Born
February 15th, 1918
Passed Away
January 03rd, 1973
Popularly Known as
Galba Kaka
Occupation
Founder Chairman of Banaskantha Dist. Co. Op. milk producers union Ltd,Palanpur and Loksevak of Banaskantha District
Spouse
Late Galbabhai
Religion
Hindu
Caste
Patel
Subcaste
Anjana Chaudhary Patel
Native
Nalasar (Vadgam)
City
Vadgam
State
Gujarat
Country
India
સુખ અને દુ:ખ, સફળતા અને નિષ્ફળતા જીવન અને મુર્ત્યું એતો જીવનનો એક ભાગ છે
પણ મુર્ત્યું પછી પણ જે જીવંત રહ્યા એજ સાચો માનવ અવતાર છે. જે આપે સાર્થક કરેલ છે.
Shradhanjali By
Laxmanbhai Shamlabhai Uplana
Surajben Laxmanbhai Uplana
Hiraben Ganeshbhai Ghoya
Kanjibhai Laxmanbhai Dhuliya
Shantaben Kanjibhai Dhuliya
Dilipkumar Vaghjibhai Patel
Raghjibhai Ganeshbhai Patel
Jayaben Raghjibhai Patel
Bharatbhai Ganeshbhai Patel
Naynaben Bharatkumar Patel
Niteshkumar Laxmanbhai Patel
Hansaben Niteshkumar Patel
MehulKumar Laxmanbhai Patel
Madhuben Mehulkumar Patel
Hiteshkumar Kanjibhai Patel
Dr.Atulkumar Kanjibhai Patel
Dhaval Niteshkumar Patel
Biography of Galbabhai Nanjibhai Patel
નિસ્વાર્થ અને સાદગીને વરેલા પ્રખર ગાંધીવાદી અને બનાસકાંઠા જિલ્લાના લોકસેવક સ્વ. શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલએ જિલ્લામાં કરેલા સતકર્મો સૌ કોઇ માટે પ્રેરણારૂપ છે. એશિયાની સૌથી મોટી બનાસડેરીની સ્થાપના થઈ લઈને બનાસકાંઠા જિલ્લામાં દરેક કોમ-જાતિનો વિશ્વાસ સંપાદન કરી અનેક સમાજવિકાસના લોકઉપયોગી કાર્યોની શરૂઆત કરાવનાર સદ્દગતશ્રીનું સમગ્ર જીવન ચરિત્રના લેખો અત્રે પ્રસ્તુત છે.
[ ૧ ]
બનાસડેરી ના શિલ્પી સ્વ.ગલબાભાઈ પટેલ
વડગામ મહાલ ના નળાસર ગામની ધરતી પર જન્મ લઈ બનાસકાંઠાની ધરતી ને પોતાની બુધ્ધિ પ્રતિભા અને કુનેહ દ્વારા ઉજ્જ્વળ બનાવનાર સ્વ.શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલે એક વિશિષ્ટ વ્યક્તિ તરીકે ની આગવી છાપ થી બનાસકાંઠા ના પનોતા પુત્ર તરીકે આગવુ સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. બનાસકાંઠા જિલ્લા ના ઇતિહાસ માં અમર થઈ જનાર ગલબાભાઈ પટેલ માં એક વિશિષ્ટ વ્યક્તિત્વ છુપાયેલુ હતું. આ વ્યક્તિ ને વેણીચંદ સાહેબે નિહાળ્યું અને તેઓના મુખ માંથી શબ્દો શરી પડ્યા: “મેલા ફાળિયાની નીચે ઝગારા મારતા કપાળ મા ભાવિના કઈંક વિશિષ્ટ લેખ લખાયેલા લાગે છે.” પણ શરૂઆત માં તો નસીબની એ રેખાઓ ગુંચવાઈ ગઈ હતી. ફાળિયાના વળ ની જેમ દુ:ખે ગલબાભાઈની ચોતરફ ભીંસ લીધી હતી.
