 
        Born
June 29th, 1938
Passed Away
September 16th, 2000
Popularly Known as
Narayan Swami
Occupation
Saint
Spouse
Nathuba
Religion
Hindu
Caste
Gadhavi
Native
Ankadiya (Dhasa)
Country
India
Shradhanjali By
Hareshbhai Gadhvi & Family
Biography of Shaktidan Mahidan Langavadra
 
                           જય નારાયણ
 પ.પુ. સંતશ્રી નારાયણનંદ સરસ્વતીજીનું જીવન દર્શન
સૌરાષ્ટ્રના ઢસા તાલુકામાં આવેલું દેરડી ગામમાં ઝાપામાં વાવને કાંઠે માતાજી આઈ જાનબાઈમાં ની દેરી છે. ઢસાથી નજીક આંકડીયા ગામમાં માતાજી આઈ જાનબાઈની દશમી પેઢીએ શ્રી મહીદાનજી લાંગાવદરાનો જન્મ થયો શ્રી મહિદાનજી ને ભજન, છંદ, દુહા બોલવાનો શોખ હતો. તેમના પત્ની શ્રી જીવુબાબેન ખુબ જ પવિત્ર આત્મા છે. દેરક કાર્ય ભગવત કિર્તન સાથે પોતાના હાથે કરતા, ગામમાં આવતા સંત સાધુઓ પ્રત્યે જીવુબામાંને અનોખો ભક્તિ ભાવ હતો.
આવા પવિત્ર હૃદયી પુણ્યાત્માઓને ત્યાં સં. ૧૯૯૪ નાં અષાઢ સુદ-બીજ તા. ૨૯-૬-૧૯૩૮ નાં એક તેજસ્વી બાળકનો જન્મ થયો. તેનું નામ શક્તિદાન રાખવામાં આવ્યું. પૂર્વ જન્મમાં કરેલા સુક્ર્મનો વારસો અને આ જન્મના પુણ્યશાળી માં-બાપના આચરણથી બાળક શક્તિદાનની શક્તિને પ્રેરક બન્યા.
બાળક શક્તીદાનનું થોડું નાનપણ સૌરાષ્ટ્રના ચિતલ પાસે ભેલા ભીલડી ગામમાં પસાર થયું. શક્તિદાનજીએ બે ગુજરાતી સુધી અભ્યાસ કર્યો. ત્યારથી જ તેઓને સંત સમાગમ ખુબ જ ગમતો. ઢસા પાસે ગુંદાળા ગામથી ૩-૪ માઈલ દુર આવેલ જંગલમાં રાસવદરમાં હનુમાનજીનું મંદિર છે. ત્યાં તે વખતે દિગંબર સાધુ મહાત્મા બાલાનંદજી બ્રહ્મચારી બહેતા તેમનું તપ અજોડ હતું. બ્રહ્મચારીજી એક જ વખત દૂધ અને બટાટા ની ભાજી લેતા. તે વખતે વખતે બાળ શક્તિદાનની ઉમર ૮ વર્ષની હતી. તેઓ દરરોજ માં પાસેથી દૂધ લઇ મહાત્મા પાસે આશ્રમે જતા. બ્રહ્મચારીજી પાસે બાળક શક્તિદાન દરરોજ ભજન છંદ બોલતા તેથી તેમને આનંદ આવતો, શક્તિદાનને ૪,૫ વર્ષ સુધી ત્યાં જવાનું ચાલુ રાખ્યું.
આ સમય દરમ્યાન આઈ જાનબાઈમાંની દેરીમાં જ દેર્સીના નાથા ભગતે નર નારાયણની મૂર્તિ પ્રતિષ્ઠા કરાવવા મહોત્સવ કર્યો. આ વખતે અનેક સંત સાધુઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સરધારના મહાન સંત શ્રી હરીહરાનંદજી બાપુને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ઈ.સ. ૧૯૪૯ નાં જુન મહિનામાં શક્તિદાનજી ને સંત શ્રી હરિહરાનંદજી નાં દર્શન થયા. પહેલા જ દર્શનમાં જુની ઓળખાણ કે સબંધ હોય એવો અરસ પરસ ભાવ થયો. ગુરુજીના ચરણોમાં નમસ્કાર કર્યો. સંત શ્રી રામદાસબાપુએ શક્તિદાનજીનો પરિચય કરાવ્યો, અને કહ્યું. “આ છોકરો ભજન બહુ સારા બોલે છે.” તે વખતે સાધુ સંતો અને અન્યજનો વચ્ચે શક્તિદાનજી ચાર ભજન બોલ્યા/
