
Born
March 13th, 1904
Passed Away
August 14th, 1987
Popularly Known as
acharya Jayant
Occupation
Retired Teacher
Spouse
Savitaben Acharya
Religion
Hindu
Caste
-
Subcaste
Audichya
Native
Halvad
Country
India
पिता ही धर्म है, पिता ही स्वर्ग है
पिता ही परम तप है
पितृभक्ति हर भक्ति में श्रेष्ठ है
पितृभक्ति देवताओ को भी प्रिय है
शास्त्र में कहा गया यह विधान हमारे जीवन का मर्म है
स्वर्ग की प्राप्ति धर्म से होती है, तप से होती है
परंतु हमारे लिए हमारी पितृभक्ति ही हर भक्ति में श्रेष्ठ है
Biography of Jayantbhai Chhaganlal Acharya

સ્વતંત્રા સેનાની અને આજીવન શિક્ષણશાસ્ત્રી જયંત આચાર્યની મેઘધનુંષી ક્ષેત્રવલિ.
અમરેલી જીલ્લાના ચીતલ ગામમાં જયંતભાઈનો જન્મ ૧૩મી માર્ચ ૧૯૦૪ માં થયો હતો. તેમનું વતન હળવદ, તેમના પિતાશ્રી રેલ્વેમાં સ્ટેશન માસ્તર હતા.આથી તેમને જુદા જુદા સ્થળે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લીધું. તેમના ગુરુજી મણીભાઈ શાહે તેમને હળવદમાં અભ્યાસમાં ખુબ જ પ્રોત્સાહન આપ્યું. ગાંધીજીએ પરદેશી માલની હોળી કરવાનો આદેશ આપ્યો ત્યારે જયંતભાઈ તેમના મોટાભાઈ અમૃતલાલ અને ભાભીશ્રી મુક્તાબેન એમ બધાના રેશમી કપડાની નક્કી કરેલ દિવસે હળવદમાં કરી. કિશોરોએ તો પોતાના જનોઈ વખતના રેશમી ઝભ્ભા, ટોપી વગેરે હોળીમાં હોમ્યા પછી સમય જતા ધારાસભ્ય થયેલા શ્રી લાભુભાઈ શુકલ પણ તે કિશોરોમાં એક હતા. જયંતભાઈ એ ત્યારે જનોઈ ને તિલાંજલી આપી. ૧૯૧૭ માં હળવદમાં હતા ત્યારે ગાંધીજીની વાતોમાં તેમને સ્વદેશભક્તિની લગની લાગી.તેમણે ખાદીના કપડે સવિતાબેનને લગ્ન કરવા કહ્યું સવિતાબેને ખાદીના કપડા પહેરીને લગ્ન કર્યા જ્યારે તેમની નાની બેન શાન્તીબેને રેશમી કપડા પહેરીને લગ્ન કર્યા.
૧૯૧૯ માં કરાંચી ગયા ત્યાં ન્યુ હાઈસ્કુલમાં એ સમયના ધોરણ ૧૦ અને ૧૧ એક જ વર્ષમાં સાથે કરીને મુંબઈ યુનીવર્સીટીની મેટ્રીકની પરીક્ષા પાસ કરી. તે શાળા માં માત્ર તે જ પાસ થયા. પછી તે જ સ્કૂલમાં શિક્ષક થયા. ગાંધી યુગ કુદકે અને ભૂસકે આગળ વધતો હતો. ૧૯૨૧ માં કરાંચીથી વઢવાણ આવ્યા. ત્યાની ફૂલચંદભાઈની રાષ્ટ્રીયશાળામાં જોડાયા. ત્યા સ્વદેશભક્તિ નાં બીજને અનુકુળ વાતાવરણ મળ્યું. ફરી વખત કરાંચી ગયા. ત્યાં ન્યુ હાઈસ્કુલ પછી મનસુખરામભાઈ જોબનપુત્રાના શારદા મંદિરમાં જોડાયા. કરાંચીમાં રાષ્ટ્રીય ચળવળ, રાષ્ટ્રીય શિક્ષણ, પ્રભાતફેરી અને સરઘસ દ્વારા જનતાને જાગૃત કરતુ હતું. જયંતભાઈ તેમના ધરની અગાશીમાં થોડાક યુવકોને ભેગા કરી રાષ્ટ્રને લગતા ગીતો ગાઈને સમજાવતા પછી તે દરેક યુવક જુદા જુદા લત્તામાં પ્રભાતફેરી કાઢીને બીજા અનેક યુવકોને એ યુદ્ધગીતો ઝીલાવતા ઝીલાવતા પ્રચાર કરે.
૧૯૨૧મા તેમને કરશનદાસ માણેકનો પરિચય થયો બંનેએ શ્રી કૃષ્ણ વિનય મંદિર નામની શાળા શરુ કરી. ૧૯૩૦ માં રાવી નદી નાં કિનારે લાહોરમાં "मुकम्मिल आजादी" પ્રાપ્ત કરવાનો ઠરાવ કરી ૨૬ મી જાન્યુઆરીએ સમગ્ર દેશમાં આઝાદી પ્રાપ્ત કરવાની પ્રતીજ્ઞા લેવામાં આવી સૌરાષ્ટ્રમાં મુખ્ય ચાર સત્યાગ્રહ છાવણી હતી. તે બરવાળામાં, ધંધુકામાં, ધોલેરામાં અને રાણપુરમાં હતી. સત્યાગ્રહમાં હોમવા માટે સમિધ ખૂટયા એટલે ધોરણ ૯ નાં વિદ્યાર્થીઓને તૈયાર કર્યા. સરઘસ કરાંચીથી આખા સિંધ પ્રાંતમાં ગીતો ગાતા ગાતા આગળ વધે. જયંતભાઈ આ સરઘસમાં એક એક કડી બનાવતા જાય અને સરઘસ આગળ વધે. " મેરા સર ખાવે તો ખાવે, પર આઝાદી ઘર આવે" એમ એક એક કડી બનાવતા જાય અને સરઘસ ઝીલતા ઝીલતા આગળ વધે. ખાસ તો કડી
" હમ મરેંગે લડતે લડતે,
નહિ લડાઈ મરને વાલી,
મૈદાન ન હોગા ખાલી,
જબ તક નાં હો ખુશાલી"