ગલબાભાઈ ના પિતા નાનજીભાઈ ખેતી કરનારા અને ખાધેપીધે સુખી એવા મધ્યમ વર્ગ ના ખેડૂત હતા.અનેક બાધાઓ અને માનતાઓ પછી પગલીના પાડનાર ગલબાભાઈનો જન્મ થયો અને મોટી ઉમર સુધી જિંદગી ના અંધારા માં અટવાયેલા એ દપંતિને ટેકણ લાકડી પ્રાપ્ત થઈ. પરંતુ પિતાને બાળકનુ સુખ અને બાળકને પિતાની છત્રછાયા નસીબ માં નહી હોય એટલે માત્ર બે વર્ષ ની માસુમ વયે ગલબાભાઈના પિતા અનંતની યાત્રા એ ઉપડી ગયા.
એ વખતે ઘરમા માતાના ડૂસકા સિવાય બધુ જ શૂન્ય હતુ. વૈધવ્ય ના ઘા ને જીરવી ન શકનારા ગલબાભાઈના માતા હેમાબેન પણ માત્ર છ મહિના બાદ પતિના પગલે સ્વર્ગે સિધાવ્યા. ટૂંકા ગાળામા માસુમ વયે માતા-પિતાને ગુમાવનાર ગલબાભાઈ અનાથ થઈ ગયા.
પરંતુ નાનજીભાઈના નાના ભાઈ દલુભાઈ અને દલુભાઈ ના પત્નિ મેનાબેને ગલબાભાઈનુ જીવની જતન કરીને તેમનો દશ વર્ષ સુધી ઉછેર કર્યો. ગલબાભાઈના મોટા કાકા ધનરાજભાઈ નળાસર ગામના પટેલ હોઈ મોટાભાગે પટલાઈમા જ વ્યસ્ત રહેતા,પરંતુ તેમ છતાય માતા-પિતા વગરના ભત્રીજાને તેઓ અંતર થી ચાહતા. બાળપણ માં ગામ ની સીમ માં ઢોર ચારવા જતા ગલબાભાઈનુ મન સીમ માં કે ઢોરોમા ન લાગતુ. તેમને તો ભણવુ હતું, પણ નળાસર માં નિશાળ ક્યા હતી ગામ મા એક માત્ર ભણેલા ગલબાભારથી બાવા ઢોર ચરાવતા ગલબાભાઈની ભણતર પ્રત્યેની તીવ્ર જિજ્ઞાસા વૃતિ ને પામી ગયા અને એક ગલબા એ બીજા ગલબાને ભણાવવાનું શરૂ કર્યુ.પાછળ થી દલુભાઈને આ વાતની ખબર પડતા તેઓએ ગલબાભાઈ ને પ્રથમ મજાદર અને બાદ માં તેમના મોસાળ વાસણા માં મૂક્યા. ગલબાભાઈ એ વાસણાની પાસે આવેલ કાણોદરની શાળા મા સાતમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. બાર વર્ષ ની વયે કાકા-કાકીની છત્ર છાયા ગુમાવ્યા બાદ ગલબાભાઈ ને મોસાળ માં મૂળી માસીને ઘેર જ રહેવાનુ થયુ.તેઓ કાણોદર માં પોતાની આગવી પ્રતિભાથી વિધ્યાર્થીઓ માં છવાઈ ગયા,તેઓએ ગામના હરિજનભાઈઓ ને પણ કોઈ પણ જાતના ભેદભાવ વગર પોતાના મિત્રો બનાવ્યા.ગલબાભાઈએ ગામના વાણોતર બેચરભાઈની દુકાન માં વગર પગારે નોકરી કરી ભણતરની સાથે ગણતર માં ખૂબ આગવી સૂઝ કેળવી.ગલબાભાઈને કોઈ પણ કામ કરવામાં નાનપ ન લાગતી, ઝાડું કાઢવુ, વાસણ માંજવા, ખાટલા પાથરવા જેવા કામોની ગલબાભાઈને કોઈ સુગ ન હતી.