સરધાર ગામની બહાર હરિહરા આશ્રમ આવેલ છે. તેમાં ધારેશ્વર મહાદેવનું તેમજ કાશી વિશ્વનાથ મંદિર અને સન્યાસાશ્રમ છે. સંત શ્રી હરિહરાનંદજી ની તપસ્યા અને સાધના અપ્રતિમ હતી. દશ વર્ષ સુધી તેઓએ માત્ર લીંમડાનાં પાદડાનો રસ અને છાસ પી સાધના કરી. ત્યાર બાદ તેઓ હમેશા થોડી ખીચડી અને બટેટાની ભાજી લેતા. સંત શ્રી હરિહરાનંદજીના આમંત્રણથી શક્તિદાનજી સરધાર ગયા. ત્યાનું વાતાવરણ સંત સમાગમશક્તિદાનજી ને બહુ ગમી ગયું. તે વખતે તેમની ઉંમર ૧૫ વર્ષની હતી. દરરોજ આશ્રમમાં સંતવાણી થાય. ત્યાં તેઓ ૧૫ દિવસ રોકાણા. એમને જવાની ઈચ્છા નહોતી પણ માં અને બાપુજીના આગ્રહથી જવું પડ્યું.
શ્રી હરિહરાનંદજી બાપુનું જન્મ સ્થળ હલેન્ડા તે સરધારથી ૬ માઈલ દુર આવેલ છે. હલેન્દાના આહિરો બાપુના મહાન સેવકો ખાસ તો મેણંદ જાદુ તેમની સતત સેવામાં હતાં. સંત શ્રી હરિહરાનંદજી બાપુ મહાદેવ-બીજ થી મહાવદ અગીયાર સુધી જુનાગઢથી સનાતન ધર્મશાળામાં શિવપુરાણ બેસાડતાં. બાપુના આગ્રહથી શક્તિદાનજી શિવપુરાણ અને સંતવાણીમાં હાજર રહેતા.
શક્તિદાનજી જ્યારે હરીહરાનંદજી બાપુના આશ્રમમાં હતાં. ત્યારે બાપુ તેમને કહેતા કે તારા બાપુની ઈચ્છા છે. માટે હવું તું લગ્ન કરી નાખ. બાપુના અતિ આગ્રહને વશ થઇ તેમણે સને ૧૯૬૨ માં સુયોગ્ય, ધર્માભિમુખ કેળવણી પામેલા નાથુબા બેન સાથે લગ્ન થયા. જોગમાયા સમા એમના માતાજી જીવુબાબેન અને પિતા મહીદાનજીને અતિ આનંદ થયો. સમય વીતતા શક્તિદાનજી ને ત્યાં ચંદનબાબેન નામે પુત્રી અને હરેશભાઈ તેમજ હિતેશભાઈ નામે બે પુત્રોનો જન્મ થયો.
શક્તીદાનજી ભજન તો બોલતા પણ હાર્મોનિયમ અને તબલા કોઈ બીજા વગાડતા ગુંદાળામાં જીવણ બીજલ રબારી રહેતા. એ ઘણાં સારા ભજન બોલતાં. તેઓ સુરદાસ પણ હતાં. તેમણે શક્તીદાનને “જાગો જલારામ વીરપુર નિવાસી” એ પેટી માથે શીખડાવ્યું.
ત્યારબાદ સુરદાસજીનું હાર્મોનિયમ પોતાના ઘરે લઈ જતા અને આપ મેળે શીખતા. એક વખત હરિહરાનંદજીએ શક્તિદાનજીને કહેલું “ જો તારી શક્તિ ખુબ ખીલશે” ત્યારબાદ માં શારદાની કૃપાથી પ્રેરણા મળી ગઈ. અને પછી તો જાહેર ભજન માટે આમંત્રણ મળવા લાગ્યા.
શ્રી હરિહરાનંદજી બાપુ પાસે કેટલાક એવી વાતો કરવા લાગ્યા કે શક્તિદાન ડાયરા કરે છે. ભજનના કાર્યક્રમ રાખે છે. ઘણું કમાય છે. આવી વાતો સાંભળતા શક્તિદાનજીને ઘણું દુ:ખ થાય અને કહેવું પડે એનાથી પહેલા જ શક્તિદાનજીએ બાપુને કહ્યુ “બાપુ હું હલેન્ડા છોડવા ઈચ્છું છું. મને રજા આપો એવી મારી વિનંતી છે. હરિહરાનંદજીએ સરધારાવાળા વીરચંદ સોનીને ભલામણ કરી સરધારમાં ઓરડી ભાડે અપાવી.
