
Born
June 29th, 1947
Passed Away
June 25th, 2016
Occupation
Service
Religion
Hindu
Caste
-
Native
Moti Matli
City
Rajkot
State
Gujarat
Country
India
पिता ही धर्म है, पिता ही स्वर्ग है
पिता ही परम तप है
पितृभक्ति हर भक्ति में श्रेष्ठ है
पितृभक्ति देवताओ को भी प्रिय है
शास्त्र में कहा गया यह विधान हमारे जीवन का मर्म है
स्वर्ग की प्राप्ति धर्म से होती है, तप से होती है
परंतु हमारे लिए हमारी पितृभक्ति ही हर भक्ति में श्रेष्ठ है
Shradhanjali By
Ramesh bhai Thunga
Vijaybhai Thunga
Nayanbhai Thunga &
Entire Thunga Family
Biography of Shri Dhanjibhai Jethabhai Thunga

જામનગરનું gaurav સ્વ. ડિ.જે. ઠુંગા sir જન્મ તા.૨૯/૬/૧૯૪૭ ના રોજ મુ. મોટી - માટલી - તા. કાલાવડ, જિ. જામનગર ખાતે થયો હતો. પિતા જેઠાભાઇ મંગરાભાઇ અને માતા કંકુબેન ના લાડકવાયા આ મોટા પુત્ર બાળપણથી જ પ્રતિભાશાળી હતા. પ્રાથમિક શિક્ષણ જન્મ સ્થળેથી મેળવી તેઓ રાજકોટ ઇ.સ. ૧૯૬૦ થી સ્થાયી થયા, જ્યાં તેઓ સૌરાષ્ટ્ર યુનિ. ના કેમ્પમાં ૧૯૭૩ માં સ્ટુડન્ટ યુનિયનના (જી.એસ.) મહામંત્રી રહ્યા, એટલે યુવાનીથી જ નેતૃત્વના ગુણોનો વિકાસ શરૂ થયો હતો. બાદ તેઓ એમ.એ.(ઇતીહાસ) ની ડિગ્રી મેળવી ગુજરાત સરકારના સંગ્રાહલય ખાતામાં કયુરેટર તરીકેની ફરજો જુનાગઢ, જામનગર, ભુજ, રાજકોટ, પ્રભાસ પાટણ તથા વડોદરા ખાતે બજાવી. જુનાગઢ ખાતે અધિકારી તરીકે ફરજો સાથે ૧૯૭૭ થી સમાજ સેવાના કાર્યોથી શરૂઆત કરી. જુનાગઢ ખાત તેઓએ ભરવાડ સમાજને વિકસતી જાતી છાત્રાલયની શરૂઆત કરાવી જે હાલ કાર્યરત છે. બાદમાં પોતાના વતન ખાતે શિક્ષણની જ્યોત તરીકે ૧૯૮૩માં મોટી - માટલી હાઇસ્કુલની સ્થાપના કરી, અને રાજકોટમાં યુવનગર, જુનાગઢ, તથા નવાગામ ખાતે પણ ગ્રાન્ટેડ હાઇસ્કુલો બનાવી. જે હાલમાં ચાલુ છે ૧૯૯૦ ના દાયકા બાદ જામનગર આવી અને જામનગર જિલ્લા ભરવાડ સમાજની રચના કરવા માટેના પ્રયત્નો શરૂ કર્યા, જેમાં તેઓ ૧૯૯૭ થી જીવન પર્યત મેનેજીંગ ટ્રસ્ટી તરીકે સેવા આપી જે ભરવાડ સમાજની શૈક્ષણિક સંસ્થાને આજે વટવૃક્ષ જેવડી બનાવી છે, શિક્ષણના અનેક કાર્યોમાં તેઓનું છેલ્લું કાર્ય ભરવાડ સમાજ કન્યા છાત્રાલય નાઘેડી રહ્યું જેની સ્થાપના તેઓએ વર્ષ ૨૦૧૪ માં કરી અને વર્ષ ૨૦૧૫ - ૧૬ ની સંસ્થાને કાર્યરત કરી, આમ શૈક્ષણિક કાર્યોની હારમાળા સર્જનાર સર્જનહારની વિદાય તા.