Born
January 28th, 1941
Passed Away
October 31st, 2021
Tithi
આસો વદ - દસમ, રવિવાર
Popularly Known as
V V Mehta
Occupation
Service
Religion
Jain
Native
Dahisara
City
Morbi
State
Gujarat
Country
India
પપ્પા
જે
તણખલાં વીણી- વીણી
એક મજાનો માળો બાંધે
સંબંધોની સોડમ રાંધે
સમણાઓના ટુકડાં સાંધે
વાતે વાતે પડકારતાં
લલકારતાં
રૌદ્ર
રુક્ષ
પપ્પાની ભીતર- ભૂમિ
સાવ ભીની સાવ પોચી
એકડો ઘૂંટાવતાં આકરાં થતાં પપ્પા
પરિક્ષા વખતે વાંચવા ઉઠાડતું એલાર્મ થતાં પપ્પા
ક્રિકેટ રમતાં છગ્ગો માર્યો હોય ત્યારે
દડા કરતા વધારે ઉછળતાં પપ્પા
દીકરીની આ અમૃતની જેમ પીતા પપ્પા
દીકરીની વિદાય વેળાએ અશ્રુથી ઔળધોળ પપ્પા...

Shradhanjali By
Premilaben V. Mehta
&
Family
Biography of Shri Vasantlal Vallabhdas Mehta
પૂજ્ય વસંતલાલ વલ્લભદાસ મહેતાનો ૨૮ મી જાન્યુઆરી ૧૯૪૧ ના રોજ કાંતાબેન તથા વલ્લભદાસ દલીચંદ મહેતા ના ઘરે જન્મ થયો , તેમને સાત બહેનો અને એક ભાઈ હતાં , ભાઈઓમાં તે મોટાભાઈ હતા , તેમનો જન્મ શ્રીમદ રાજચંદ્ર ના જન્મ સ્થળ વવાણીયા માં થયો હતો , દહીસરા માં તેમના પપ્પાને કાપડની દુકાન હતી , નાનપણ નું ભણતર દહીસરા માં અને કોલેજ મોરબીમાં કરી હતી , ભણતરની સાથે સાથે તેણે નોકરીની શરૂઆત પણ કરી હતી , કોલેજ પૂરી થયા બાદ મોરબીમાં અરુણોદય મિલમાં એકાઉન્ટન્ટ તરીકે ની નોકરી મળી , રીટાયર્ડ સુધી તેને અરુણોદય મિલમાં નોકરી કરી , નોકરીની સાથે સાથે તે એલ.આઇ.સી એજન્ટ નું કામ પણ કરતા હતા , બંને જગ્યા ઉપર તેને તેના સહ કર્મચારીઓ સાથે સારી એવી મિત્રતા હતી , તેમનો એક અલગ જ માન મરતબો હતો , બધા તેમને વી.વી. મહેતા કહીને બોલાવતા , તેઓ એકદમ મહેનતી હતા , તેમને કોઈ પણ કામમાં આળસ ન હતી , આજનું કામ આજે જ પતાવવામાં તે માનતા હતા , નોકરી-ધંધાના કામો ઉપરાંત ઘરના પણ નાના મોટા કામો તે કરતા.
સંતાનોના લગ્ન બાદ તથા નોકરીમાંથી રીટાયર્ડ થયા પછી પણ તે પોતે કામ માંથી રીટાયર્ડ થયા ન હતા, જીવન ના હરવા-ફરવાના તથા આરામ કરવાના સમયમાં એટલે કે ૬૦ વર્ષ પછી પણ તે તેના પુત્ર સાથે દુકાને બેસતા, ટાઢ-તડકો તે વરસાદ ગમે તે હોય તે સમયસર પહોંચી જતા, પત્નીના ઓપરેશન સમયે પણ તેને ઘણી સેવા કરેલી, દેરાસર કે અપાસરે જવાનું ઓછું હતું પણ નિયમિત ઘરે અચૂક પ્રાર્થના અને ક્યારેક સામાયિક કરતા, જીવનનો એક તબક્કો સારા એવા ધર્મધ્યાન મા પસાર થયો, અંતિમ સમય સુધી તે રોજ માતા-પિતાના ફોટા ને પ્રણામ કરતા.
તેઓ પોતાના માટે નહીં પણ બધા માટે જીવન જીવી ગયા, પોતાના શોખ મૂકી બધાની ઈચ્છા ઓ પૂરી કરતા ગયા, તેમને પોતાનાથી નાના માણસો પ્રતિ ઘણી લાગણી હતી અવારનવાર તે બધાની મદદ કરતા, એકદમ ઉદારદિલ વ્યક્તિત્વ હતું, સરળ અને સાત્વિક જીવન તેઓ જીવી ગયા.
તેમની યાદો તથા તેમના સત્કાર્યો હંમેશને માટે યાદ રહેશે અને અમને વધુ સારા વ્યક્તિ બનવા પ્રેરિત કરતા રહેશે.

Family Tree of Shri Vasantlal Vallabhdas Mehta
Parents
Late Kantaben Mehta
Late Vallabhdas Dalichand Mehta
Children
Anand Mehta
Videos of Shri Vasantlal Vallabhdas Mehta
No videos
Post a tribute & share memories
Fond Memories & Remembrance
Related Profiles
Post Condolences
Nitesh Amrutiya
2 months ago
Deepesh Patel
1 year ago
mital mehra
1 year ago
PURVIGANDHI
2 years ago
Ketan
2 years ago