ્યો. એમને જુદા પાડવાના પ્રયત્નો ઘણા થયા, પણ જેમ જેમ વર્ષો જતા રહ્યા તેમ તેમ તેમનો સહકાર સુદ્રઢ અને તેજસ્વી બનતો રહ્યો. કારીયા હાઇસ્કુલે એમનાં સંચાલન નીચે ઘણી પ્રગતિ સાધી અને ખોટમાં ચાલતી "યુનિયન હાઇસ્કુલ" એનાં કારીયા હાઇસ્કુલે એનાં નવા અવતારે પગભર બની અને વાલી વિદ્યાર્થીઓની માનીતી પણ બની પણ ત્યાં ભારતનાં ભાગતા પડ્યા અને ત્યાંથી લોકોએ ઉચાળા ભર્યા બીજી શાળાઓની જેમ કારીયા હાઇસ્કુલનું પણ વિસર્જન થયું અને આચાર્યનાં અંજળ રાજકોટમાં હશે એટલે હજુ તો હમણાંજ ઉગેલી બીજલેખા જેવી વિરાણી હાઇસ્કુલમાં એ બન્ને આચાર્ય પદે નિયક્ત થયાં. શાળા નાની બહુ નાની હતી પણ આ બન્નેનો તો નિર્ધાર હતો રહેવું તો સાથે જ રહેવું. સ્વ. દરબાર સાહેબ શ્રી ઢેબરભાઇ, શ્રી જેઠાલાલભાઇ જોષીએ કોઇ અંતઃ પ્રેરણાથી નિર્ણય કર્યો અને બન્નેને આચાર્ય પદે સ્થાપ્યા.
પછી તો બીજકળા જેવી વિરાણી હાઈસ્કુલની ખ્યાતી વધતીજ રહી. કરાંચીના સિંધી ગુજરાતી નિરાશ્રિતોને એમનાં સંતાનની કેળવણીની ચિંતા પછી ન રહી. એટલુંજ નહિ પણ રાજકોટ અને સૌરાષ્ટ્રનાં વિદ્યપ્રેમી માવતરોને વિરાણી હાઈસ્કુલનો નેડો લાગ્યો અને વિરાણી હાઇસ્કુલ માંજ ભણાવવાનો સંકલ્પ કરી એમને રાજકોટમાં છાત્રાલયોમાં મુકવા લાગ્યા. લોકોમાં વિરાણી હાઇસ્કુલની શિસ્તનો અને આચાર્યની સુસંવાદી સેવાઓનાં પરિણામો ઉત્તરોત્તર ઉચ્ચતર આવવા લાગ્યા. અને જોતજોતામાં ૧૯૫૬ માં શાળા વિવિધલક્ષી બની.
એક ઘડવૈયા ની વિદાય
રાજકોટ શહેરના અનેક વાલીઓમાં છેલ્લા અઢી દાયકાથી શિક્ષણકાર તરીકે જાણીતી બનેલી "આચાર્ય અને વારિઆ" ની બેલડી મંગંળવાર તા. ૨૦મી જાન્યુઆરીને સાંજે ખંડિત થઈ ત્યારે સૌરાષ્ટ્રના શિક્ષણ ક્ષેત્રે એક મૂલ્યવાન આભૂષણ ગુમાવ્યુ.; ૭૦ વર્ષની વયે, હદયરોગના હુમલાએ શ્રી રંગીલદાસ વારિઆનો જીવનદિપ ઓલવી નાખ્યો ત્યારે તેઓ સુખરૂપ અમેરીકા પહોંચેલા તેમના બીજા પુત્રની પહોંચના સંતોષનો ઓડકાર ખાતા હતા; કરાંચીથી સ્થળાંતર કરીને આચાર્ય જયંત અને રંગીલદાસ વારિઆએ ૨૭ વર્ષ પહેલા રાજકોટમાં મુકામ કર્યો ત્યારે તેમના ભાગ્યમાં સૌરાષ્ટ્રની પ્રથમ કક્ષાની શાળાના ઘળતરની યશકલગી લખાઈ હશે તેવી ભાગ્યેજ કલ્પના હતી.
શ્રી ઢેબરભાઈએ ૧૫૦ વિદ્યાર્થીઓની સંખ્યાથી શરૂ કરાવેલ વિરાણી હાઈસ્કુલ આજે ૨૯૦૦ ની વિદ્યાર્થી સંખ્યા ધરાવે છે. આ વિવિધલક્ષી શાળામાંથી તૈયાર થયેલ ૨૫૦ જેટલા ઇજનેરો માંથી ૧૦૦ જેટલા દેશ પરદેશમાં ભણે છે. ગુજરાતની ૨૮૦૦ જેટલે માધ્યમિક શાળાઓ માંથી કેમીકલ ટેકનોલોજીનાં શિક્ષણની સગવડ ધરાવતી દસેક શાળાઓમાં વિરાણી વિનય મંદિરનો સમાવેશ થાય છે. દર વર્ષે ૭૦ થી ૭૫ ટકા જેટલું એનું પરિણામ આવે છે. પોતાનું સંતાન વિરાણી વિનય મંદિરમાં ભણે છે એવું કહેતા માબાપનો ચહેરો ગૌરવ અનુભવે છે. જીવનમાં અન્ય ક્ષત્રે તક હોવા છતાં સદગતે સ્વેચ્છાએ શિક્ષણનું વ્રત સ્વિકાર્યું હતું એ તેમની વિશેષતા હતી