૨૫/૬/૨૦૧૬ ના દિવસે થઇ. શિક્ષણની સાથે સાથે અનેક ધાર્મિક કાર્યો અનેક મંડપ-મેળાઓ, અસંખ્યા સંમેલનો, સમુહલગ્નો, સંગઠનના કાર્યક્રમો, વિદ્યાર્થી સન્માન સમારોહો, મહિલા સંમેલનો, વડીલ વંદના વિગેરે કાર્યક્રમોનું આયોજન કરતા રહેતા
કોઈ મ્યુઝિયમના ક્યુરેટર હોવું એટલે તેમને ઇતિહાસ, સંસ્કૃતિ, કલા, પુરાતત્વ, ઇજનેરી વિગેરેનું જ્ઞાન હોવું જરૂરી છે. દેશ અને દુનિયાના મ્યૂઝીયમોનો અભ્યાસ પણ હોવો જરૂરી છે. કેટલીક વાર મ્યૂઝીયમોમાં આપણો વૈભવ અને વારસો રજૂ કરવાનો હોય છે. મ્યુઝિયમમાં ભૂતકાળ ખડો કરવાનો હોય છે. ક્યૂરેટરે તત્કાલીન જમાનામાં ડોકિયું કરવાનું હોય છે. મ્યુઝિયમમાં તત્કાલીન જમાનાની રહેણી કરણી, અસ્ત્ર શસ્ત્ર, વેશભૂષા, ચિત્રકલા, શિલ્પકલા, સ્થાપત્ય, વાજિંત્રો, હસ્તકલા, કારીગરી, વાસણો, મોજશોખના સાધનો, વગેરેને પ્રદર્શિત કરીતત્કાલીન જમાનાની આબોહવા ઉભી કરવાની હોય છે. આપણા દેશમાં કેટલાક મ્યુઝમો રજવાડાઓનો ભવ્ય ભૂતકાળ રજૂ કરે છે. કેટલાક મ્યુઝમો ખોદકામ કરીને તેમાંથી નીકળેલા સંસ્કૃતિના અવશેષો રજૂ કરે છે. તેમાં તત્કાલીન યુગનું પ્રતિબિંબ પડે છે. આપણાં દેશમાં દિલ્હી, હૈદરાબાદ, મૈસુર, કલકત્તા, લખનૌ ગ્વાલિયર, ઉદયપુર, જયપુર, બોધગયા, નાલંદા, બંગ્લોર, મુંબઈ, વારાણસી વગેરે જગ્યાએ મોટા મ્યુઝિયમો આવેલા છે. ગુજરાતમાં વડોદરા, જૂનાગઢ, ભુજ, જામનગર વગેરે જગ્યાએ મ્યુઝિયમો સંગ્રહાલયો આવેલા છે. આ દરેક મ્યુઝિયમની પોતપોતાની આગવી વિશેષતા રહેલી છે. એક મ્યુઝિયમના ક્યુરેટર બનવું એટલે તેમનાં માં સૌંદર્ય દ્રષ્ટિ (aesthetic sense) ગોઠવણી, વ્યવસ્થા, વહીવટ, સાચવણી, પ્રામાણિકતા વગેરે હોવું પણ જરૂરી છે. શ્રી ધનજીભાઈમાં ઉપરોક્ત બાબતોનું જ્ઞાન છે એટલેજ ગુજરાત સરકાર તરફથી પ્રતિનિધિ તરીકે રાષ્ટ્રકક્ષાની કોન્ફરન્સો અને કમિટીઓમાં તેમને જવાનું થાય છે.
