
Born
April 22nd, 1933
Passed Away
October 30th, 1987
Popularly Known as
Saurashtra na Vijanand
Occupation
Musician
Spouse
Lalitaben Mistry
Religion
Hindu
Native
Nari (Bhavnagar District)
Country
India
જન્મ અને મૃત્યું નિશ્ચિત છે, કેટલું નહિ કેવું જીવ્યા એ જ યાદ રહીં જાય છે.
આપનો દેહતો વિલીન થયો છે, પરંતુ આત્માનો વિલય થયો નથી.
અમારા હ્રદયમાંથી આપની સ્મૃતિ કદી વિસરાશે નહિ,
ઈશ્વર આપના આત્માને પરમ શાંતિ અર્પે તેવી અભ્યર્થના.
Shradhanjali By
Kamleshbhai Gajjar
Jagrutiben Gajjar
Hareshbhai Gajjar
Kalpanaben Gajjar
Biography of Nanjibhai Girdharbhai Mistry

માણસમાં જો હિંમત હોય , પુરુષાર્થની ભાવના હોય તેમજ સાથે સાથે કુદરતી બક્ષીસ હોય તો માણસ કેવી પ્રગતી કરી નામના મેળવે છે. તે જાણવા માટે સ્વ. શ્રી નાનજીભાઈ મિસ્ત્રી નો ઈતિહાસ જાણવા જેવો છે. પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં કોઈ પણ કુંટુંબની કે અન્યની મદદ વિના જાત મહેનતે શૂન્યમાંથી સર્જન કરી સારી સુવાસ પથરાવી, સારી અને મહાન જીવન જીવી ગયા કે આજે પણ તેમનો ચાહક વર્ગ, કુટુંબીજનો તેમજ કલાકારો ભૂલી શકતા નથી. આવી મહાન વિરલ વ્યક્તિને પ્રણામ.....
સ્વ. શ્રી નાનજીભાઈ નો જન્મ ભાવનગર જીલ્લાના નારી ગામમાં વર્ષ ૧૯૩૧ માં ગુર્જર સુથાર જ્ઞાતિમાં થયો હતો. તેમના પિતા રેલ્વેમાં નોકરી કરતા હતા. તેમજ સુથારીકામ પણ કરતા. ફક્ત પાંચ વર્ષની નાની ઉમરમાં શીતળાના રોગથી શ્રી નાનજીભાઈ ની બંને આંખો ચાલી ગઈ. આજ સમયમાં અચાનક માતાનું પણ અવસાન થયું. પિતાએ ફરીથી લગ્ન કર્યા. બે ભાઈ-ચાર બહેન હતા ને નવી માતા ઘરમાં આવી. અને તેમનો નાનપણમાં જ ઘર છોડવાનો વખત આવ્યો. પોતે અંધ હોવાથી નવી માતા-પિતા તથા કુંટુંબ અને સમાજ નાં લોકો તેને તિરસ્કારની ભાવના થી જોતા. આટલી નાની ઉમર હોવા છતાં તેને માતા કે પિતા તરફથી કોઈ પણ જાતનું પ્રોત્સાહન મળતું નહિ. ફક્ત ઠપકો મળતો અને બધા તેને ધિક્કારતા કે આ આંધળો છોકરો શું કરી શકશે ? તેમના મોટાભાઈ શ્રી ઓધવજીભાઈ તેમને ૭ (સાત) વર્ષની ઉમરે સોનગઢ પાસેના શિહોરમાં આવેલ અંધશાળામાં ભણવા માટે મૂકી આવ્યા. ત્યાંથી તેમને જીવનની શરૂઆત થઇ. તેઓ શાળામાં બ્રેઈન લીપીનો અભ્યાસ તેમજ નેતરકામ શીખ્યા. વેકેશનમાં ઘેર જતા પરંતુ તેમને કોઈ નો પણ આવકાર મળતો નહિ. ફક્ત તીરષ્કાર મળતો. પહેરેલ કપડે વેકેશન ક્યાં