ભણ્યા બાદ ગલબાભાઈ એ મુંબઈની વાટ પકડી. અહી તેઓએ મુસલનમાનભાઈઓએ બનાવેલ ભેંસોના કોઠા ઉપરથી પ્રેરણા મેળવી ભેંસો નો કોઠો બનાવ્યો.કદાચ બનાસડેરીના સાચા શિલ્પી તરીકે ના પગલાની શરૂઆત અહીથી જ થઈ હશે.આજની બનાસડેરી ની એક નાની પ્રતિકૃતિ સને ૧૯૪૦માં ગલબાભાઈએ મુંબઈ મા સર્જી હતી.
ઇ.સ.૧૯૪૨ મા હિન્દ છોડો આંદોલને દેશભરને ધ્રુજાવી મુક્યુ હતું. હજુ દેશી રાજ્યો પોતાની મસ્તીમાં મસ્ત હતા.એ વખતે પાલણપુર સ્ટેટના નવાબે જીરૂ અને રોકડીયા પાકો પર ટેક્સ નાખતા ખેડૂતો ખળભળી ઉઠ્યા.ત્યારે બારડોલી સત્યાગ્રહની આગેવાની લેનાર સરદાર વલ્લભભાઈ પટેલ ની જેમ ગલબાભાઈ પટેલે પણ ખેડૂતોની આગેવાની લઈ ખેડૂતોના વિવિધ વેરાઓના સુધારા માટે એક એડવાઈઝરી બોર્ડ ની સ્થાપના કરી.ગલબાભાઈની છાપ એક પ્રામાણિક વ્યક્તિ તરીકેની હોઈ સીધા સાદા પરંતુ ઉચ્ચ કક્ષાની બૌધિક પ્રતિભા ધરાવતા ગલબાભાઈ સૌ કોઈના પ્રિય બની ગયા. દેશ આઝાદ થતા ગલબાભાઈ તેમના કાર્યો ને લઈ એક સામાજિક નેતા તરીકે ઉભરી આવ્યા અને તેઓએ સને ૧૯૪૮મા ભારતીય રાષ્ટ્રીય કોંગેસ માં પ્રવેશ કર્યો. આ સાથે તેઓએ સહકારી ક્ષેત્ર માં પણ ઝપલાવ્યું. એ વખતે અનેક અવરોધો પાર કરી ખેડૂતોને સમજાવી ગામે ગામ ફરી સહકારી મંડળી સ્થાપવામા તેઓ એ સફળતા મેળવી.તેઓએ ખેડૂતોને મંડળીના શેર લેવડાવ્યા.અને સભ્યો પુરા ન થતા વેપારીઓને પણ સમજાવટથી મંડળીમા સમાવ્યા.તેઓ એ જિલ્લાની સૌ પ્રથમ મંડળીની સ્થાપના સને ૧૯૪૯ મા છાપી માં કરી.
૧૯૫૧ માં પાલનપુર તાલુકાના સેદ્રાસણ ગામ માં પૂ.રવિશંકર મહારાજ અને પૂ.મુનીસંત બાલજી મહારાજની હાજરીમાં તેઓએ એક ભવ્ય ખેડૂત સમેલન નું આયોજન કર્યુ.જેમા જિલ્લા ખેડૂત મંડળની સ્થાપના કરવામા આવી અને તેઓ આ મંડળ ના સ્થાપક પ્રમુખ બન્યા.