ત્યારબાદ તેઓ રાજકોટ આવી વસ્યા. ૧૯૬૨ માં સુનભાની ગાડીમાં ડ્રાઈવિંગ શીખી લાયસન્સ કઢાવ્યું. તેઓ પટેલ ફીલ્ડ માર્શલની ગાડી ચલાવતા. ત્યારે અમુક સમય સુધી શક્તિદાનજી હરિહરાનંદજી પાસે ગયા નહોતા.
રાજકોટ નિવાસી સોઢા શેઠ ભજનના બહુ પ્રેમી તેમના પત્ની ધનલક્ષ્મીબેને સમાચાર આપ્યા કે “પુ. હરિહરાનંદજી બાપુ આજે દેવ થયા.” આ સાંભળતા જ શક્તિદાનજી ને ભયંકર આચકો લાગ્યો. તે તરત જ હલેન્ડા ગયા. બાપુના દર્શન કર્યા. તે વખતે વિચાર આવ્યો. “ આવો પુરૂષોને પણ જવું પડે છે. આપણે શું હિસાબમાં” ?
હરિહરાનંદજીનાં દેવ થયા પછી શક્તિદાનજીની તબીયત લથડવા લાગી હરિહરાનંદજી બાપુ શક્તિદાનજી ને કહેતા “ નારાયણ સાધુ થઇ જા ભગવા પહેરી લે” ત્યારે શક્તિદાનજી કહેતા “મારામાં કમાવાની ત્રેવડ છે,” અને ખરેખર ગુરુબાપુના દેવ થયા પછી શક્તિદાનજીને વૈરાગ્ય લાગ્યો. ગુરુ બાપુના દેવ થયા પછી શક્તિદાનજી ને મેલેરીયા તાવ આવ્યો, અને તેમાંથી ટાઈફોઈડ શરૂ થયો. અ બીમારી અઢી મહિના ચાલી. તાવ ઉતર્યા પછી શક્તિદાનજી એક મહિના સુધી રોયાજ કરતા. ભગવાનનાં ફોટા સામું જુએ અને રૂએ, ત્યારબાદ કુટુંબના સભ્યોને સમજાવે કે, હવે હું કૌટુંબીક જીવનાન જીવીશ તો જીવી શકીશ નહિ, માટે મને સાધુ થવાની રજા આપો, તમે સૌ જાણો છો, મારી બીમારી જીવણલેણ હતી. તે વખતે મેં નિર્ણય કર્યોકે, આ બીમારીમાંથી બચી જાઉં તો સાંસારિક બધી વસ્તુઓ છોડી સાધુ થઇ જઈશ. આવી રીતે કુટુંબના સભ્યો પાસેથી રજા લીધી.
કુટુંબના સભ્યોની રજા લીધા બાદ તેઓ હરિહરાનંદજીનાં શિષ્ય રામેશ્વરાનંદજી પાસે ગયા અને કહ્યું “મને હરિહરાનંદજીબાપુના ગુરુપદ નીચે સમાધી પાસે દિક્ષા અપાવો”.
પણ આ પ્રમાણે દિક્ષા લેવાદાવાની રામેશ્વરાનંદજીએ નાં પાડી. તેમને વિચાર હતો કે, “શક્તિદાનજી મારી પાસે દિક્ષા લઈ મારા શિષ્ય થાય” પણ આ શક્તિદાનજી જરાપણ ગમે તેમ ના હતું.
સને. ૧૯૬૯ માં સંત શ્રી હરિહરાનંદજી બાપુની સમાધી પાસે મનોમન દિક્ષાગ્રહણ કરી “સ્વામી નારાયણ નંદ” એવું નામ ધારણ કર્યું. રાજકોટમાં મોવડી રોડ પર ફુલીયા હનુમાનજી પાસે હરિહરાનંદજી નાં ગુરુભાઈ બટુક સ્વામી રહેતા. એ દેવ થયા ત્યાર પછી હરિહરાનંદજી બાપુના શિષ્ય મુક્તાનંદજી જગ્યા સંભાળતા, ત્યાંથી પૂ. નારાયણ બાપુ પર બવાળા હનુમાનજી ની જગ્યાએ આવ્યા. જ્યાં આશ્રમ સ્થાપ્યો. એક વર્ષ રહ્યા ત્યાં લીલાખાવાળા બાપુ પાસે આવતા. ત્યારબાદ એ આશ્રમ સીતારામ મહાત્માને સુપ્રત કર્યો.