ત્યારે વધુ જોશ સાથે આગળ વધે આ પ્રમાણે સરઘસ સિંધ પ્રાંતની બહાર ગયું અને છેલ્લે રાણપુરમાં બધાની ધરપકડ થઇ અને જેલમાં ગયા જયંતભાઈ ને ક્લાસમાં આકરી સજા થઇ. તેમને ઉભી ઘંટીમાં ત્રણ - ત્રણની ટુકડીમાં ૨૮ પૌંડ જુવાર દળવી પડતી અને મૈદા જેવો ઝીણો લોટ દળવો પડતો. કવિશ્રી ઉમાશંકર જોશી પણ સાથે હતા. ખાવામાં તેઓને ઝીણી કાંકરી અને ચૂનો ખાવો પડતો. તેઓ એ ગાંધીજીને ફરિયાદ કરી તો ગાંધીજી એ કહ્યું. "તેઓ રોટલો ફેંકીને આપે તો જ ભૂખ હડતાલ કરાય." તેઓ જે આપે તે ખાવું જ જોઈએ "જયંતભાઈની તબિયત લાંબો સમય ખરાબ રહી હતી. પ્રથમ તેમને સાબરમતી જેલમાં અને પછી યરવડા જેલમાં પુરવામાં આવ્યા જયંતભાઈ જેલમાં સાંજની પ્રથ્નામાં સિંધી ભજન "તેરા મકાન આલા" ગાતા પછી જણ ગણ મન.... ગાતા.
એક વખત જેલમાં તેના પર આરોપ લગાડવામાં આવ્યો કે અફીણ ખાય છે. કોર્ટ માં કેસ ચાલ્યો ત્યારે જયંતભાઈએ જજ ને કહ્યું કે મારું "બ્લડ ટેસ્ટ" કરો આથી જજ તરત જ સમજી ગયા અને આરોપમાંથી મુક્ત કર્યા એટલું જ નહિ પણ આરોપ લગાડનાર પોલીસ ને સજા થઇ. પછી ગાંધી-ઈરવીન કરાર થતા બધા જેલમાંથી મુક્ત થયા. પછી પાછા કરાંચી આવ્યા. અમને શંકા હતી કે કોઈક વાલી અમારી સાથે ઝઘડો કરશે. તેને બદલે તેઓ તો હારતોરા સાથે આવ્યા અને અમારું સ્વાગત કર્યું શિક્ષણ કાર્ય પાછુ શરુ કર્યું. મારવાડી વિદ્યાલય, ગુજરાત વિદ્યાલય, મહાવીર વિદ્યાલય અને છેવટે એચ.પી. કારીયા હાઇ સ્કૂલમાં રંગીલદાસ વારિયા સાથે જોઈન્ટ પ્રિન્સીપાલ તરીકે જોડાયા. ગુજરાત વિદ્યાલયમાં હતા ત્યારે તેમને નાટકો લખ્યા, ગીતો લખ્યા અને નાટકોને "ડાયરેક્ટ" પણ કર્યા. જરૂર પડી ત્યારે સ્ત્રીપાત્ર પણ ભજવતા. ગીતોમાં સ્વરોમાં ગૂંથવા જેટલું સંગીત જાણતા હતા. પોતાના ગીતોનો ઢાળ પોતે જ બેસાડતા હતા. તેમને લખેલા નાટકો "બાપુ બંકાજી, પીતૃતર્પણ, દુશ્મનની દુલારી અને છેલ્લે છેલ્લે રાજકોટમાં લોહાણા બોર્ડીંગ માટે જોડાની શોય નાટક ગેમ તેમજ નૃત્યનાટક હતું. તેના સળંગ ગીતો જયંતભાઈ એ જ લખ્યા અને ગાયા હતા. કરાંચીમાં નાટકો કરતા ત્યારે તેમની સાથે અશરફખાન, જગજીવનદાસ, અમૃતજાની, અમૃતરાવલ અને અબ્દુલ રહેમાન કાબુલી પણ હતા. કારીયા હાઇસ્કૂલ માં બધી બાબતની પ્રગતી થઇ હતી. પાકિસ્તાનમાં કરાંચીમાં કારીયા હાઇસ્કૂલની કેળવણી નાં બીજ રોપાણા અને ફળ મળ્યા ભારતમાં રાજકોટની વિરાણી હાઇસ્કૂલમાં જયંતભાઈને " ધ બેસ્ટ ટીચર" નો એવોર્ડ ત્યારના ભારતનાં રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્રબાબુના વરદ હસ્તે પ્રાપ્ત થયો. ત્યારે કરશનદાસ માણેકે કહ્યું ગુજરાતને સારા શિક્ષક મળ્યો પણ તેને સારા કવિ ગુમાવ્યા છે. કરાંચીમાં વર્તમાનપત્ર - સિંધ સમાચાર દરરોજ પ્રકાશિત થતું હતું. સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી કરિયા હાઇસ્કૂલનો ત્રીજો માળ પણ તૈયાર થયો હતો. કરાંચીમાં દરરોજ લુંટફાટ અને માણસોની કતલ થતી હતી. સિંધ સમાચારોમાં દરરોજ આપણા લગ્નગીતોનાં ઢાળમાં કરાંચી ન મૂકવાના લેખ દરરોજ લખતા તેમાંથી એક - "ક્યામાડીએ કેમ જશું બબલીનાં બાપા, ક્યામાડી કસ્ટમવાળા રોકશે, કસ્ટમવાળાને રૂડી રીત જ દેશું પછી રે કરાંચી બંદર મૂકશું"
પછી કરાંચીની સ્થિતિ વધારે બગડતા વ્યથિત હૃદયે કરાંચી મૂકવું પડ્યું. જયંતભાઈ એ પુસ્તકો અને સંગીતનાં સાધનો લઇ ને પરિવાર સાથે કરાંચી મૂક્યું. કરાંચીમાં ગુજરાત વિદ્યાલયનો વિદ્યાર્થી હુશૈને અમને તે ઇન્સ્પેકટર થયો હોવાથી કરાંચી બંદરે અમને ખુબ મદદ કરી હતી. કરાંચીથી અમે સ્ટીમર દ્વારા મોરબી આવ્યા અને ત્યાંથી ટ્રેન દ્વારા હળવદ આવ્યા.