ભારે લોકચાહનાને કારણે ગલબાભાઈ ૧૯૫૨મા કોંગેસના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા અને જનસેવા કરવા લાગ્યા.ધારાસભાનુ સત્ર ન ચાલતુ હોય ત્યારે તેઓ ગામડા ખુંદતા અને ગરીબ પ્રજાજનો પાસે જઈ તેમની નાની નાની વાતો અને સમસ્યા સાંભળતા. આજે પણ પછાત તરીકે ગણાતા બનાસકાંઠાની એ વખતે શુ દશા હશે એ કલ્પી શકાય તેમ છે. ખેડૂતોની કફોડી દશા જોયા બાદ તેઓએ કૂવા ઉપર સિંચાઈ માટે એંજિન મૂકવાના વિચાર ને સાકાર કર્યો.જેના માટે તેઓએ એન્જીન મેળવવા નળાસર – ટીમ્બાચૂડી ઈરીગેશન સોસાયટીની સ્થાપના કરી મશીન ઉપલબ્ધ કરાવ્યા. તેઓએ વણકરભાઈઓ માટે વીવર્સ સહકારી મંડળની સ્થાપના કરી અને આ મંડળ ના પ્રમુખ તરીકે હરિજનભાઈને બેસાડી પોતે સભ્ય તરીકે જોડાયા.
ખેડૂતો કુવા જેવા ગામમાં કૂપમંડૂક સમાન જીવે એ વાત દીર્ઘદ્રષ્ટિ ના સ્વામી ગલબાભાઈ ને શી રીતે પાલવે ? એટલે જ તેઓ એ પછાત બનાસકાંઠાના ખેડૂતો ભારત દેશ શુ છે ? એ સમજી શકે એ માટે ખેડૂતોને ભારત દર્શન કરાવવા સ્પેશ્યલ ટ્રેન નુ આયોજન કર્યુ અને ૪૦૦ ખેડૂતોને ભારત ના દર્શન કરાવ્યા.
દ્રીભાષી મુંબઈ રાજ્યના ટૂકડા થતા ગુજરાતની એક અલગ રાજ્ય તરીકે સ્થાપના થઈ એ વખતે ડીસા ખાતે જિલ્લા ખેડૂત મંડળ નુ અધિવેશન યોજાતા તેઓએ ખેડૂતોના હિત માટે આ અધિવેશન મા રચનાત્મક સૂચનો કર્યા હતા. તેમની કાર્ય કરવાની રીત આગવી છતાં નિરાળી હતી.તેમનુ જીવન “High Thinking” ના ઉચ્ચ વિચાર ને વરેલુ હતું. કર્તવ્ય ની આગવી કેડી પર કૂચ કરતા કરતા ભારે લોકચાહનાને લઈ ગલબાભાઈ આગળ જતા “ગલબા કાકા” ના હુલામણા નામે ઓળખાવા લાગ્યા.
ગલબાકાકા એ રાજ્કીય અને સહકારી ક્ષેત્ર સિવાય સમાજ સુધારણા પ્રત્યે પણ વિશેસ યોગદાન આપ્યુ હતુ. એ વખતે સેદ્રાસણ મુકામે યોજાયેલ સમગ્ર આંજણા જાતિ સંમેલન માં કન્યા કેળવણી , મરણ પાછળ ખોટા ખર્ચ ન કરવા , રોવા કુટવાનો રિવાજ બંધ કરવો, બાળ વિવાહ પ્રતિબંધ, અંધશ્રદ્ધા નાબુદી, સાક્ષરતા જેવા અગિયાર સુધારાઓ ગલબાકાકાએ રજુ કરી પોતાના સમાજ ને રૂઢિગત વિચાર થી મુક્ત કરવા પ્રયત્નો કર્યા હતા.તેઓએ દારૂ અને અફીણ જેવા માદક પદાર્થો નો પણ ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો.