લીલાખાના ગ્રામજનોના આગ્રહથી અને ગામના મુખ્ય આગેવાન શ્રી સામતભાઈએ નદી કિનારે સુંદર સ્થળ આશ્રમ માટે પસંદ કર્યું. આ સ્થળે બે વર્ષ સુધી આશ્રમ ચલાવ્યો. લીલાખામાં ગ્રામજનોએ નારાયણબાપુના નામથી કેળવણી ટ્રસ્ટ સ્થાપ્યું હતું. આ લીલાખાનું આશ્રમ તેમણે હાઇસ્કુલ બનાવવા માટે નારાયણ કેળવણી મંડળ ટ્રસ્ટને ભેટ આપી દીધું.
સને ૧૯૭૦ માં નારાયણ બાપુએ લીલાખામાં ઉગ્ર તપશ્વર્યા આરંભી તેઓ આખો દિવસ ઉભા રહેતા અને એક જ વખત બટેટાની ભાજી લેતા. અને રાતના સંતવાણી ગાતા. શ્રી નારાયણબાપુ સામતભાઈનાં અતિ આગ્રહથી માતાજી સોનબાઈમાના દર્શને ગયા, સામતભાઈ એ માતાજી સોનબાઈમાને ખાનગીમાં નારાયણ બાપુના ઉપવાસ વિષે કહી દીધું હતું. જમવાના સમય પહેલા પુ. સોનબાઈમાએ નારાયણબાપુને કહ્યું “હિંદુ ધર્મ પ્રમાણે માનવે ચાર ઋણ અદા કરવાના હોય છે. તમે મને માં કહો છો ચાર ઋણોમાં માતૃ ઋણ પણ છે, તે અદા કરવા તૈયાર થાઓ તો કહું”. નારાયણ બાપુએ પુ. આઈ માં ને કહ્યું, હું ઋણ અદા કરવા તૈયાર છું. પૂ. આઈ માં એ ફરીથી વચન લીધા પછી કહ્યું, આજથી તમારી માની ઝુંપડીએ ઉપવાસના પારણા કરવાના છે “પૂ. આએ શ્રી સોનાલમાં નો આદેશ વચન બધ્ધ થઇ સ્વીકારવો પડ્યો. આ વખતે નારાયણબાપુએ લીલાખા આશ્રમમાં પધારવા વિનંતી કરી. જેનો પૂ. માં એ સ્વીકાર કર્યો.
ત્યારબાદ અમુક સમય પછી લીલાખા આશ્રમ છોડી પુ. નારાયણ બાપુને માંડવી ચપ્લેશ્વર મહાદેવનાં ટ્રસ્ટે મંદિર અને આજુબાજુ મંદિરની માલિકીની જમીન અર્પણ કરી નારાયણ બાપુએ અહી આશ્રમની સ્થાપના કરી ત્યારબાદ સને.૧૯૭૬ માં નારાયણ બાપુએ બિદડામાં આશ્રમ સ્થાપ્યો. તેનો વિકાસ કરી એક વર્ષ પછી તે આશ્રમ ગામને સુપ્રત કર્યો.
હરિદ્વારમાં માયાપુર ગણેશધાટ પાસે શ્રી નિરંજન અખાડા છે. ત્યાના સ્વામીશ્રી ઈશ્વરભારતીજી એ નારાયણબાપુને સ્વામીશ્રી નારાયણનંદ સરસ્વતી નામાભીદાન આપી ભગવા ધારણ કરાવ્યા. આ દિક્ષા મહોત્સવ વખતે મુંબઈવાળા શેઠ ફુલચંદભાઈ કોઠારી, હરી ભગત અને પ્રેમજીબાઈ રૂપારેલ હરિદ્વાર આવ્યા હતાં. સને ૧૯૭૮ માં પૂ. નારાયણ સ્વામીએ જુનાગઢમાં આશ્રમ સ્થાપ્યો. ત્યાં શિવરાત્રી ના પંદર દિવસ સંતવાણી અને હરિહરનો કાર્યક્રમ રાખવામાં આવે છે.