૧૯૪૮ માં સૌરાષ્ટ્રનાં મુખ્યમંત્રી શ્રી ઢેબરભાઈનાં કહેવાથી જયંતભાઈ અને વારીયા સાહેબ રાજકોટ આવ્યા. શેઠશ્રી વિરાણીભાઈઓ અને દરબાર ગોપાલદાસનાં કહેવાથી તેઓને વિરાણી હાઈસ્કૂલનું સુકાન સોંપવામાં આવ્યું વિરાણી હાઈસ્કૂલ અને તેના મેદાનની ચોતરફ વ્રુક્ષો માટે ખાડાઓ - એક અકેલા થક જાયેગા એ હિસાબે બંને આચાર્યો, શિક્ષકો, પટાવાળાઓ તથા વિદ્યાર્થીઓએ પ્રેમથી એ યજ્ઞ પૂરો કર્યો. આજે એ વૃક્ષો આંખે વળગે એવા છે. ગ્રામોફોન પર ગીતો સાંભળતા જાય અને નાસ્તા કરતા જાય. તેઓએ ક્રિકેટનાં મેદાનમાં એક ખૂણે કૂવો પણ બનાવ્યો. વિરાણી હાઈસ્કૂલનું ખાતમુહુર્ત - શ્રી ગોવિંદ વલ્લભપંતનાં વરદ હસ્તે થયું. અને ઉદઘાટન શ્રી મોરારજીભાઈ નાં વરદ હસ્તે થયું. રેસકોર્ષમાં તો ફક્ત ઘોડાઓ જ દોડતા હતા અને સરકારી શાળાઓમાં તે દિવસે રાજા રહેતી હતી. વિરાણી હાઈસ્કૂલ નાં વિદ્યાર્થીઓ તથા સ્ટાફ નાં સભ્યોએ પણ ખાડાઓ ખોદયા અને રેસકોર્ષનું સ્વરૂપ બદલાવી નાખ્યું. આજે બધે વનરાજીનાં દર્શન થાય છે. વિરાણી હાઈસ્કૂલમાં કોમર્સ વિભાગ, કેમિકલ વિભાગ તેમજ ટેકનીકલ વિભાગ, આર્ટસ તથા સાયન્સ વિભાગ ધ્યાન ખેંચે તેવા છે. સમગ્ર ગુજરાતમાં એક માત્ર કેમિકલ ટેકનોલોજી વિભાગ હતો ટેકનીકલ વિભાગના શિક્ષકોએ જ શાળાનું બધું ફર્નીચર શાળાના સમયબાદ તૈયાર કર્યું. શાળામાં હેડ માસ્તર ઓફિસમાંથી બોલે એટલે દરેક ક્લાસમાં તે સંભળાય. પટાવાળાની જરૂર રહે નહિ. જયારે આપણે પહેલી વખત ઓસ્ટ્રેલિયા સામે જીત્યા ત્યારે આવી વ્યવસ્થાને લીધે બધા વિદ્યાર્થીઓ આ રનીંગ કોમેન્ટ્રી સંભાળતા અને તાળીઓથી વધાવતા હતા. શાળાનાં બધાય વિભાગોનું પરિણામ ખુબ જ ઊંચું આવતું કેમિકલ ટેકનોલોજીનું તો પરિણામ ૧૦૦ % આવતું પી.ટી. ટીચર શ્રી ગોરધનદાસ મજીઠીયા હતા તેના માર્ગદર્શન હેઠળ લાઠી, લેજીંગ, મલખમ વગેરેમાં ખુબ પ્રગતિ કરી હતી. રેટિયા માટે ખાસ નિષ્ણાંત શિક્ષક મોહનભાઈ સચદે હતા. રેટિયા સ્કૂલ પૂરા પાડતી. તેમાં પણ મગન રેટિયો ધ્યાન ખેંચે તેવી કળા હતી. જયંતભાઈએ મધ્યસ્થખંડ માં મોટું સ્ટેજ બનાવરાવ્યું ત્યાં પડઘા ન પડે તેની ખાસ વ્યસ્થા કરી. સ્ટેજની નીચે "ગ્રીન રૂપ" પણ બનાવરાવ્યો મધ્યસ્થખંડમાં ઉપર ગેલેરીની વ્યસ્થા કરી. વિદ્યાર્થીઓ માટે છાપરાવાળું સિમેન્ટનું પાકું સાઈકલ સ્ટેન્ડ પણ બનાવ્યું. તે પણ ફ્રી માં હતું. સમતળ ક્રિકેટ ગ્રાઉન્ડ પણ બનારાવ્યું. સંગીત માટે ચંદુભાઈ રાઠોડ તથા શારદા મંદિરવાળા મનસુખરામભાઈ જોબનપુત્રાની દીકરી હેલીબેન પણ સંગીત શિક્ષા આપતા. વિદ્યાર્થીઓ માટે પ્રથમ ગણવેશ વિરાણી હાઈસ્કૂલમાં આવ્યો. તેને માટે ખાસ દરજીની વ્યવસ્થા ગણવેશ રંગવાની વ્યવસ્થા ફ્રી હતી. ક્રિકેટરો માટે અભ્યાસની વ્યસ્વસ્થા પણ ફ્રી રાખી હતી. મેચ હોય ત્યારે નાસ્તો વગેરેની, જમવાની અને બૂટ અને સફેદ વસ્ત્રોની પણ વ્યસ્થા ફ્રી હતી મેચ દરમ્યાન ગ્રાઉન્ડમાં જયંતભાઈ હાજર રહેતા. ક્રિકેટનો બધો ખર્ચ શાળા કરતી.
જયંતભાઈ અને ક્રિકેટ : કરાંચીમાં ગુજરાત વિદ્યાલય પાસે સારું ક્રિકેટ ગ્રાઉન્ડ હતું. ત્યાં નિયમિત આવનારા હતા " જી કિશનચંદ, જે.કે.ઈરાની, ગિરધારી નરોમત અને શાળા નાં ક્રિકેટરો શાળાનાં વિદ્યાર્થીઓ જો કિશનને ન રમાડે તો તે કહેતા હું અમ્પાયરિંગ કરીશ અને ચા-બિસ્કીટ લઈશ. નરોતમ કરાંચીમાં પણ રણજીટ્રોફી રમ્યો અને ભારતમાં પણ રાજકોટમાં રણજીટ્રોફી રમ્યો. તેણે બરોડા સામે રણજીટ્રોફીમાં હેટ્રિક લીધી હતી.
ક્રિકેટનાં ગ્રાઉન્ડમાં ક્રિકેટરો ભેગા થઈને પ્રોત્સાહન આપવા ગીત ગાતા હતા.
"The bumping pitch
and the blinding light
and the last man in
play up, play up,and play the game"