ગુજરાતમાં લોકલ બોર્ડ નુ વિસર્જન થતા પ્રથમ પંચાયતી રાજ અમલ મા આવ્યું .એ વખતે તેમણે પક્ષીય રાજકારણ ન લાવવાનો તમામ પક્ષો ને અનુરોધ કર્યો હોવા છતાં કોંગ્રેસે ચૂંટણી લડવાનુ નક્કી કરતા તેઓ કોંગ્રેસ થી દૂર રહીને પણ વડગામ તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. તેમના અનેક પ્રયાસ છતાં કોંગેસે જ્યારે જિલ્લા પંચાયત ના ઉમેદવાર તરીકે તત્કાલીન મહેસૂલ પ્રધાન શાંતિલાલ શાહ ને ટિકીટ આપી ત્યારે ગલબાકાકાએ કોંગ્રેસ નો વિરોધ કર્યો અને એ વિરોધ રૂપે તેઓએ ખેડૂત પ્રતિનિધિ તરીકે શ્રી પોપટલાલ જોષીને જિલ્લા પ્રમુખ તરીકે ની ચૂંટણી માં સહકાર આપી વિજયી બનાવ્યા હતા.તેઓ પોતે પણ ૧૯૬૮મા જિલ્લા પંચાયત ના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા હતા.
આજે આપણે ગલબાકાકાને બનાસ ડેરીના પ્રણેતા માનીએ છીએ ત્યારે ગલબાકાકાએ એ વખતે ડેરીનો પાયો કઈ રીતે નાખ્યો હતો એ જાણવું રસપ્રદ રહેશે.બનાસ ડેરીનું જ્યારે કોઈ અસ્તિત્વ ન હતું ત્યારે ખેડૂતોને દૂધના વધુ ભાવ મળી રહે તે માટે તેઓએ મહેસાણા ડેરીનો સંપર્ક કર્યો હતો અને તેમના કહેવાથી ખેડૂતોએ મહેસાણા ડેરીમા દૂધ મોકલવાનુ શરૂ કર્યુ હતુ. બનાસકાંઠા ના ખેડૂતો છેક મહેસાણા સુધી દૂધ ભરાવવા લાંબા થાય છે ત્યારે કેમ આપણા જિલ્લા માં જ ડેરી ની સ્થાપના ન કરવી ? એવો ક્રાતિકારી વિચાર ગલબાકાકા ના મનમાં સ્ફુર્યો અને તેમના મક્કમ મનોબળ અને અવિરત પ્રયાસ થી ૧૯૬૯ માં બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ ની રચના થઈ,જેના તેઓ સ્થાપક પ્રમુખ બન્યા અને અનેક પ્રયત્નો ના અંતે ૧૯૭૦મા પાલનપુરમાં વિશાળ જગ્યા માં બનાસડેરીની સ્થાપના થઈ.બનાસડેરી આજે કુદકેને ભુસકે પ્રગતિંના પંથે ગતિ કરી રહી છે,ત્યારે આ વિકાસ ના મૂળમાં ,પાયામાં ગલબાકાકા જેવી દીર્ઘદ્રષ્ટિ ધરાવતી વ્યક્તિનું મહાયોગદાન સમાયેલુ છે એ વાત વિસારી શકાય તેમ નથી.
તા.૦૩-૦૧-૧૯૭૩ના રોજ ગામડાના એક મુસ્લિમભાઈના ખબર અંતર પૂછવા પાલનપુરની હોસ્પિટલ માં ગયેલા ગલબાકાકા પોતે હોસ્પિટલમાં જ બિમાર થઈ ગયા અને ઇંજેક્શન ના રિએક્શન ના કારણે તેઓ ત્યાંજ ઢળી પડ્યા.આમ નળાસર ની ધરતી પર જન્મ લઈ સમગ્ર બનાસકાંઠા ની ધરતી ને પાવન કરતા કરતા સૂર્ય જેવુ પ્રતાપી જીવન જીવી જનાર ગલબાકાકાના જીવનનો અસ્ત પણ એક ભાઈ ના ખબર અંતર પૂછવા ટાણે થયો એ ઘટના પૂરવાર કરે છે કે ,જીવન ના અંત સુધી ગલબાકાકાના હર્દયમા બીજા માટે કઈંક કરી છૂટવાની ભાવના સમાયેલી હતી.પોતાની વિદાય થી જિલ્લાની હજારો આંખોને ચોધાર આંસુએ રડવા મજબૂર કરનાર ગલબાકાકા આજે આપણી વચ્ચે સદેહે હયાત નથી પણ તેમના સેવા કાર્યોની ફેલાયેલી સુવાસ જાણે આપણને કહી રહી છે તેઓ હજુ અહી જ છે……અહી જ છે…..અને એ રીતે ગલબાકાકા અજર અમર બની જિલ્લાવાસીઓના દિલોમા કાયમના માટે વસેલા રહેશે એ નિર્વિવાદ હકીકત છે…….