મ્યુઝમો વિષે તેમનું અનુભવ જ્ઞાન ઊંડું છે. તેઓ સંશોધન પ્રવૃત્તિ, લેખન પ્રવૃત્તિ, અધ્યયન પ્રવૃત્તિ કરી સદા વિકસિત થતાં રહ્યાં, તેઓ આ ક્ષેત્ર ના તજજ્ઞ અને નિષ્ણાંત હતાં. આ બધું તો તેમના વ્યવસાયના એક ભાગ રૂપે હતું પણ તેમણે ગૌપાલકોની સમાજ સેવા પ્રવૃત્તિ ઘણી કરી છે. તેનું પણ એટલું જ મહત્વ છે. ગોપાલકોનો શૈક્ષણિક સામાજિક, આર્થિક, ધાર્મિક અને સાંસ્કૃતિક વિકાસ થાય તેના માટેના તેમણે આગેવાની લઈ ઘણા પ્રયત્નો કર્યા છે. તેમણે ગોપાલ કોના સંમેલન, મહાસંમેલન, ધાર્મિક ઉત્સવો, ધાર્મિક મહાઉત્સવ વગેરેમાં આગેવાની લઈ આયોજનને સફળ બનાવે છે. તેમનામાં જબરી આયોજન શક્તિ અને સંગઠન શક્તિ છે. સ્કૂલો અને છાત્રાલયો માં સ્થાપવામાં અન્ય સાથે તેમનો ફાળો છે.
ગોપાલ કોને સરકાર તરફથી પણ અન્યાય ન થાય ને તેમને આદિવાસી તરીકેના હક્કો બક્ષે છે તે જળવાઈ રહે તેના માટે પણ જંગી સભા સંમેલનો યોજી પ્રયત્નો કર્યા છે. તે અન્યાય સામે પ્રતિકાર પણ કરતા હોય છે. શ્રી ધનજીભાઈ સમૂહ (Mass)ના માણસ છે. તેઓ એકાંતપ્રિય કે એકાકી જીવન જીવનારા નથી. તે બધાને સંગઠિત કરી સાથે ચાલનારા છે. પોતાના વ્યક્તિગત વિકાસ સાથે બધા જ વિકાસ થાય તેવું તે માનનારા છે.તે આત્મકેન્દ્રી (Self Centered) નથી, ગોપાલક નો સર્વાંગી વિકાસ થાય તેવી તેમની મથામણ અને મનોકામના છે. તેમાં શ્રી સુરાભાઈ ભરવાડ તેમના પ્રેરણા પુરુષ છે.
શ્રી ધનજીભાઈ નું શિક્ષણ અલગ અલગ સ્થળોએ થયેલ છે. તેમનું પ્રાથમિક શિક્ષણ તેમના ગામ મોટી માટલી અને રાજકોટમાં થયું છે, તેનું માધ્યમિક શિક્ષણ સૌરાષ્ટ્ર હાલ, રાજકોટમાં અને ઉચ્ચ શિક્ષણ રાજકોટમાં ધર્મેન્દ્રસિંહ કૉલેજમાં થયું છે. તેમણે એમ.એ. નો અભ્યાસ ૧૯૬૪માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાં કર્યો છે. બી.એ.માં તેમનો વિષય ૧૯૬૭થી ૧૯૭૫ સુધી રાજકોટમાં સેલ્સ ટેક્સ ડિપાર્ટમેન્ટ માં ક્લાર્ક ની નોકરી પણ કરી હતી. તેમણે શોર્ટ ટર્મ મ્યુઝિયોલોજી અભ્યાસક્રમ ન્યુ દિલ્હીમાં કર્યો. મ્યુઝિયમનું અભ્યાસક્રમ પૂરો કરી છે જૂનાગઢ દરબાર હોલ મ્યુઝિયમ માં આસિ. ક્યુરેટર તરીકે જોડાયા ત્યાર પછી તે રવીન્દ્ર કલા ભુવન, રાજકોટ અને ઇતિહાસ સંશોધન સંભા, જુનાગઢની કારોબારી સમિતિના સભ્ય પણ બન્યા શ્રી ધનજીભાઈ માં વિદ્યાર્થી અવસ્થાથી જ નેતાગીરી ના લક્ષણો જણાય છે.
પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણમાં તે વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા તે કોલેજમાં જી.એસ. પણ થયેલા. તે વિદ્યાર્થીકાળથી જ વિદ્યાર્થી પ્રવૃત્તિઓ અને સામાજિક પ્રવૃત્તિઓમાં રસ ધરાવે છે. નાટક, રમત-ગમત, ચિત્રકલા સંગીત કળા વગેરે વિદ્યાર્થીકાળથી તેના શોખની વિષયો રહ્યા છે.