અને કેવી રીતે ગાળવું તે પણ એક કાયમી પ્રશ્ન હતો. સાથો સાથ વેકેશનમાં ઘેર આવી પરંતુ ખુલતા વેકેશને પરત સ્કુલે જવા ભાડા નાં પૈસા પણ ન હતા ઘેર તેના તરફ કોઈ ધ્યાન આપતું ન હતું. તેઓ ખુદાબક્ષ ની જેમ મુસાફરી કરી એક ગામ થી બીજા ગામ જતા. આમ, ઘરમાં લાગણી ન મળતી હોવાથી તેઓ નાનપણમાં પણ વેકેશન નાનપણના લંગોટિયા ભાઈબંધોને ત્યાં ગાળતા. આમ દર વર્ષે વેકેશનમાં ક્યાં કોને ત્યાં જવું તે વિચારી આંખોમાં આંસુઓ આવી જતા. આમ બધે જ ફરતા ફરતા માહિતી મળી કે ભાણવડમાં તથા જુનાગઢમાં આશ્રમ છે કે જ્યાં મફત જમાડવામાં આવે છે. તેથી તેઓએ મનોમન નક્કી કર્યું કે વેકેશન હવેથી ઘેર નહિ ગાળતા જુનાગઢ અને ભાણવડ જતું રહેવું. આમ, તેઓ એક વેકેશન ભાણવડ (દયારામ બાપુનું આશ્રમ)માં ગાળતા તેમજ એક વેકેશન કબીર આશ્રમ માં ગાળતા આમ ફરતા ફરતા ખુબ જ વિચાર નાં અંતે તેને નિર્ણય કર્યો કે સંગીત એક જ એવું માધ્યમ છે કે જેના દ્વારા આગળ વધી શકાય છે તેમજ જીવન નિર્વાહ કરી શકાય અમ, વિચાર કરી તેમને સંગીત શીખવાની શરૂઆત કરી, તેમના સમયમાં તેમના ગુરુ કાન્તીભાઈ હતા. તેઓ સોનગઢમાં સંગીત શિક્ષક હતા, આમ કાન્તીભાઈ પાસેથી થોડું સંગીત શીખી, વધુ સંગીત શીખવા અન્ય પાસેથી માહિતી મેળવી તેઓ વડોદરા પહોચ્યા. ત્યાં પહોંચી તેઓ એ ફરી સંગીત નો અભ્યાસ શરુ કર્યો. તેમના તે સમયના સાથીદારો શ્રી ડાહ્યાભાઈ પરમાર (લીંબડી), નાનજીભાઈ વાઘેલા(સાવરકુંડલા), શંકરભાઈ પટેલ (સુરેન્દ્રનગર) હતા. આમ, ચાર મિત્રોની ટીમ હતી. જે તેમના મિત્રો, સગા અને હિતેચ્છુ જે કહો તે હતાં.
તેઓ વડોદરામાં રહી સંગીત નો સંપૂર્ણ અભ્યાસ પૂર્ણ કરી તેમજ સંગીતની તમામ પરીક્ષાઓ આપી પ્રથમ નંબરે ઉતીર્ણ થયા અને અહીંથી ઇનામ મેડલ અને એવોર્ડની શરૂઆત થઇ અને આ સમયમાં સંગીત વિસારદ પૂરું કર્યું. આ રીતે જન્મથી જ દુ:ખ અને ઘાતનો સામનો કરતા એકલા હાથે ભવ્ય પુરુષાર્થ થી આગળ વધી સંગીતકાર બન્યા. આટલી ઉમરમાં તો તેમને જીવનમાં દરેક દુ:ખ નો સામનો કરી ચુક્યા હતાં.તેમ છતાં તેઓ આત્મવિશ્વાસ થી આગળ વધતા ગયા. તેઓ સંગીત ને જીવન નિર્વાહનું સાધન તેમજ સાધના જાણી સૌ પ્રથમ ગાયન તેમજ હાર્મોનિયમમાં માસ્ટરી મેળવી. તે સમયમાં ગઝલ ગાયક શ્રી પુરષોતમ ઉપાધ્યાય સાથે જોડી બનાવી નાના નાના કાર્યક્રમો આપતા. તેઓ શાળાઓમાં જે કાર્યક્રમો દીઠ મળતાં આમાંથી જીવન નિર્વાહ ચલાવતા. માહિતી મળી કે રાજકોટ સંગીતકારો માટે સારૂ સેન્ટર