(ઉપરોક્ત લેખ નેશનલ વેલ્ફેર ફાઉંડેશન પાલનપુર ના સૌજન્યથી-પ્રમુખ:-સૈયદ શરીફ ચશ્માવાલા)
[૨]
આપણા આગેવાનોની સાચી હમદર્દી. શ્રી ગલબાભાઈ પટેલની કડક અને સ્પષ્ટ શબ્દોમાં પોતાના પક્ષમાં રજૂઆત..
બનાસકાંઠા જિલ્લાનાં યાદગાર સંભારણા લખવા બેસું છું અને તેમાંય બનાસકાંઠાના કાર્યકરો-આગેવાનોની સાચી હમદર્દી માટે વિચારું છું ત્યારે મને સૌ પ્રથમ આપણા ગલબાભાઈ નાનજીભાઈ પટેલ યાદ આવે છે.
ગુજરાતી બે ચોપડી ભણેલા ગલબાભાઈ પટેલ વડગામ તાલુકાના નળાસર ગામના વતની હતા.ખેડૂતોનાં નાનાં નાનાં ટાંપા કરતાં કરતાં એ જિલ્લાના ખેડૂત અગ્રણી બન્યા અને છેક ધારાસભ્ય સુધી પહોંચ્યા હતા.
એમની બનાસકાંઠા જિલ્લાના લોકો પ્રત્યેની હમદર્દીના પ્રસંગની વાત કરું એ પહેલાં હું એટલું ચોક્કસ કહીશ કે એમના જેવો મરદ કાર્યકર બનાસકાંઠામાં પાક્યો નથી અને કદાચ પાકશે પણ નહિ.
આ વાત છે ૧૯૫૭-૫૮ના સમયની.
૧૯૫૭ની ચૂંટણીમાં ગલબાભાઈ નાનજીભાઈ પટેલ મુંબઈ રાજ્યની ધારાસભામાં પાલનપુર વિભાગમાંથી ચૂંટાયા.
તે સમયે ગુજરાત રાજયની સ્થાપના થયેલી ન હતી.પણ ગુજરાત-મહારાષ્ટ્રનું સંયુક્ત એવું દ્રિભાષી મુંબઈ રાજ્ય હતું.મુંબઈ રાજ્યના સમાજ કલ્યાણ ખાતાના નાયબ પ્રધાન શ્રી બહાદુરભાઈ પટેલ જૂન ૧૯૫૮ના પ્રથમ સપ્તાહમાં બનાસકાંઠાની મુલાકાતે આવેલા.
ત્યારે રાજ કોંગ્રેસનું હતું.કોંગ્રેસ પાર્ટીની કચેરીએ પાલનપુરમાં કોંગ્રેસના કાર્યકરોની મિટીંગ મળી.તેમાં મંત્રી શ્રી બહાદુરભાઈ સમક્ષ બનાસકાંઠાના પ્રશ્નોની ચર્ચા શરૂ થઈ.