તેમની મોટી ઉંમર થતાં ઇતિહાસ, પુરાતત્ત્વ, શિલ્પકલા, અધ્યયન, સંશોધન વગેરે તેના રસના ને શોખનો વિણ્યા બની ગયા, મ્યુઝિયમની સરકારી નોકરી કરતાં કરતાં પણ એમણે ગોપાલક સમાજની સુધારા પ્રવૃત્તિ હાથ ધરી છે. તેમનામાં ગોપાલક સમાજ પ્રત્યે ઋણ અદા કરવાની ભાવના છે.
એ જ રીતે પોતે જે વિષયનું તજજ્ઞ છે તે વિષયમાં પણ સંશોધનો કરીને ઘણા ઊંડા ઉતર્યા છે; જેને કારણે દેશના મ્યુઝિયમોની કમિટિઓમાં ગુજરાત સરકારના પ્રતિનિધિ તરીકે અનેકવાર કામ કરેલ છે. અને માર્ગદર્શન પુરા પાડેલા છે. એ સમાજસેવા અને મ્યુઝિયમના તજજ્ઞ તરીકે તેમને સફળતા મળી છે. હાલ તેઓ જામનગર ખાતેના લાખોટા મ્યુઝિયમ માં ક્યુરેટર તરીકે ફરજ બજાવે છે. આ ઉપરાંત તેઓ કરછ (ભુજ) ખાતે આવેલ સંગ્રહાલયના એક્યુરેટ જગ્યા વધારાનો હવાલો સંભાળી રહેલ છે. તે પછી હવે શરૂ થનાર દ્વારકા ખાતે સંગ્રહાલય ને લગતી પણ ફરજ બજાવી રહ્યા છે. આમ શ્રી ધનજીભાઈ ગેઝેટેડ ઓફિસર તરીકેની ફરજો બજાવે છે, તેને સમાજ સેવા કરવાની પ્રેરણા શ્રી સુરાભાઈ ભરવાડ પાસેથી મળે છે. શ્રી સુરાભાઈ ભરવાડ પ્રત્યે તમને અનહદ માન છે, શ્રી સુરાભાઈ તેમના જીવનનો આદર્શ બની રહ્યા છે. સુરા ભાઈ ને તે ગુરુ અને માર્ગદર્શક માને છે. શ્રી ધનજીભાઈ અને તેના બા-બાપુજીએ રસ લઈને આટલું ભણાવ્યા તેથી, તેમના વિકાસ કરવાની ઉમદા તક મળી, માતા પિતા ઉપરાંત તેના શિક્ષણમાં તેમના ફઈબા પણ અગત્યનો ફાળો છે. તેમને તેમના કેટલાક મિત્રો પણ પ્રેરણા આપે છે, જે મિત્રો આજે જાહેર જીવનના ટોચના સ્થાને પણ બિરાજે છે. શ્રી સુરાભાઈ ઉપરાંત સમાજસેવા ની પ્રેરણા આપનાર માં રાજકોટ ખાતેના નકળંગ મંદિર વાળા રવજીભાઈ મકવાણા તેમજ રાજકોટના ભાઈશ્રી રફિકભાઈ શેખ વગેરે મુખ્ય છે.
લીંબડીમાં મળેલા શિક્ષિત ગોપાલક સંમેલન થી પણ તેમના સામાજિક પ્રવૃત્તિ કરવાની ઘણી પ્રેરણા મળી છે. ગોપાલક નેતા શ્રી સુરાભાઈ ભરવાડ ઉપરાંત શ્રી છગનભાઈ ભરવાડ, શ્રી ભીખુભાઈ પટેલ, શ્રી નાનુભાઈ ભરવાડ થી પણ તે પ્રભાવિત થયેલા છે. આ તેમની પ્રેરણા મૂર્તિ છે. એ ઉપરાંત 'જાગૃતિનું અભિયાન ચલાવનાર ડો. રતનબહેન રાતડિયા પ્રવૃત્તિઓથી પણ તમને જોવા જાણવા શીખવાનું મળ્યું છે.