પૂ. નારાયણ સ્વામીજીએ સંતવાણી યોજાય જે ભેટ મળે તેમાંથી આશ્રમ ખર્ચ અને અન્ન્ક્ષેત્ર ચલાવતા તેમાંથી બચત કરી ચપ્લેશ્વર મહાદેવનું વિશાળ મંદિર બંધાવ્યું અને તા. ૬-૫-૧૯૮૪ નાં રોજ ત્યાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. ત્યારબાદ ભારતમાં તેમજ દેશ-વિદેશમાં ભજન સંતવાણી નાં કાર્યક્રમો યોજી ખુબજ લોકચાહના મેળવી. અને ૧૯૮૬ નાં ડીસેમ્બર માસમાં પૂ. મોરારીબાપુની ભવ્ય રામકથાનું આયોજન કર્યું. ત્યારે પુ. બાપુ પાસે ફક્ત રૂ.૧૦,૦૦૦/- ની મૂડી હતી, અને આ ભવ્ય કથાના આયોજન માટે ફંડ એકત્રીત કરીને આ કથાનું આયોજન કર્યું આ કથામાં રોજના પચ્ચીસ હજાર લોકોની ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી, અને પૂ. બાપુ રોજ રાત્રે ભજન કરતા હતાં ત્યારબાદ આ કથામાંથી જે કઈ પણ બચત થઇ તેમાંથી આશ્રમનું નવનિર્માણ કર્યું અને અમુક સમય જતા પુ. બાપુની તબિયત અવારનવાર બગડતી હતી. ત્યારે બાપુએ વિચાર કર્યો કે , “ હવે મારે આ આશ્રમ મારા શિષ્ય પ્રદીપાનંદ સરસ્વતીને સોપી દેવો જોઈએ. એક દિવસ આ આશ્રમ આયોજન કરી પ્રદીપાનંદ સરસ્વતીને ગાદીપતિ બનાવ્યા. ત્યારબાદ ટૂંકાગાળામાંજ તો ૧૫-૯-૨૦૦૦ ની રાત્રે પૂ. નારાયણ બાપુ બ્રહ્મલીન થયા અને આ દુનિયાને છેલ્લા જય નારાયણ “ કરી ગયા. સવારે ખબર પડતાની સાથે જ બધા લોકો આશ્રમે દોડી આવ્યા હતાં પ.પૂ. સંતશ્રી મોરારીબાપુ પણ નારાયણ બાપુને અંજલી આપવા ઉપસ્થિત રહ્યા હતાં.
શ્રી પ્રદીપાનંદ સરસ્વતીજીએ પૂ. બાપુના બ્રહ્મલીન થયા પછી ખુબજ સારી રીતે આશ્રમનું સંચાલન કર્યું. ત્યારબાદ ટૂંકાગાળા દરમ્યાન પ્રદીપાનંદ સરસ્વતીજી પણ બીમારીના કારણે બ્રહ્મલીન થયા. પ્રદીપાનંદ સરસ્વતીજીના બ્રહ્મલીન થયા પછી આશ્રમનું સંચાલન સંભાળી શકે તેવા કોઈ સાધુ ન હોવાથી આશ્રમ પૂ. સંતશ્રી બ્રહ્માનંદ ભારતી બાપુનો પરિચય થતાં ટ્રસ્ટીઓએ નિર્ણય કરી પૂ. શ્રી બ્રહ્માનંદ બાપુને આશ્રમ સંભાળવા વિનંતી કરી. આગ્રહ ને વશ થઈ ને પુ. શ્રી બ્રહ્માનંદ બાપુએ આશ્રમ નું સંચાલન સંભાળ્યું અને ટ્રસ્ટશ્રીઓએ તેમને ગાદીપતિ બનાવ્યા. પુ. શ્રી બ્રહ્માનંદ બાપુએ પોતાના સ્વ. ખર્ચે આશ્રમનું તેમજ ગૌશાળા નું નવનિર્માણ કરી પુ. નારાયણ બાપુની ઉપસ્થિતિનો સૌને અહેસાસ કરાવ્યો અને અત્યારે હાલ આશ્રમમાં ગૌશાળા તથા અન્નક્ષેત્રનું સંચાલન પુ. બ્રહ્માનંદ ભારતી ગુરૂ શ્રી પ્રેમભારતી બાપુ (ઘાટવડ) સંભાળી રહ્યા છે.
આવી જ રીતે જુનાગઢ આશ્રમ બાપુના બ્રહ્મલીન થયા પછી પોતાના સ્વખર્ચે મકાનનું બાંધકામ ધૂણાનું કામકાજ અને જુનાગઢ આશ્રમ જંગલખાતા ની હેરાનગતિ અને મુશ્કેલી વેઠીને પણ એક ગુરુની ઈચ્છા પૂરી કરવા અને જુનાગઢ આશ્રમ ફરી જીવંત કરવામાં ચારણનું ખોળિયું ધરી માં નવલબા એ મહત્વનું યોગદાન આપ્યું છે. અને જુનાગઢ આશ્રમ સંભાળી રહ્યા છે.
Family Tree of Shaktidan Mahidan Langavadra
 