શાળા વિદ્યાર્થીઓને જયંતભાઈ તાલીમ આપતા હતા. કરાંચીમાં વી.પી. ટુર્નામેન્ટ અને લોહાણા કપ ટુર્નામેન્ટ માં ભાગ લીધો હતો. એકબાજુથી ફાસ્ટ બોલર નરોતમ બોલિંગ કરે અને બીજી બાજુથી જયંતભાઈ સ્લો બોલિંગ કરે તેનો ફૂલ ટોસ બહુ જ પ્રખ્યાત હતો. લોહાણા કપ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન પણ થયા હતા. ગુજરાત વિદ્યાલય અને કારિયા હાઈ સ્કૂલ વચ્ચે વાર્ષિક મેચમાં નરોતમ હોવા છતાં જયંતભાઈએ ૧૦ વિકેટ લીધી હતી મેચ કરાંચીમાં બંબા ગ્રાઉન્ડમાં રમાયો હતો. હળવદમાં કરાંચીથી આવેલા એટલે પાકિસ્તાની હળવદમાં રહેતો હોય તેઓ ભારતીય એમ ભારત અને પાકિસ્તાનનો મેચ હળવદમાં રમ્યા. રાજકોટ આવ્યા પછી રેફ્યુજીની ટીમ બનાવી. લાખાજીરાજ ટુર્નામેન્ટ તથા હાર્વે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. રાજકોટમાં વિરાણી હાઈસ્કૂલનાં "કોચ" તરીકે જયંતભાઈનો પુત્ર શ્રી કોટીકિરણ આચાર્ય હતો. કરશન ઘાવરી જે પછી ટેસ્ટ માં સ્થાન મેળવ્યું તે કોટીકિરણનાં ઘરે જ રહેતો અને તાલીમ મેળવતો હતો. ત્યારે વિરાણી હાઈસ્કૂલ દશ વખત "હિલ્ડ શિલ્ડ " ચેમ્પિયન થઇ હતી. કરશન વિરાણી હાઈસ્કૂલ માં હતો ત્યારે રણજીટ્રોફી રમ્યો તથા "Under Nineteen" માં ભારત તરફથી પસંદ થયો અને ઓસ્ટ્રેલીયા ગયો હતો. ત્યાં બેટિંગ અને બોલિંગનું પ્રથમ પારિતોષિક મેળવ્યું હતું.
જયંતભાઈ શિક્ષક તરીકે
એસ.એસ.સી. નાં બધા વર્ગો તો શાળામાં નિયમિત તાસમાં જુદા જુદા શિક્ષકો ભણાવે પછી સામે જયંતભાઈ તેઓને મધ્યસ્થ ખંડમાં ભણાવે. ત્યારે કોચિંગ ક્લાસ નો જમાનો પણ ન હતો. દર વર્ષે એસ.એસ.સી. નાં વિદ્યાર્થીઓ અંગ્રેજી ટેક્સ્ટનાં કાવ્યોનું ગુજરાતીમાં રસાળ અને અર્થગૌરવ શૈલીથી બેય રૂપાંતર કરી અંગ્રેજીમાં અને ગુજરાતીમાં કાવ્યો પોતે પણ ગાય ને પછી વિદ્યાર્થીઓ પણ ગાય. શેક્સપીયરનું એક ગીત "under the greenwood tree, who loves to lie with me" અંગ્રેજીમાં દુર્ગા રાગ માં ગાયા પછી જ ભણાવતા. આ રીતે તેમણે ગુજરાતીમાં ગેચ કાવ્યોનું નામ આપ્યું " જશોદાને આંગણે દેવકી જાયા" સાઇકલોસ્ટાઈલ કરીને વિદ્યાર્થીઓ ને ફ્રી માં આપતા. દર વર્ષે એસ.એસ.સી. ગુજરાતી વિષયમાં પણ તેઓ નોટ્સ આ રીતે આપતા. બધા પાઠ તથા કાવ્યો સવિસ્તાર સમજાવી ને આપતા તે પુસ્તિકાનું નામ "અમૃત મંથન" આપ્યું. તેવી જ રીતે સંસ્કૃતમાં પણ એસ.એસ.સી. નાં બધા વિભાગ વિસ્તૃત કરીને પોતાના અક્ષરે જ સાઇકલોસ્ટાઈલ કરીને ફ્રી માં આપતા, જરૂર પડે ત્યારે Alg & Geom. & Arith. પણ સમજાવતા. દરેક માં short method તેમની ખૂબી હતી. ભૂમીતીમાં "Rider" સમજાવવામાં કુશળ હતા. મોટી આકૃતિ દોરીને સમજાવતા તેઓ નવા શિક્ષકોને ઘરે બોલાવીને જુદા જુદા વિષયો સમજાવતા. એસ.ટી., ટી.ડી., બી.એડ નાં વિદ્યાર્થીઓને સંપૂર્ણ નોટ્સ તૈયાર કરી આપતા. તેઓના પાઠ વાર્ષિક પરીક્ષા માટે ડ્રો કરી આપતા. સ્નેહરાશીનું કાવ્ય તેમની હાજરીમાં તેમની શાળામાં મેટ્રિકનાં વિદ્યાર્થીઓને જુદી જ રીતે સમજાવ્યું અર્થ પણ જુદા થઇ જાય એ રીતે સમજાવ્યું. સ્નેહરશ્મી ખુશ થઇ ગયા. ભૂગોળમાં વિશ્વના કુદરતી પ્રદેશો પોતાની અનોખી ભાષામાં તૈયાર કરીને વિદ્યાર્થીઓને આપ્યા.
જયંતભાઈનાં જુદા જુદા શોખ :
તેઓ સારા તરવૈયા હતા. હળવદમાં એકેય કુવો એવો નહિ હોય જ્યાં તેમણે ધૂબાકો માર્યો નહિ હોય. કરાંચીમાં તો અરબી સમુન્દ્ર, જેટી, હવા બંદર અને મલીરમાં તો દરેક કુંડમાં તરવા જતા. જો વિદ્યાર્થીઓને લઈને કરાંચી બહાર જાય તો ગંગાજી, સિંધુ, વગેરેનો તરવાનો લ્હાવો નામુકે તેઓ કુશળ, કુસ્તીબાજ પણ હતા. ગુજરાત વિદ્યાલયમાં તો તેમણે લાલ મીણી રેતીવાળો અખાડો પણ તૈયાર કરાવ્યો હતો. કેરમ રમવામાં પણ કુશળ હતા. તેડીઓ પર તાત્કાલિક બોલવાનું હોય ત્યારે સ્ટેશન ડાયરેક્ટર તેમને ખાસ બોલાવતા. એક વખત "સ્ટેશન ચાલે છે" ટોક હતો ત્યારે સ્ટેશન ડાયરેક્ટર ખુબ ખુશ થયા અને અભિનંદન આપવા રેડીઓ સ્ટેશન ખુબ ખુશ થયા અને અભિનંદન આપવા રેડીઓ સ્ટેશને આવ્યા હતા.
વકીલ ન હતો ચતા જરૂર પડી ત્યારે લેખિત દલીલો કરી હતી અને સહાયતા પણ મળી હતી. [૧] બી.એડ. નાં વિદ્યાર્થીઓને સ્ન્યાય થયો ત્યારે ગુજરાત યુનીવર્સીટીમાં દલીલો કરીને તેઓને ન્યાય અપાવ્યો. આ દલીલો વાંચીને રાજકોટના ધારાશાસ્ત્રી ગજાનંદન જોશી બોલી ઉઠ્યા, "Bravo Jayantbhai" આવી સચોટ દલીલો હું પણ ન કરી શકત."