શ્રી ધનજીભાઈ લેખન કાર્યમાં રસ છે. તેમણે ઇતિહાસ સંશોધનના અનેક લેખ પ્રસિદ્ધ કર્યા છે. ગુજરાતના સામયિકો કે પથિક', ‘કુમાર', 'ગુજરાત યોજના', વગેરેમાં તેના લેખ પ્રસિદ્ધિ પામ્યા છે. રાજકોટ અને અમદાવાદ થી પ્રસિદ્ધ થતા ‘જયહિન્દ' દૈનિક માં ‘સૌરાષ્ટ્રના ઇતિહાસની આરસી' નામની લાંબી લેખમાળા દર સોમવારે બે વર્ષ સુધી લખી છે.
શ્રી ધનજીભાઈ વિવિધ ક્ષેત્રે સમાજસેવાની પ્રવૃત્તિ કરી છે. તેમણે શૈક્ષણિક, સંશોધિત, સામાજિક, ધાર્મિક વગેરે પ્રવૃત્તિઓ કરેલ છે.
શૈક્ષણિક અને સંશોધિત પ્રવૃત્તિઓ :
૧. શ્રી ધનજીભાઈએ સને ૧૯૮૧માં રાજકોટની બાજુમાં આવેલ નવાગામ ખાતે ‘ગૌપાલક એજ્યુકેશન ટ્રસ્ટની રચના કરી ‘મહાવીર વિદ્યાલય’ નામની હાઈસ્કૂલ શરૂ કરી છે.
૨. તેમણે સને ૧૯૮૨માં મોટી માટલી ખાતેના તેમના વતનમાં મોટી માટલી એજયુકેશન ટ્રસ્ટની રચના કરી ‘મોટી માટલી હાઇસ્કુલ' નામની, હાઈસ્કૂલ શરૂ કરી છે.
૩. તેમણે સને ૧૯૮૯માં મોટી માટલી ખાતેના પોતાના વતનમાં મોટી માટલી કુમાર છાત્રાલય (વિકસતી જાતિ) શરૂ કર્યું છે.
૪. તેમણે સને ૧૯૯૮માં ‘શ્રી જામનગર જિલ્લા ભરવાડ સમાજ ટ્રસ્ટની રચના કરી છે. તેઓ આ ટ્રસ્ટ દ્વારા ગોપાલક છાત્રાલય અને અન્નક્ષેત્ર ચલાવે છે. તે તેમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા બજાવે છે.
૫, સને ૧૯૬૮માં તથા ૧૯૬૯માં રાજકોટ ખાતે ‘ગોપાલક ટ્રસ્ટ' શરૂ થયું જેમાં તેમણે ખજાનચી અને સહમંત્રી તરીકે સેવા આપી છે,
૬. તેમણે ગુજરાત સરકારની આર્ટ પરચેઝ કમિટીના સભ્ય તરીકે સેવા આપે છે.
૮. તેમણે ગુજરાત સરકારના સેલ્સટેક્ષ ડિપાર્ટમેન્ટમાં સને ૧૯૬૭થી ૧૯૭૫ના ગાળા દરમિયાન નોન ગેઝેટેડ સ્ટાફ યુનિયનમાંના સહમંત્રી તરીકે સેવા આપી છે. (સને ૧૯૭૩માં) ૯. તેમણે ગુજરાત સરકારના સેલટેક્સ ડિપાર્ટમેન્ટ નોન ગેઝેટેડ સ્ટાફ યુનિયન (સૌરાષ્ટ્ર વિભાગ)ના સાંસ્કૃતિક કમિટિ ના મહામંત્રી તરીકે સેવા આપી છે. (સને ૧૯૭૩માં) ૧૦. તેમણે સને ૧૯૭૩-૭૪ના વર્ષમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસના વિદ્યાર્થી યુનિયનના મહામંત્રી (જી.એસ.) તરીકે સેવા આપી છે. તેમજ વિદ્યાર્થી પ્રવૃત્તિ સંભાળેલી.