આવી સંસ્થામાં અને તે દ્વારા તૈયાર થયેલા હજારો વિદ્યાર્થીઓનાં ઘડતરમાં, રાત-દિવસ અવિશ્રાંત મહેનત કરનાર વ્યક્તિને ઘડવૈયા તરીકે જ ઓળખી શકાય. શ્રી આચાર્ય અને વારિઆ બન્નેએ ૨૭ વર્ષ લાંબી સેવા કરીને નિવૃતિ લીધી હતી છતાં સમાજને તેમણે કરેલુ પ્રદાન ભૂલી શકાય તેમ નથી. રાજકારણ અને સંપત્તિનું આજના સમાજ પર પ્રભુત્વ છે ત્યારે આવા ઘડવૈયાઓને યોગ્ય સલામી આપવાના પ્રસંગો ઓછા જોવા મળે છે. શિક્ષકો, અધ્યાપકો અને પ્રધ્યાપકોનાં પગાર ધોરણમાં સુધારો તો તાજેતરનાં વર્ષોમાં થયો, એ પહેલા શિક્ષક માટે "પંતુજીઃ જેવા તુ્ચ્છકાર ભર્યા શબ્દનો ઉપયોગ થતો હતો, તેમ છતાં ભૂતકાળનાં વ્રતધારી શિક્ષકો, વિદ્યાર્થીઓમાં જે માન અને ભક્તિની લાગણી ધરાવતા હતાં તે આજે લગભગ લૂપ્ત થઈ ગઈ છે. સ્વ. શ્રી વારિઆ જૂના યગનાં શિક્ષક હતાં, વ્યાયામવીર હતા અને વહિવટકર્તા પણ હતાં પ્રભુ સદગતનાં આત્માને શાંતિ અર્પે એવી અભ્યર્થના.
ફૂલછાબ, ૨૨ જાન્યુઆરી, ૧૯૭૬
વિરાણી હાઈસ્કુલનાં ભૂતપૂર્વ આચાર્ય શ્રી રંગીલદાસ વારિઆ
રાજકોટ, વિરાણી હાઇસ્કુલનાં ભૂતપુર્વ આચાર્ય સ્વ. શ્રી રંગીલદાસ વારિઆ કરાંચીમાં પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. પોતાના વિષયો પરની સારી પકડને કારણે તેઓ વિદ્યાર્થીઓમાં પ્રિય થઈ ગયા હતા. શ્રી જયંતભાઇ આચાર્ય અને શ્રી રંગીલદાસ વારીઆ કરાંચીની કારીયા હાઈસ્કુલમાં સહ આચાર્ય તરીકે કામ કરતા. ’કોઈ સીનીયર નહીં કે કોઈ જુનિયર નહીં” એ સિધ્ધાંતથી બન્ને કામ કરતા હતા. બે વ્યકિતઓ લાંબા સમય સુધી એકજ હોદ્દા પર લાંબા સમય સુધી કામ ન કરી શકે એવી માન્યતા હતી. મનદુ:ખ થવાની માન્યતા પણ બન્નેએ ખોટી પાડી અને હાઈસ્કુલને બહુ સારી કક્ષાએ મુકી દીધી. પણ ત્યાં ભારતનાં ભાગલા થયા અને હિંદુઅઓ એ કરાંચી છોડવું પડ્યુ.
શ્રી આચાર્ય અને શ્રી વારિયા રાજકોટ આવ્યા અને અહીં નવી શરૂ થયેલી વિરાણી હાઈસ્કુલમાં આચાર્ય પદે નિયુક્ત થયા, તેમણે વિરાણી હાઈસ્કુલની પ્રતિષ્ઠા ભારે જમાવી અને પરિણામો ઉત્તરોત્તર ઉચ્ચ્ત્તર આવવા લાગ્યાં ૧૯૫૬ માં શાળા વિવિધલક્ષી બની.
શ્રી વારીયા વિજ્ઞાન, ગણિત, ભૂગોળ, અંગ્રેજીનાં કુશળ અધ્યાપક, એમનાં વિષયનાં પરિણામોમાં પ્રથમ વર્ગ મેળવનારા ઘણાં હોય, શ્રી વારિઆ રમત ગમત ક્ષેત્રે પણ્સર્વતોમુખી સૂઝ ધરાવતા હતા. દશેક વર્ષ સુધી રાજકોટ જીલ્લા સ્પોર્ટસનું સંચાલન જીલ્લા શિક્ષણાકારી સાથે તેમણે કર્યુ હ્તું અને પચ્ચીસ વર્ષ વિરાણી હાઈસ્કુલને પોતાની સેવાઓ અર્પી હાઈસ્કુલને સમૃધ્ધ બનાવવામાં ફાળો આપી તેમણે ચિર વિદાય લીધી છે.
Family Tree of Rangildas Nathubhai Varia


Chhabal Baa

Nathubhai Muljibhai Varia

Diwaliben

Kishor bhai

Dr. Mahendrabhai

Mrudulaben Navinbhai Doshi

Late Induben Vasa

Manishaben Kishorbhai Mazni

Jigar Kishorbhai Varia

Renuben Jagdishbhai Mehta

Anandbhai Navinbhai Doshi

Navinbhai Doshi

Ratilal Vasa

Mangalaben Kishorbhai Varia

Dr. Chandraben Varia

Late Laljibhai Vora
Videos of Rangildas Nathubhai Varia
No videos
Post a tribute & share memories
Fond Memories & Remembrance
Related Profiles
Post Condolences
Ram naryan singh
6 years ago