છે અને રાજકોટમાં સંગીતનાં ચાહકો નો બહોળો વર્ગ છે. અને રાજકોટમાં તેઓને સારું કામ મળી રહેશે. આમ, માહિતી મેળવી કોઈના પણ સાથ સહકાર કે ઓળખાણ વગર તેઓ રાજકોટ આવ્યા. તે જમાનામાં રાજકોટમાં રાષ્ટ્રીય શાળામાં સંગીત વિધાલય ચાલતું હતું. ત્થા ત્યાં જ અંધશાળા પણ હતી. તેમના સંચાલકો શ્રી નારણદાસ કાકા તથા પુરષોતમભાઈ ગાંધી હતાં. તેઓ તેમને મળ્યા. શ્રી પુરષોતમભાઈ તથા તેમના ધર્મપત્ની સંગીત નાં ઊંડા જાણકાર હતાં. તેમને શ્રી નાનજીભાઇની સંગીત પ્રત્યેની રુચિ તેમજ તેની શક્તિને જાણી તેને આશ્રય આપ્યો અને રાષ્ટ્રીયશાળા માં એક રૂમમાં રહેવા માટેની વ્યવસ્થા કરી આપી આજે આટલા વર્ષો પછી પણ આ રૂમ શ્રી નાનજીભાઈ મીસ્ત્રીથી આ રૂમ ઓળખાય છે. આ રૂમમાં રહી તેઓ સંગીતના ટયુશનો કરતા તેમજ નાના-નાના કાર્યક્રમો આપતા ધીમે-ધીમે તેમનું નામ રાજકોટમાં પ્રચલિત થઈ ગયું અને સ્વ. શ્રી ઢેબરભાઈનાં હસ્તે તેમને સૌરાષ્ટ્રના શ્રેષ્ઠ સંગીતજ્ઞ તરીકેનો પ્રથમ પુરષ્કાર મળ્યો. ત્યારબાદ તેઓ કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ તથા અન્ય પ્રાઈવેટ ટયુશનો કરવા લાગ્યા. આમ તેમનું ગુજરાન ચાલવા લાગ્યું.
આ સમયમાં તેમનો સંપર્ક વાયોલીન વાદક શ્રી બીન્દુભાઈ સાથે થયો. અને તેમણે વાયોલીન પર હાથ અજમાવવાનું વિચાર્યું અને વાયોલીન શીખવાનું શરુ કર્યું. સંગીતની જાણકારી આમાં તેમને ખૂબ જ ઉપયોગી થઇ અને ધીમે ધીમે આ વિદેશી વાદ્યમાં પણ નિપુણતા મેળવી લીધી અને આજીવન વાયોલિન ને જ જીવન નિર્વાહ નું મહત્વનું સાધન ગણી લીધું.
આ સમયમાં રાષ્ટ્રીયશાળા કે જે સંગીતશાળા હતી. તેમાં બહેનો પણ અભ્યાસ કરતી હતી તેમાં એક શ્રી લલીતાબહેન પણ અભ્યાસ કરતા હતાં. તેમનું કુંટુંબ રૂઢીચુસ્ત હતું. પરંતુ રાષ્ટ્રીયશાળાના સંચાલકો તેમજ મિત્રોના સાથ સહકાર થી શ્રી નાનજીભાઈ એ સંસ્થામાં અભ્યાસ કરતા શ્રી લલીતાબેન કે. થાનકી (પોરબંદર) સાથે લગ્ન કર્યા અને ઘર સંશારની શરૂઆત કરી. એ જ સમયમાં જાણવા મળ્યું કે રાજકોટમાં આકાશવાણીનું કેન્દ્ર શરુ થવાનું છે તેથી તેમણે સર્વિસ માટે ત્યાના લાગતા વળગતાને મળવાનું શરુ કર્યું ત્યારે દિલ્હી થી ઓડિશન લેવા ત્યાંના સાહેબો આવતા તેમણે કહ્યું કે આ કેન્દ્રમાં અંધ વ્યક્તિ ન ચાલે તે ટાઈમે આવી ન શકે. ટાઈમે કામ ન કરી શકે અહી ઘડીયાળના કાંટે કામ થાય છતાં ખુબ જ સમજાવટના અંતે શ્રી નાનજીભાઈ એ આકાશવાણીની તમામ પરીક્ષાઓ આપી અને