૧૧. તેમણે ગુજરાત સરકાર તરફથી સંગ્રહાલયખાતાના પ્રતિનિધિ તરીકે ઓલ ઇન્ડિયા મ્યુઝિયમ્સ એસોસિએશન દ્વારા પ્રતિવર્ષ યોજાતી રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ પૈકીની ન્યુ દિલ્હી, બેંગ્લોર, કલકત્તા, હૈદરાબાદ.
વડોદરા, ભોપાલ, પીરાણી, બનારસ, લખનૌ, કલકત્તા વગેરે મ્યુઝિયમની કોન્ફરન્સોમાં ભાગ લીધો. સને ૧૯૮૫માં ભારતના રાષ્ટ્રપતિશ્રી વેંકટરામનની પ્રભાસ પાટણ ની મુલાકાત વખતે મ્યુઝિયમના માર્ગદર્શક રહ્યા.
૧૨. તેમણે જૂનાગઢ ખાતે આવેલ સુપ્રસિદ્ધ શાહી દરબારહોલ સંગ્રહાલયની પુનઃરચના નું કાર્ય સરકારશ્રીએ સોંપેલું તે પૂર્ણ કરીને દરબાર હોલ સંગ્રહાલય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
૧૩. તેમણે જૂનાગઢ ખાતેની યદુનંદન કોલેજમાં સને ૧૯૭૭-૭૮ના વર્ષો દરમિયાન ઇતિહાસના પ્રાધ્યાપક તરીકે માનદ સેવા આપી હતી.
સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ :
૧ સને ૧૯૬૩થી ૧૯૬૯ દરમિયાન રાજકોટ ખાતે “ગોપાલક મંડળ” નામના ટ્રસ્ટમાં રહીને ભરવાડ સમાજ માટે સામાજિક પ્રવૃત્તિઓ કરી.
૨. સને ૧૯૬૯માં ગુજરાત શિક્ષિત ગોપાલક સંમેલન રાજકોટ ખાતે યોજવામાં આવ્યું તેના આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
૩. ૧૯૭૫થી ૧૯૮૬ દરમિયાન જૂનાગઢ ખાતે આવેલ ગોપાલ કે છાત્રાલય અને ગોપાલક કેળવણી મંડળ નામની સંસ્થામાં અનેક શૈક્ષણિક, ધાર્મિક તેમજ સામાજિક પ્રવૃત્તિઓ કરી હતી.
૪. સને ૧૯૭૭-૭૮માં યોજાયેલ જૂનાગઢ ખાતેના ભરવાડ સમાજના મંડપ અને અપૈયા નિવારણ ધાર્મિક મહોત્સવમાં પ્રારંભમાં ખજાનચી તરીકે ને ફરીથી જનરલ વહીવટમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
૫. સને ૧૯૮૩થી ૧૯૯૯ દરમિયાન જામનગર જિલ્લામાં ભરવાડ સમાજ દ્વારા યોજાયેલ અનેક ધાર્મિક મહા પ્રસંગમાં મહત્વની ભૂમિકા ભજવી જેવી કે :
(૧) પૂજય લાખાદાદાની જગ્યામાં ધૂતારપર ખાતે યોજાયેલ મંડપ.
(૨) રણુંજા, દેવડીયા, ભાટીયા, મંછુ બેરાની, દડવી અને છેલ્લે બારંભડી.
દ્વારકા (સપ્તાહ) વગેરે ધાર્મિક આયોજનમાં સક્રિય ભૂમિકા ભજવી. આ મંડપ મેળામાં ભરવાડ સમાજ ના ખાસ સંમેલન યોજી તેમના શૈક્ષણિક અને સામાજિક પ્રશ્નોના નિરાકરણ બાબત સક્રિય પ્રયત્નો કરવામાં આવ્યા.
૬. સને ૧૯૯૩માં સમગ્ર ગુજરાતના ઠુંગા પરિવારને એકત્રિત કરી દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશની ધજા ચડાવવા માટે કાળકા ધજા મહોત્સવ સમસ્ત દ્વારા યોજવામાં આવ્યો જેમાં આયોજનનું કામ તેમણે સંભાળ્યું હતું.