     
    Jivubama
 
    Mahidanbapu
 
    Nathuba
 
    Hareshbhai
 
    Hiteshbhai
 
    Chandanben Vishaldan Asaniya
 
    Yuvraj Hareshbhai
 
    Kavyadan Hareshbhai
 
    Harshvardhan Hiteshbhai
 
    Sunil Vishalbhai Asaniya
 
    Parth Vishalbhai Asaniya
 
    Sonaben Bhagubhai Suru
 
    Ramaben Nankubhai Gorviyna
 
    Late Janubaben Suru
 
    Vishalbhai Jivabhai Asaniya
 
    Bhavnaben Hareshbhai Langavadra
 
    Parulben Hiteshbhai Langavadra
 
    Kalbai Ben Nara
 
    Dalujibhai NAthubhai Nara
 
    Bhagubhai Becharbhai Suru
 
    Babubhai Becharbhai Suru
 
    Nankubhai Rambhai Gorviyana
Post a tribute & share memories
Fond Memories & Remembrance
Related Profiles
Post Condolences
 
                         
                         
                         Profile Home
Profile Home Biography
Biography Family
                            Tree
Family
                            Tree Photo
                            Album
Photo
                            Album Video
Video
















 
                             
                                     
                                     
                                     
                             
                             
                             
                             
                             
                             
                             
                             
                             
                             
                             