[૨] રાજકોટમાં જ સૌરાષ્ટ્ર યુનીવર્સીટી સ્થપાય એ માટે સચોટ દલીલ કરી અને સફળતા પણ મળી.
[૩] સૌરાષ્ટ્ર રાજ્ય હતું ત્યારે સરકારે એમ નક્કી કર્યું કે વાર્ષિક પરીક્ષા લીધા વગર બધાને ઉપલા વર્ગમાં જવા દેવા ત્યારે પણ લેખિત રજુઆતો કરીને અને સરકારને ગળે ઘુંટડો ઉતરે એ રીતે દલીલો કરીને ઠરાવ રદ કરવો પડ્યો. તેઓ સૌરાષ્ટ્ર યુની.નાં સેનેટર હતા.
શાળામાં મહાનુભાવો આવ્યા ત્યારે રચેલા ગીતો :
[૧] ભૂદાન ચળવળના સૂત્રધાર શ્રી વિનોબાજી એ વિરાણી શાળાના બધા વિદ્યાર્થીઓ "ઈશવાસ્ય" ઉપનિષદ સમૂહમાં ગયું ત્યારે એઓ ખુશ થયા હતા.
[૨] ડો. ઝાકીર હુશૈને તો ચાલુ સ્કૂલે વીરની શાળાનાં વિદ્યાર્થીઓ પ્રયોગો કરતા હતા તે જોઇને ખુબ ખૂશ થયા.
[૩] મહાન ગાયક માસ્તર વસંત કરાંચીમાં કારિયા હાઈસ્કૂલમાં આવ્યા ત્યારે જયંતભાઈએ ગીત બનાવ્યું. "ગુજરી હરી ભરી ને હૈયે રમાડ્યા.
[૪] સૌરાષ્ટ્ર રાજ્યનું નિર્માણ થયું ત્યારે સભામાં સૌરાષ્ટ્રનાં પ્રધાનોની હાજરીમાં ગીત ગયું. "શું ચંદ્ર નવો ઉગ્યો ? કે સૂર્ય નવો ઉગ્યો ? શું ગ્રહ કે તારાની નવી ઝબકતી જ્યોતું ?
[૫] (૧) કરાંચીમાં બધા કેળવણી કારો ભેગા થયા ત્યારે પણ સિંધને માટે ગુજરાતીમાં ગીત રચ્યું, સિંધુની આ ભૂમિ , વંદે નંદીએ ચરણ ચૂમી ચૂમી તથા. (૨) ઉર્દુમાં રચ્યું - સિંધવી -------- તેમાં ખાસ -------- આ બને ગીતો સાંભળીને ત્યાના કેળવણી કારોએ કહ્યું "અમે આવું સરસ સિંધને માટે ગીત બનાવ્યું નથી અને બનાવી શક્યા પણ નથી."
[૬] કરાંચીમાં કારિયા હાઈસ્કૂલમાં પત્રકારો જયમલ્લ પરમાર અને નિરંજન વર્મા આવ્યા ત્યારે જયમલ્લભાઈ એ "Fair Flowers in the valley" અંગ્રેજીનું શ્રી મેઘાણીભાઈએ કરેલ ભાવાનુવાદ "રાતા ફૂલડાં" પોતાના બુલંદ અને મધુર અવાજમાં રજુ કર્યું. ગીતમાં ગ્રામ્યકુવારી કન્યા માતા બને છે ત્યારે તેના સગાવ્હાલા આપઘાત કરવા માટે જુદી જુદી રીતે કહે છે. બીજા લોકો ઠઠ્ઠા મશ્કરી કરે છે આ વર્તન સાંભળ્યા પછી જયંતભાઈ ખુબ જ દુખી થઇ ગયા તેમણે મેઘાણીભાઈનાં આ ગીતનો જવાબ ત્રેય ગીત રૂપે આપ્યો ગીતનું મથાળું રાખ્યું "રોતા મુખડા" તેને યુવતીની તરફેણમાં ખુબ જ દલીલો કરી. તેમાં આ ત્રણ દલીલ ધ્યાન ખેંચે તેવી છે. (૧) જો કુંતી હોત તો વરદાનની વાત કરતા (૨) જો શકુંતલા હોત તો તેની માતા મેનકા તેની વ્હારે આવત. (૩) તેને મળ્યા ન હતા મહંત મૂળદાસ આ ગીત જ્યારે સભામાં ગયું ત્યારે કેટલાય લોકો હિબકે ચડ્યા હતા. (૪) ૧૯૭૧ માં પ.પાકિસ્તાને પૂ.પાકિસ્તાન [આજનું બાંગ્લાદેશ] માં નરસંહાર કર્યો ત્યારે વ્યથિત થઇને ઉર્દુ-મિસ્રોત મહાકાવ્ય ૧૧૦૦ પંક્તિનું રચ્યું અને વિરાણી હાઈસ્કૂલમાં મહાનુભાવો વચ્ચે ગાયું અને સમજાવ્યું. (૫) જ્યારે બંગલાદેશ બન્યો ત્યારે ત્યારના વડાપ્રધાન ઇન્દિરાગાંધીએ "મેરા સર ખાવે તો ખાવે પર આઝાદી ઘર આવે" ગીતનો ઉલ્લેખ કર્યો હતો. (૬) કરાંચીમાં કારિયા હાઇસ્કૂલમાં એક શિક્ષકે કમિટીના સભ્યે એ શિક્ષકને નોકરીમાંથી દુર કર્યો આથી જયંતભાઈ સહીત બધા શિક્ષકોએ રાજીનામાં આપ્યા ત્યારે જયંતભાઈએ ગીત રચ્યું "દીવાસળી તો ચાલી નીકળી ખાલી બાકસ ખોટે ખોટા થાંભલા થયા ચાલતા, બાકી રહ્યો ખીયો કે બધા વિદ્યાર્થીઓએ હડતાલ પાડી અને કહ્યું કે અમારે આ બધા જ શિક્ષકો જોઈએ છે. બધા વિદ્યાર્થીઓનો "લીડર" હતો તે જ કમિટીનો પુત્ર જેને શિક્ષકે સજા કરી હતી. તેણે કહ્યું કે મારો જ વાંક હતો. શિક્ષકનો વાંક જરા પણ ન હતો. પછી પહેલાની જેમ શાળામાં બધા ગોઠવાઈ ગયા.