પ્રથમ નંબરે ઉતીર્ણ થઈ ૧૯૫૨ માં રાજકોટ આકાશવાણીમાં પ્રથમ દિવસ થી જ નોકરી મેળવી બધાને આશ્રયચકિત કરી દીધા અને આકાશવાણીમાં તેમને ગાયન માટેની નોકરી પ્રાપ્ત કરી. આજે પણ રાજકોટ આકાશવાણી માં તેમને ગાયેલા ગાયનોની રેકોર્ડો છે જ ત્યારે સ્ટાફમાં તેમની સાથે શ્રી હેમુગઢવી, સુલતાનખા, ઉપેન્દ્રભાઈ ત્રિવેદી, ચંદ્રકાંત ભટ્ટ, જેવા તજજ્ઞો અને દીગજ્જો હતાં ત્યારના જમાનામાં એક અંધ માણસ આકાશવાણી જેવા સેન્ટ્રલ ગર્વમેન્ટમાં કોઈના પણ સાથ સહકાર, કે ભાલામણ વગર નોકરી મેળવી તે એક ગૌરવની વાત હતી. સમય ની સાથે સાથે તેમને વાયોલીન ની પણ સાધના ચાલુ રાખી હતી. તે સમયમાં આકાશવાણીમાં શ્રી ઝવેરચંદ મેઘાણીની વાર્તાઓ સૌરાષ્ટ્રના લોકગીતો તથા ભજનોનો જમાનો હતો. તે સમયમાં ભજનો માં “રામ સાગર” વગાડવામાં આવતા તથા લોકગીતોમાં “રાવણ-હથ્થો” વગાડાતો વાયોલીન વગાડાતું જ નહિ. કારણ કે વાયોલીન વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ હોવાથી તેનો ઉપયોગ આપના દેશમાં લોકગીતો, ભજનો માં થતો જ નહિ. આ વિદેશી વાદ્ય ગુજરાતી લોકસંગીતમાં ઢાળનાર સમ્રગ દેશમાં પ્રથમ શ્રી નાનજીભાઈ મિસ્ત્રી હતાં. જેમણે આ વિદેશી વાદ્યને રામસાગરની ટ્યુન ને વાયોલીનમાં બેસાડી આકાશવાણીમાં ભજનમાં વાયોલીન વગાડવાની શરૂઆત કરી. અને નાટકો, વાર્તા, ભજન, લોકગીતો માં રાવણહથ્થો અને રામસાગર ની જગ્યાએ વાયોલીન ની ટયુનની શરૂઆત કરી. આમ એક નવા જ યુગનો પ્રારંભ થયો અને સમગ્ર દેશમાં સંગીતજ્ઞો ને અવાચક કરી દીધા રાજકોટ આકાશવાણી કેન્દ્રને તે જમાના નાં નાટ્ય રૂપાંતરો “લાલવાદી-ફૂલવાદી” પ્રથમવર્ષ, બીજાવર્ષ “પાતળી પરમાર” અને ત્રીજા વર્ષે “શ્રેણી વિજાણંદ” નાં સંગીત નિયોજક તરીકે સળંગ આકાશવાણી માં પ્રથમ નંબરનાં વિજેતાનું બિરુદ પ્રાપ્ત થયું. અને આમ સમગ્ર ગુજરાતભરમાં તેમની નામના બોલાવા લાગી અને સૌરાષ્ટ્ર ગુજરાતના લોકગાયકોમાં તેમજ નામાંકિત સંગીતકારોમાં તેમની નામના એકલી વધવા લાગી કે તેમને “સૌરાષ્ટ્ર નાં વિજાણંદ” તરીકેનું બિરૂદ પ્રાપ્ત થયું.
સ્વ. શ્રી નાનજીભાઈ એ જુનાગઢ ભવનાથ તળેટી માં કે જ્યાં વરસો વરસ મેળો ભરાય છે અને ત્યાં ગુજરાતના ગાયકો ભજનો ની રમઝટ બોલાવે છે ત્યાં પણ વરસો સુધી જઈ લોકોને મોજ પડે તે રીત નું સંગીત પીરસ્યું.
વાયોલીન સાથે-સાથે તેઓ ગાયન, તબલા, હાર્મોનિયમ, પ્યાનો, બેન્જો વગેરેમાં પણ નિપુણ હતાં.