                             
                             
                             
                             
                             
             
             
             
             
             
             
             
             
             
            
prem
11 years ago
આજે તા.૨૯-૦૬-૧૯૩૮, અષાઢ સુદ બીજનાં રોજ વિશ્વ વંદનીય સદ્ગુરુ શ્રી નારાયણ સ્વામી નો જન્મ થયો હતો
મારા ગુરુ પ્રાતઃ સ્મરણીય પરમ પૂજ્ય પ.પુ. શ્રી નારાયણનંદ સ્વામીજી મહારાજના ચરમ કમળમાં મારા દંડવત પ્રણામ કરું છું.
આજે તા.૨૯-૦૬-૧૯૩૮, અષાઢ સુદ બીજનાં રોજ વિશ્વ વંદનીય સદ્ગુરુ શ્રી નારાયણ સ્વામી નો જન્મ થયો હતો
મારા ગુરુ પ્રાતઃ સ્મરણીય પરમ પૂજ્ય પ.પુ. શ્રી નારાયણનંદ સ્વામીજી મહારાજના ચરમ કમળમાં મારા દંડવત પ્રણામ કરું છું.
prem
11 years ago
મહાત્માં ઉદય ભયો
દિન વિશેષ ૨૯ જુન
તા.૨૯-૦૬-૧૯૩૮, અષાઢ સુદ બીજનાં રોજ વિશ્વ વંદનીય સદ્ગુરુ શ્રી નારાયણ સ્વામી નો જન્મ થયો હતો.
મહાત્માં ઉદય ભયો
દિન વિશેષ ૨૯ જુન
તા.૨૯-૦૬-૧૯૩૮, અષાઢ સુદ બીજનાં રોજ વિશ્વ વંદનીય સદ્ગુરુ શ્રી નારાયણ સ્વામી નો જન્મ થયો હતો.
prem
11 years ago
બ્રહ્મલીન ભજન સમ્રાટ પૂજ્ય નારાયણ સ્વામી
પ્રાગટયતા.૨૯-૬-૧૯૩૮ કૈલાસવાસી તા.૧૫-૯-૨૦૦૦
પૂ. નારાયણ સ્વામીનું બાળપણનું નામ શક્તિદાન ગઢવી હતું, તેઓને નાનપણથી જ સાધુ-સંતોના સંગમાં રહેવું ગમતું...સાધુ-સંતોની સેવા કરતા...તેઓ સરધારમાં આવેલ સંત શ્રી હરીહરાનંદ બાપુના આશ્રમમાં રહી સંતવાણીની આરાધના કરતા, પૂ. બાપુએ ઇ.સ. ૧૯૬૯માં દિક્ષા લઇ “સ્વામી નારાયણનંદ સરસ્વતી“ નામ ધારણ કર્યુ... ત્યારબાદ પૂ. બાપુએ ગોંડલ પાસેના લીલાખા, રાજકોટ અને બિદડામાં વસવાટ કરી, અલખની આરાધના કરી ... ઇ.સ.૧૯૭૪મા પૂ. બાપુએ કચ્છમાં માંડવી ખાતે ચપલેશ્વર આશ્રમની સ્થાપના કરી...
પૂ. બાપુ દર વર્ષે મહાશિવારાત્રી ઉપર જુનાગઢ-ભવનાથમાં આવેલ તેમના આશ્રમ ખાતે ભજન અને ભોજનની આહલેક જગાવતા....પૂ.બાપુને સાંભળવા જનમેદની ઉમટી પડતી ...