રાબેતા મુજબ શરુ થઇ. (૭) પંડિત ઓમકારનાથજી પરદેશ જતા હતા ત્યારે ગીત રચ્યું "સંગીતની તુંબડીથી સાગર પાર કરશે. (૮) ગુજરાત ઉપર એક આરોપ હતો કે ગુજરાતમાં સંગીત નથી. આથી જયંતભાઈએ ગીત રચ્યું અને ઓમકારનાથજી એ ગીતને સમજાવે અને જયંતભાઈ ગીત ગાય ગવૈયાની ગુર્જરીને ઝાઝી ભલે કૈ ક કહે સંગીતમાં ન ચોકડી ઠાઠડી ગીત નાં જવાબ માં કહ્યું તણા શીરી બહેનો, ભજનો, કીર્તનો, ગરબા, વગેરે વર્ણન કરતા "ગોરીઓના કંઠમાં કિલ્લોલ ભર્યા કોયલ, બુલબુલને ઝીણાં મોરના અહિયાં તો હાલરડે ધાવણમાં ગીત મળે, શબને પહોચે છે શમશાનમાં" (૯) કવિવર રવીન્દ્રનાથ ટાગોરનાં "Authors માં P " નામના અંગ્રેજી કાવ્યનું ત્રેય રૂપાંતર મુક્તાનુવાદ કર્યું " કે ને બા" આ ગીત ત્રેય છે અને અભિનય કરી શકાય તેવું છે. (૧૦) ઓમકારનાથજી જયંતભાઈનાં પરમ મિત્ર હતા તેમણે બનારસમાં સંગીતશાળાની સ્થાપના કરી હતી. ત્યાં જયંતભાઈનાં ગીતોથી પ્રભાવિત થઈને તે પોતે ગવરાવતા હતા. (૧૧) ઓમકારનાથજી જ્યારે ખૂબ માંદા થઇ ગયા ત્યારે દિલ્હીની હોસ્પીટલમાં જયંતભાઈ તેમની ખબર કાઢવા ગયા ત્યારે ઓમકારનાથજીએ તેમનું માનીતું ગીત, જયંતભાઈને ત્રાળા કહ્યું. જયંતભાઈએ ગીત ગયું, હોસ્પીટલમાં બધાને આશ્ચર્ય થયું કે ગવૈયા ઓમકારનાથજી અને ગીત ગાય જયંતભાઈ ! (૧૨) કોર્ટમાં એક ગીતની ખરાઈ કરવા માટે જજ સાહેબે જયંતભાઈને કોર્ટમાં ગીત ગાવાનું કહ્યું ત્યારે જજ સાહેબના કહેવાથી જયંતીભાઈએ ગીત ગાયું. (૧૩) કરાંચીમાં વાર્ષિક ઉત્સવ વખતે "ભેળાં ખીલે ને ભેળાં" ગીત ગાવાનું કહ્યું ત્યારે ગીત ગાયું ત્યારે કેટલાય ની આંખે (પાંપણે) આંશુના તોરણે બંધાઈ ગયા કેટલાય હિબકે ચડ્યા હતા. (૧૪) તેમના Ex. વિદ્યાર્થીઓએ ફિલ્મ શરદ-પૂનમ બનાવ્યું તેમના ગીતો પણ જયંતભાઈએ રાજકોટમાં રહીને બનાવ્યા હતા. તેમાં સીમંતનો પ્રસંગ, કન્યાવિદાય, ભળી ભળથાર માટે વ્રત કરતી કન્યાઓ અને ભજન રચ્યા હતા. (૧૫) ગાંધીજીનું અવસાન થયું ત્યારે વ્યથિત હ્રદયે ગીત રચ્યું "ભિખારી રે! ભિખારી રે!ભિખારી રે! થોડી ભસ્મોને ઝાઝા ભિખારી! એક કણી માગનારા હતા - સુરજ , ચંદ્ર, નવલખ તારા, ગંગા, યમુના,સિંધુ, હિમાલય, સમુન્દ્ર, જાયકક્ષતધારી વગેરે હતા. કણી વિણ નીરખો એની નાદારી ! થોડી ભસ્મોને ઝાઝા ભિખારી - આ ગીત ગાતા ગાતા ગાતા હળવદમાં સરઘસ નદી કિનારે ગયું હતું. (૧૬) આપને સ્વતંત્ર થયા પણ સાથે સાથે ઘણી બધી બદીઓ પણ આવી. ત્યારે જયંતભાઈ ગીત રચ્યું " મુક્તિ મૈયા" અંતિમ કડી તેમાં હતી. "સ્વતંત્રતાની ગુલ પાંદડી ડોબા અમે આવી ગયા" (૧૭) કોંગ્રેસવાળાઓ ચુંટણી વખતે જયંતભાઈ અને કરશનદાસ માણેકને પ્રચાર કરવા કહ્યું. આથી જયંતભાઈ કુંવરબાઈનું મામેરું અથવા સુદામા ચરિત્ર ગાય વાજિંત્ર વગાડનાર વાજિંત્ર વગાડે અને કરસનદાસ માણેક સમજાવે લોકો વધારે આવે પછી જયંતભાઈ શાળામાં હાજર થઇ જ જાય અને શિક્ષણકાર્ય કરે. (૧૮) બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન કરાંચી લગભગ ખાલી થઇ ગયું હતું. તેઓ પોતપોતાના વતનમાં ગયા હતા. નોકરી-ધંધા વાળો પુરુષ વર્ગ અને દાદીમાં જેવો જ કરાંચીમાં રહ્યા હતા. વિશ્વયુદ્ધ સમાપ્ત થયું અને બધા પોતપોતાના દેશમાંથી કરાંચી પાછા આવ્યા. ત્યારે જયંતભાઈએ તળપદી લોકભાષામાં રમુજી કાવ્ય લખ્યું "લંકા લાગી અંતિમ કડી કટાક્ષથી સભર છે - મિયા અને બીબીની આંખ્યું મળે ને બીબીને અચરજ થઇ " અર્ધમુઆ જો ગયા આપણને છોકરા, ડોશી જીવતી રહી વાળા તે લંકા લાગી.
જયંતભાઈએ સવિનય નાં કહી :