સને ૧૯૮૩માં ભાટીયા ખાતે ગોપાલક સમાજનું મહાસંમેલન યોજાયું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે જે તે વખતના મુખ્યમંત્રી શ્રી માધવસિંહ સોલંકી ખાસ હાજર રહ્યા હતા. તેમની સમય સમાજને મળતા હાલના આદિવાસી તરીકે હક્કો મેળવવામાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા, ગોપાલક બોર્ડની રચના કરવા અને એ સિવાય અનેક પ્રાણી પ્રશ્નોની રજૂઆત કરતા હરાવો કરવામાં આવ્યા હતા. આ સંમેલનના આયોજનમાં શ્રી ધનજીભાઈ મહત્વની ભૂમિકા ભજવી હતી.
શ્રી ધનજીભાઈ ના ધર્મપત્ની શ્રી હેમલત્તાબેન શ્રી ભલાભાઇ મકવાણાના સુપુત્રી છે. શ્રી ભલાભાઇ મકવાણા રાજકોટ ઠાકોર સાહેબ પેલેસમાં અને
ત્યારબાદ દેશી રજવાડાઓનું સને ૧૯૪૭માં વિલીનીકરણ થતાં સૌરાષ્ટ્ર રાજ્યના
ગૃહ મંત્રી અને મુખ્યમંત્રી શ્રી. રસીકભાઈ પરીખના રાજકોટ ખાતેના બંગલામાં સ્ટાફ મેમ્બર તરીકે નોકરી કરતા હતા. શ્રી રસીકભાઈ પરીખના ધર્મપત્ની શ્રી
શારદાબહેન ભલાભાઈ ના બાળકોના શિક્ષણમાં રસ લીધો તેથી હેમલતાબેન અને તેમના બે ભાઈઓને રાજકોટની સારામાં સારી શાળાઓમાં પ્રવેશ મળ્યો.
આઈ.પી.મિશન જેવી રાજકોટની સારામાં સારી હાઈસ્કૂલમાં હેમલતા બહેનને પ્રવેશ મળ્યો હતો, પણ લગ્ન થઈ જવાથી તેમનું ધો. ૯ પછી શિક્ષણ છૂટી ગયું. તેમને શાળાંત પરીક્ષા પાસ કરી .
શ્રી હેમલતાબેન ને ગૃહકાર્ય, ભરત-ગૂંથણ, લોકગીત, સામાજિક સુધારણા પ્રવૃત્તિ વગેરેમાં ઊંડો રસ છે. શ્રી ધનજીભાઈ અને શ્રી હેમલતાબેન તેમના સંતાનોની બાળ સગાઈ કે બાળલગ્ન કર્યા નથી. તેમના મોટા દીકરા રમેશકુમાર એસ.વાય બી.એ. સુધી ભણ્યા છે ને હાલ રાજકોટ મ્યુનિસીપલ કોર્પો.માં નોકરી કરે છે. તેમાં દીકરી મધુબેન એમ. એ. (હોમ સાયન્સ) સુધી ભણ્યા છે ને હાલ મોટી માટલી હાઈ સ્કૂલમાં નોકરી કરે છે. મધુબેન ભણવામાં ખૂબ હોશિયાર હતાં સને ૧૯૯૨માં ધો.૧રની પરીક્ષા ગુહવિજ્ઞાનમાં તે ૭૨ ટકા લાવ્યો હતો, તેમની શાળા ને ગોપાલ કોનું તેને ગૌરવ વધાર્યું હતું. નયનકુમાર અંગ્રેજી વિષય લઈને બી.એ. થયા છે, વિજય કુમારનો એસ.વાય.બી.એ.નો અભ્યાસ ચાલુ છે.
શ્રી ધનજીભાઈની જન્મ તા. ૨૯-૬-૧૯૪૭ છે, તેમના માતાનું નામ સ્વ. કંકુબેન છે, તેમના જન્મ સ્થળ ને વતન જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી માટલી ગામ છે.
Family Tree of Shri Dhanjibhai Jethabhai Thunga

Post a tribute & share memories
Fond Memories & Remembrance
Related Profiles
Post Condolences
Jagdish Bambhava
4 years ago