પૂ. બાપુએ દેશ-વિદેશમાં સંતવાણીના કાર્યક્રમો કરી, જે અલૌકિક સંતવાણીની અનુભુતિ કરાવી તેને લોકો આજે પણ ભૂલી શકતા નથી... પૂ. બાપુની વાણીમાં કંઇક દૈવી શક્તિ હતી કે સાંભળનારા આસપાસની દુનિયા વિસરી જાય... પૂ. બાપુના અદભુત કંઠે ગવાયેલ ભજનો ‘હે જગ જનની...કૈલાશ કે નિવાસી... છુમ છુમ બાજે ઘુંઘરિયા... મનમોહન મુરત તેરી પ્રભુ વગેરે હજારો ભજનો આજે પણ લોકપ્રિય છે...તા.૧૫/૯/૨૦૦૦ ની રાતે પૂ. બાપુ બ્રહ્મલીન થયા ત્યારે, જાણે સંતવાણીના આકાશમાં સૂર્ય કાયમ માટે આથમી ગયોબ્રહ્મલીન ભજન સમ્રાટ પૂજ્ય નારાયણ સ્વામી
પ્રાગટયતા.૨૯-૬-૧૯૩૮ કૈલાસવાસી તા.૧૫-૯-૨૦૦૦
પૂ. નારાયણ સ્વામીનું બાળપણનું નામ શક્તિદાન ગઢવી હતું, તેઓને નાનપણથી જ સાધુ-સંતોના સંગમાં રહેવું ગમતું...સાધુ-સંતોની સેવા કરતા...તેઓ સરધારમાં આવેલ સંત શ્રી હરીહરાનંદ બાપુના આશ્રમમાં રહી સંતવાણીની આરાધના કરતા, પૂ. બાપુએ ઇ.સ. ૧૯૬૯માં દિક્ષા લઇ “સ્વામી નારાયણનંદ સરસ્વતી“ નામ ધારણ કર્યુ... ત્યારબાદ પૂ. બાપુએ ગોંડલ પાસેના લીલાખા, રાજકોટ અને બિદડામાં વસવાટ કરી, અલખની આરાધના કરી ... ઇ.સ.૧૯૭૪મા પૂ. બાપુએ કચ્છમાં માંડવી ખાતે ચપલેશ્વર આશ્રમની સ્થાપના કરી...
પૂ. બાપુ દર વર્ષે મહાશિવારાત્રી ઉપર જુનાગઢ-ભવનાથમાં આવેલ તેમના આશ્રમ ખાતે ભજન અને ભોજનની આહલેક જગાવતા....પૂ.બાપુને સાંભળવા જનમેદની ઉમટી પડતી ...
પૂ. બાપુએ દેશ-વિદેશમાં સંતવાણીના કાર્યક્રમો કરી, જે અલૌકિક સંતવાણીની અનુભુતિ કરાવી તેને લોકો આજે પણ ભૂલી શકતા નથી... પૂ. બાપુની વાણીમાં કંઇક દૈવી શક્તિ હતી કે સાંભળનારા આસપાસની દુનિયા વિસરી જાય... પૂ. બાપુના અદભુત કંઠે ગવાયેલ ભજનો ‘હે જગ જનની...કૈલાશ કે નિવાસી... છુમ છુમ બાજે ઘુંઘરિયા... મનમોહન મુરત તેરી પ્રભુ વગેરે હજારો ભજનો આજે પણ લોકપ્રિય છે...તા.૧૫/૯/૨૦૦૦ ની રાતે પૂ. બાપુ બ્રહ્મલીન થયા ત્યારે, જાણે સંતવાણીના આકાશમાં સૂર્ય કાયમ માટે આથમી ગયોjadeja ghanshayamsinhb
11 years ago
Dr P M KHENI
12 years ago
તેરમી નિર્વાણતિથિએ ભાવભરી શ્રધ્ધાંજલી.
ૐ નમો નારાયણ
પરમ પૂજય સદગુરુ સંત શ્રી નારાયણ સ્િામી ( ગુરુજીને)
પરમક્રુપાળુ પરમાત્મા આપના આત્માને પરમ િાંવત અપે એજ કદલની પ્રાથવનાતેરમી નિર્વાણતિથિએ ભાવભરી શ્રધ્ધાંજલી.
ૐ નમો નારાયણ
પરમ પૂજય સદગુરુ સંત શ્રી નારાયણ સ્િામી ( ગુરુજીને)
પરમક્રુપાળુ પરમાત્મા આપના આત્માને પરમ િાંવત અપે એજ કદલની પ્રાથવના