(૧) પંચોલી સ્ટુડીઓ વાળી રેવાશંકરભાઈએ તેમને લાહોરમાં આવીને ત્યાં સ્થિર થઇ ને ગીતો લખવાનું આમંત્રણ આપ્યું. જયંતભાઈએ સવિનય નાં પાડી અને કહ્યું કે હું કરાંચી કોઈ રીતે મૂકી શકું નહિ (૨) ધ્રાગંધ્રા નરેશે જયંતભાઈને રાજદરબારમાં આવીને ગીતો ગાવાનું આમંત્રણ આપ્યું. પરંતુ જયંતભાઈએ સવિનય અસ્વીકાર કરતા કહ્યું કે ધ્રાંગધ્રાનાં ગ્રીનાચોકમાં આવીને મારા ગીતો સાંભળો તમને ભાવભીનું આમંત્રણ છે. (૩) રાજકોટ રેડિયો સ્ટેશનમાં ડાયરેક્ટરએ કહ્યું તમારા બધા ગીતો અમને આપો. જયંતભાઈએ શરત મૂકી કે મારા કોપણ ગીતનો ઢાળ તમે બદલી નહિ શકો. આથી આ વાત આટલેથી અટકી (૪) વીરની શેઠે બને આચાર્યોને કહ્યું કે પૂર્વ તારાગની બાજુઓની જમીન તમારા બંને માટે છે. આથી જયંતભાઈ અને વરિયા સાહેબે કહ્યું કે અમારા આ આઠ પટ્ટાવાળાઓને એ જમીન આપો પછી આઠેય પટ્ટાવાળા તે ચણાયેલા મકાનનાં માલિક થયા. (૫) ભારત સરકારે સ્વતંત્ર સેનાનીઓને દર મહીને "પેન્શન" આપવાનું કહ્યું ત્યારે ફક્ત જયંતભાઈ અને ઢેબરભાઈએ તેનો સવિનય અસ્વીકાર કર્યો અને કહ્યું કે અમે કોઈ બદલા માટે જેલમાં ગયા ન હતા. પછી ગુજરાતના મુખ્યમંત્રી અમરશી ચૌધરી રાજકોટ આવ્યા અને જયંતભાઈને શાલ ઓઢાડી અને કહ્યું કે હવે ગુજરાત સરકાર પણ તમને "પેન્શન" આપશે. ત્યારે જયાન્ત્ભીએ કહ્યું કે હું ભારત સરકાર "પેન્શન" આપે છે તે પણ નથી લેતો. આથી આનોપણ સવિનય અસ્વીકાર કરું ચુ. જયંતભાઈનાં અવશાન પછી તેમના ધર્મપત્ની સવિતાબેનની પુત્રી નીલામ્બરીએ પણ સવિનય તેનો અસ્વીકાર કર્યો.
૧૯૭૫ માં વરિયા સાહેબનું અવશાન થતા તેઓ ભાંગી પંડ્યા હતા. રાજકોટ જીલ્લાનું. એસ.એસ.સી. બોર્ડની પરીક્ષાનું સંચાલન કર્યું. વર્તમાન નુતન સૌરાષ્ટ્રમાં અગ્રલેખ લખતા હતા. લોહાણા બોર્ડીંગનાં સંચાલનમાં મદદ કરતા.
જયંતભાઈ અધ્યાપક, આચાર્ય, કવિ, ગાયક, પત્રકાર, સંગીત - નિયોજક, વક્તા, અભિનેતા, સ્ત્રીપાત્ર, ક્રિકેટર, તરવૈયા, કુસ્તીબાજ, સ્વતંત્ર સૈનિક વગેરે અનેક પાસાથી ભરપુર હતા. તેઓ એકમાં અનેક હતા. તેઓ એમ કહેતા હું માત્રનિજાનંદ માટે જ લખું છું. તેમના અવસાન પછી શ્રી જમાનન્દભાઈએ ગુજરાત સરકારની મદદથી રઘુવંશ અને હૈયાના હસ્તાક્ષર પ્રસિદ્ધ કર્યો. હૈયાના હસ્તાક્ષરમાં જમાનન્દભાઈએ દરેક ગીતની પાછળ ગીતનું રહસ્ય વગેરે સ્પષ્ટ કર્યાછે. જયંતભાઈ કહેતા કે મેં મારા શિષ્યોને માતાની કુમારથી ચાહ્યા છે. ડોક્ટરની જેમ દર્દી સામે તેનો ડોક્ટરને આનંદ થાય તેમ વિદ્યાર્થી કે ત્રણે આવે ત્યારે મને અત્યંત આનંદ થાય છે. જયંતભાઈ કોલસો, ચાક, પેન્સિલ, બોલપેન, કે ફાઉન્ટન પેન થી લખે પણ તેમના અક્ષર એક સરખા થાય અને ઓળખી શકાય. તેમને કોઈપણ જાતનું લખાણ કરતા છેક-છાક કરવી પડતી ન હતી. રાજકોટનાં શાળાધિકારી સાહેબ કહેતા. જયંતભાઈનાં અક્ષર અનોખી ભાત પાડે તેવા હતા. ગમે તે જાણીતી વ્યક્તિ સહેલાઇ થી એ અક્ષરો ઓળખી શક્તી. અલંકારી ભાષામાં કહીએ તો જયંતભાઈ એટલે જયંતભાઈ જયાનંદભાઈ દવે એ તો કહ્યું કે જયંતભાઈ આધુનિક "વાચસ્મૃતિ" અને તેમના ધર્મ પત્ની સવિતાબેન આધુનિક અને તેમના ધર્મપત્ની સવિતાબેન આધુનિક "ભામતી" હતા. રાજકોટની મહાનગર પાલિકાએ રાષ્ટ્રીય શાળા સામેથી બસ સ્ટેન્ડ તરફ જતા માર્ગને આચાર્ય માર્ગની તકતી લગાવી છે. ૧૪ ઓગસ્ટનાં રોજ તેમને અંતિમ શ્વાસ લીધો. પાકિસ્તાન ૧૪ ઓગસ્ટનાં રોજ સ્વતંત્ર થયું હતું અને ભારત ૧૫ ઓગસ્ટનાં રોજ તેમનો અગ્નિસંસ્કાર થયો હતો. ભારત ૧૫ ઓગસ્ટ નાં રોજ સ્વતંત્ર થયું હતું.
અલંકારી ભાષામાં કહીએ તો જયંતભાઈ એટલે જયંતભાઈ જયાનંદભાઈ દવે એ તો કહ્યું કે જયંતભાઈ આધુનિક "વાચસ્મૃતિ" અને તેમના ધર્મ પત્ની સવિતાબેન આધુનિક અને તેમના ધર્મપત્ની સવિતાબેન આધુનિક "ભામતી" હતા. રાજકોટની મહાનગર પાલિકાએ રાષ્ટ્રીય શાળા સામેથી બસ સ્ટેન્ડ તરફ જતા માર્ગને આચાર્ય માર્ગની તકતી લગાવી છે. ૧૪ ઓગસ્ટનાં રોજ તેમને અંતિમ શ્વાસ લીધો. પાકિસ્તાન ૧૪ ઓગસ્ટનાં રોજ સ્વતંત્ર થયું હતું અને ભારત ૧૫ ઓગસ્ટનાં રોજ તેમનો અગ્નિસંસ્કાર થયો હતો. ભારત ૧૫ ઓગસ્ટ નાં રોજ સ્વતંત્ર થયું હતું. આજે જયંતભાઈ સદેહે નથી પણ તેના કાર્યોથી આપને પ્રેરણા લઈએ એવી ઈશ્વર પાસે પ્રાર્થના. જયંતભાઈને આવી શ્રધાંજલિ આપીને આપતો વિરમીએ.
Family Tree of Jayantbhai Chhaganlal Acharya