તે સમયમાં ભારતભરની એક માત્ર રેકોર્ડ કંપની “એચ.એમ.વી.” એ ગુજરાતના નામાંકિત કલાકારોને લઈને સ્વ. શ્રી નાનજીભાઈના સંગીતના સથવારે રેકોર્ડ બહાર પાડી. આ ઉપરાંત આઈ.એન.ટી. માં પણ સંગીત આપી. તેમને ફક્ત ભારત દેશમાં જ નહી વિદેશમાં પણ લોક ચાહના મેળવી વિશ્વમાં જ્યાં-જ્યાં આપણા ગુજરાતીઓ વસે છે ત્યાં દરેક જગ્યાએ શ્રી નાનજીભાઈ નું નામ ગુંજતું થઈ ગયું.
આ નામના પછી એવો જમાનો આવી ગયો કે ગમે ત્યાં પ્રોગ્રામ હોય કે ફંક્શન, રેકોર્ડ હોય કે કેસેટ કે આકાશવાણીમાં ઓડિશન હોય પરંતુ નાનજીભાઈ વગર શક્ય બનતું ન હતું. કોઇપણ કલાકાર તેના વગર ગાવા તૈયાર થતો જ નહિ.
તેમની લોકચાહના હવે ધીરે-ધીરે વિદેશમાં પણ વધવા લાગી. સૌ પ્રથમ વિદેશ પ્રવાસમાં પણ તેમને ગજબની લોકચાહના પ્રાપ્ત કરી. આ સમયથી કેસેટ યુગનો પ્રારંભ થયો પરંતુ કલાકારો કેસેટ શું કહેવાય તેમાં કઈ રીતે ગાવું વગેરે બાબતોથી સાવ અજાણ હતાં, પરંતુ નાનજીભાઈ એ સૌને સમજાવ્યા કે આ કેસેટ નાં પ્રચાર થી તમારા ધંધાને કોઈ અસર નહિ થાય આનાથી તમારી ચાહના વધશે. તમારો વર્ગ વધશે. તમારો પ્રચાર વધશે. તમારી નામના અને કીર્તિ વધશે અને આમ સમજાવીને સૌ પ્રથમ કેસેટ બોમ્બે માં “રાજ ઓડિયો” માં પ્રથમ કેસેટનું રેકોર્ડીંગ કર્યું અને સારો પ્રતિભાવ મળ્યો. આજની તારીખે પણ “રાજ ઓડિયો” ની કેસેટ નું વેચાણ સર્વશ્રેષ્ઠ છે.
આજ સમયમાં રાજકોટ આકાશવાણી માં એક નાટ્ય રૂપાંતર નું સંગીત નિયોજન કર્યું. તે નાટ્યરૂપાંતર “શ્રી ઉત્ત્પલ નારાયણની કથા” એ રાષ્ટ્રીય કક્ષા એ પ્રથમ સ્થાન મેળવ્યું અને શ્રી નાનજીભાઈ ની સંગીત ની કોઠાસૂઝ ને કારને રાજકોટ આકાશવાણી ને પ્રથમ રાષ્ટ્રીય કક્ષાનો પ્રથમ એવોર્ડ મળ્યો.
આજ સમયમાં દિલ્હી રાજભવન તરફથી રાજકોટ આકાશવાણીના સ્ટાફને કાર્યક્રમો આપવા દિલ્હી ઇન્દિરાગાંધી તથા રાષ્ટ્રપતિ વી.વી. ગીરી તરફથી આમંત્રણ મળ્યું. તે વખતના વડાપ્રધાન ઇન્દિરાજી ની મંજૂરી મેળવી. વિદેશી શ્રેષ્ઠ વાયોલીન વાદક શ્રી “યહુદી મેન્યુહીન” શ્રી નાનજીભાઈને સાંભળવા ખાસ દિલ્હી પધાર્યા અને તેમને સાંભળી ખૂબ જ ખુશ થઇ બોલ્યા કે આ માણસા જે રીતે આ વાયોલીન ને વગાડી શકે છે તે રીતે હું પણ વગાડી શકતો નથી. ટૂંકમાં આ વાદ્ય ને આ માણસ લીમીટ બાર વગાડી શકે છે. આમ વિશ્વ નાં શ્રેષ્ઠ વાયોલીન વાદક પણ વાયોલીન સાંભળી અવાચક થઇ ગયા અને ત્યારનાં રાષ્ટ્રપતિ શ્રી વી.વી. ગીરીના શુભ હસ્તે માન અને સન્માન પ્રાપ્ત કર્યું.
લોક આગ્રહ ને માન આપીને તેમને ગુજરાતી પિકચરો માં સંગીત આપવાનો વિચાર કર્યો. તેમને વાયોલીન ની પ્રથમ ધૂન વિજય મરચન્દ નાં સંગીત સાનિધ્યમાં ફિલ્મ “બહુરૂપી” માં આપી ત્યારબાદ “ડાયરા” ની દુનિયા શરુ થઇ ૧૯૭૦ નાં દાયકાથી ડાયરાના આયોજન ધીમે-ધીમે શરુ થયા અને ડાયરાઓ એટલા તો થયા કે ભારતભર માં તેના આયોજનો તો થયા. સાથો-સાથ વિદેશોમાં પણ થવા લાગ્યા.
આમ ફરીથી તેમને વિદેશ યાત્રા કરી કામના સતત ભરાવાના કારણે થાકી કંટાળી તેઓએ ૧૯૮૦મા રાજકોટ આકાશવાણીમાથી રાજીનામું આપી દીધું અને સંપૂર્ણ સમય, કેસેટો, ડાયરા તેમજ પિકચરો પાછળ આપી દીધું. લગભગ ૧૦૦ જેટલા ગુજરાતી ચલચિત્રોમાં વાયોલીન વગાડેલ હતું.
વર્ષ ૧૦૮૦ માં તેમના પોતાના સંગીત નિયોજનમાં શ્રી આર. જે. ફિલ્મ દ્વારા નિર્મિત ગુજરાતી ફિલ્મ “લંકાની લાડી ને ઘોઘાનો વાર” બનાવવામાં આવી જે ફિલ્મે પ્રથમ ગોલ્ડન જ્યુબળી ઉજવી અને તેના ગીતો સમગ્ર ગુજરાતમાં ગવાવા લાગ્યા. આજે પણ વર્ષો પછી તેની રચનાઓ માડી તારા અઘોર નગારા વાગે નવરાત્રી માં અચૂક સાભળવા મળે છે. તેમને સંપૂર્ણ સંગીત નિયોજનમાં ૬ (છ) ફિલ્મો કરી “મચ્છુ તારા વહેતા પાણી” મોરબી હોનારત પછી બનેલી ફિલ્મે પણ સારી લોકચાહના મેળવી હતી.
તેમના કામની કોઠાસૂઝ તેમજ તેમની યાદ શક્તિ એટલી તેજ હતી કે કલાકારો ની દુનિયામાં શ્રી નાનજીભાઈ ને નામથી નહિ પરંતુ “ગુરુ” તરીકે જ બોલાવતા.
તેઓએ કુંટુંબીક ઘરના ઉપયોગ માટે અચૂક ફોન નંબર અડ્રેસ ડાયરીઓ બનાવડાવી હતી. પરંતુ તેને માટે પોતે ક્યારેય ઉપયોગ કરતા જ નહિ; તેમની યાદશક્તિ ખુબજ તેજ હોવાથી દરેક કલાકારો નાં એડ્રેસ ફોન નંબર STD કોડ-નંબર, દરેક બસના રેલવેના અને એરપોર્ટ નાં પ્લેન નો સમય કાયમ હમેશા મોઢે જ રહેતા.
૧૯૮૪ ની મેં ની ૨ જી તારીખે તેમને ભાચાવ નજીક ગંભીર અકસ્માત નડ્યો હતો આ અકસ્માત માં તેમને ખુબ જ લાગ્યું. હતું. જે હાથથી તેઓ વાયોલિન ની “બો” વગાડતા તે જ હાથનું બાવડે થી ભાંગી ગયું હતું.
ત્યારે રાજકોટના નામાંકિત ડો. પંકજ પટેલ ને ત્યાં ઓપરેશન કરાવી હાથમાં ૫ ઈંચ ની પ્લેટ બેસાડી હતી. આટલું લાગવા છતાં તે જ હાથથી તેઓ પહેલાની જેમ જ વાયોલીન વગાડતા. તેમની લય કે ઝડપમાં કોઈ ફેરફાર થતો ન હતો જે તેમની સહન શક્તિ કેટલી હતી તે બતાવે છે.