Santokben C. Acharya

Chhaganlal Acharya

Savitaben J. Acharya

Priyatam Jayantbhai Acharya

Gautam Jayantbhai Acharya

Shrikumar Jayantbhai Acharya

Kotikiran Jayantbhai Acharya

Nitinayan Jayantbhai Acharya

Sasmit Jayantbhai Acharya

Anantaben N. Pandya

Avantiben J. Acharya

Ashokaben S. Jani

Shrimala J. Acharya

Sucheta J. Acharya

Nilambari J. Acharya

Swatichandra P. Acharya

Vaibhavi J. Kamdar

Gauravi P. Acharya

Anantabh Kotikiran

Apoorvi Jayesh Jani

Utsavi R. Sompura

Urvi G. Acharya

Gitesh N. Acharya

Sweta P

Pranjal S. Acharya

Ragesh Suryakant Jani

Udita Manoj Acharya

Anish Nalinkant Pandya

Anand S. Achrya

Shreya Jatin

Shubhashri

Satyam S Acharya

Vandan Kamdar

Priyad Sompura

Shree Anandbhai Acharya

Zeal Jayeshbhai Jani

Krisha Gitesh Acharya

Maahi P. Vyas

Pranshu Anish Pandya

Disha Manoj Acharya

Jayneel R. Jani

Shruti R Jani

Siddharth Kamdar

Amritlal C. Acharya

Godavariben C. Shukla

Nalinkant Pandya

Suryakant Jani

Manjulagauri P. Acharya

Usha Srikumar

Jyotsna Gautam

Sharda Kotikiran

Purnima Nitinayan

Krishna Sushmit Acharya

Gomatiba

Shivashankar Mehta

Harivallabh Mehta

Nautam Mehta

Amritlal Mehta

Shantiben Shukla
Videos of Jayantbhai Chhaganlal Acharya
No videos
Post a tribute & share memories
Fond Memories & Remembrance
Related Profiles
Post Condolences
Amit Akkad
3 months ago
He was not only a supreme expert of the English language, its literature, and world history, but a supreme man in every facet of life. He could take 3 hours to teach just one sentence in English, by getting deeper into each word, its meaning, its use in life, stories built around the word, and venture into the way of living a purposeful and enriching life! The 3 hours spent with him were mesmerizing. I still remember many of his teachings and stories. I truly learned the English language from HIM. He uncovered the beauty of the language for us.
ગુરુ ર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ, ર્ગુરુ ર્દેવો મહેશ્વરઃ।
ગુરુઃ સાક્ષાત્ પરં બ્રહ્મ, તસ્મૈ શ્રીગુરવે નમઃ॥
આવા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના અવતાર આચાર્ય સાહેબને મારા વંદન.
To such Guru as Acharya Saheb, I bow to Thee.
Amit Akkad (Boston)
He was not only a supreme expert of the English language, its literature, and world history, but a supreme man in every facet of life. He could take 3 hours to teach just one sentence in English, by getting deeper into each word, its meaning, its use in life, stories built around the word, and venture into the way of living a purposeful and enriching life! The 3 hours spent with him were mesmerizing. I still remember many of his teachings and stories. I truly learned the English language from HIM. He uncovered the beauty of the language for us.
ગુરુ ર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ, ર્ગુરુ ર્દેવો મહેશ્વરઃ।
ગુરુઃ સાક્ષાત્ પરં બ્રહ્મ, તસ્મૈ શ્રીગુરવે નમઃ॥
આવા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના અવતાર આચાર્ય સાહેબને મારા વંદન.
To such Guru as Acharya Saheb, I bow to Thee.
Amit Akkad (Boston)
Urvi Gautambhai Acharya
7 years ago
હુ ખુબ નસીબદાર છુ કે હુ આચાયકુટુબ મા જન્મી છુ. દાદાને મે હમેશા એમના વિધાથીઓ પાસેથી આચાયસાહેબ ના સંબોધન થી જ સાભડીયા છે. દાદા, તમને મારા પ્રણામ.
હુ ખુબ નસીબદાર છુ કે હુ આચાયકુટુબ મા જન્મી છુ. દાદાને મે હમેશા એમના વિધાથીઓ પાસેથી આચાયસાહેબ ના સંબોધન થી જ સાભડીયા છે. દાદા, તમને મારા પ્રણામ.
Lalit Vaishnav
7 years ago
Rohit Sheth
8 years ago
Mahendra Chandebhamar
9 years ago