તેઓને કુદરતની કૃપાથી બે સંતાનો છે. જેઓ નો જન્મ ૧૯૬૦ અને ૧૯૬૨ માં થયો હતો શ્રી કમલેશભાઈ મોટા તથા શ્રી હરીશભાઈ તેમના નાના સંતાન છે. હાલ નાં તેઓ નાં ઘેર પણ બે-બે સંતાનો છે. અને બહોળો પરિવાર ધરાવે છે. ૧૯૮૭ માં તેઓ બીમાર થયા અને તેઓ ૫૬ વર્ષ ની નાની વયે તેઓએ આ દુનિયા છોડી દીધી . એક માસની ટૂંકી બીમારીમાં જ તેઓ અવસાન પામ્યા. દવાખાને બીમાર હતાં ત્યારે જ ત્યાં સમાચાર મળ્યા કે ૧૯૮૭ નાં શ્રેષ્ઠ સંગીતકાર તરીકે ફિલ્મ “મચ્છુ તારા વહેતા પાણી” ફિલ્મમાં શ્રી નાનજીભાઈ મિસ્ત્રી ને એવોર્ડ મળ્યો આ એવોર્ડ તેમના જીવનનો છેલ્લો એવોર્ડ હતો. ત્યારબાદ ગુજરાત રાજ્ય દ્વારા વર્ષ ૧૯૮૭ નો શ્રેષ્ઠ લોકસંગીતની સેવા બદલ “ગૌરવ પુરષ્કાર” થી સન્માનિત એવોર્ડ મરણોતર એવોર્ડ મળ્યો.
આ જીવન સંગીત સાધના કરી એક વિદેશ વેસ્ટર્ન વાજિંત્ર ને લોક સંગીત નાં “વાયોલીન” ની ભેટ આપી કે જે સિદ્ધિ આજ પ્રત્યન સુધી કોઈ અંધ આટલી મુશ્કેલી વેઠીને આટલા ઊંચા સ્તરે પહોચ્યો જે એક વિરલ સિદ્ધિ જ ગણાય.
એક લાકડાના નાના વાજિંત્ર દ્વારા ભારતમાં જ નહી પરંતુ વિશ્વમાં પણ જ્યાં – જ્યાં આપણા ગુજરાતી ઓ વસે છે ત્યાં બધે જ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી તેઓ જીવન પર્યંન્ત આ વાજિંત્ર ને જીવ થી પણ વિશેષ સાચવ્યું અને જ્યારથી શીખ્યા ત્યારથી મૃત્યુ સુધી તેનું જીવ ની જેમ જતન કર્યું. હાલમાં પણ તેમના સંતાનો આ વાજિંત્ર ને સાચવી ને રાખી નિયમિત તેમની પૂજા – અર્ચના કરે છે અને ભાવીષ્યમાં થશે જ અને વાજિંત્ર નું પેઢી દર વર્ષ પૂજા થાય તેમ ઈશ્વર પાસે પ્રાથના કરે છે આવી આ વિરલ વ્યક્તિને પ્રણામ..... નમસ્કાર..... ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તેવી અમારી સૌ વતી પ્રાથના.
શાંતિ, શાંતિ, શાંતિ, .....
Family Tree of Nanjibhai Girdharbhai Mistry


Manima Girdharbhai Agheda

Girdharlal Pitambarlal Agheda

Lalitaben Nanjibhai Mistry

Kamleshbhai Gajjar

Hareshbhai Gajjar

Tushar Kamleshbhai Gajjar

Jimil Kamleshbhai Gajjar

Ankit Hareshbhai Gajjar

Bhumika Hareshbhai Gajjar

Jagrutiben Kamleshbhai Gajjar

Kalpanaben Kamleshbhai Gajjar

Kalidasbhai Thanki

Narbhesankarbhai Thanki
Post a tribute & share memories
Fond Memories & Remembrance
Related Profiles
Post Condolences
Amit Kargathara
2 days ago
KETAN PANDYA Manekbhai
2 weeks ago
KETAN PANDYA Manekbhai
2 weeks ago
NATVAR GAJJAR
2 weeks ago
Ketan M Pandya
1 year ago