ત્યારે સૌ પ્રથમ ધારાસભ્ય ગલબાભાઈએ જિલ્લાના ખેડૂતોના પ્રશ્નોની રજૂઆત અને સરકારી તંત્રની ટીકા કરતા કહેલું કે, “રાજ્યમાં કૂવા ખોદનારાઓને સબસીડી અને તગાવી આપવાની સરકારે જાહેરાત કર્યા મુજબ તગાવી કે સબસીડી ખેડૂતોને આપવામાં આવી નથી,અને સરકાર કહે છે કે પૈસા નથી:જ્યારે ખેડૂતોએ દેવાં કરી ખોદેલા કૂવા નાશ પામે છે.ફર્મા ઢંકાઈ જાય છે,કાચી નાળો ખોદી છે તેય એળે જાય છે.જે ખેતરોમાંથી રસ્તા માટે જમીનો લેવાઈ છે તે જમીનોનું વળતર ઘણાઓને હજુ ચૂકવાયું નથી.”
ખેડૂતોની રાડ-ફરિયાદ મંત્રીશ્રી સમક્ષ રજૂ કર્યા પછી ગલબાભાઈ પટેલે બનાસકાંઠાના બાંધકામ ખાતામાં ચાલતા ભ્રષ્ટાચાર અને ખાયકી અંગે કડક શબ્દોમાં કહ્યું હતું કે, “આપ મુંબઈ-દિલ્હી રોડ (સ્ટેટ હાઈવે)નું લક્ષ્મીપુરાથી જગાણા-કાણોદર-માહી પાસેનું કામ તો જુઓ,પૈસાનું પાણી થાય છે.રસ્તા પૂરા થતાં થતાં તો તૂટી ગયાં છે.આવા અખતરા કરવા માટે શું તમને અમારો જ જિલ્લો મળ્યો !”
કાણોદર ગામનો પ્રશ્ન રજૂ કરતાં તો ગલબાભાઈ વધુ કડક બન્યા.તેમને કહેલું કે “કાણોદરમાં ઠાકરડા અને હરિજનોને વસવા જમીન નથી મળતી એ લોકો પ્રયત્નો કરી કરી ત્રાસી ગયા છે.સમજ નથી પડતી કે આવું બધું ક્યાં લગી ચાલશે ?”
સરકારી અધિકારીઓની કડક શબ્દોમાં આલોચના કરતાં ત્યારે ગલબાભાઈએ કહેલુ કે, “ગઈ વખતે આપ આવેલા ત્યારે આ ઠાકરડાભાઈઓ અને હરિજનો આપની સમક્ષ ફરિયાદ કરનાર હતા પણ સરકારી બળે એવું કામ કર્યુ કે,સાહેબ પાસે તમે બોલ્યા કે આઘા આવ્યા તો ડાચા તોડી નાંખીશું.અમારે હવે શું કહેવું ?”
ગરીબો અને લોકોના પ્રશ્નો રજૂ કરતાં કરતાં ગલબાભાઈ ભરાઈ ગયા,એમનું હૈયું વલોવાઈ ગયું.લોકોના સાચા હમદર્દ તરીકે બોલી ઉઠ્યા: “ તંત્ર સડી ગયું છે,હવે અમે કંટાળ્યા છીએ.આપ કહો તો અમે રાજીનામું આપી એક બાજુ બેસી જઈએ.હવે સંભળાતું નથી.સહન થતું નથી.લોકો અમને ગાળો બોલે છે.લોકો અમને સંભળાવે છે કે ઝખ મારવા ચૂંટાઈને આવ્યા કે મત લેવા આવ્યા હતા.”
ત્યારે ગલબાભાઈની આક્રોશભરી ભાષા અને તેમાંય ઝખ મારવા જેવા તળપદી શબ્દોએ આખા હોલમાં સન્નાટો ફેલાવી દીધેલો.
બધાની નજર મંત્રી શ્રી બહાદુરભાઈ તરફ મંડાણી હતી.ગલબાભાઈના ચહેરા ઉપર ત્યારે ગરીબો અને લોકો માટે સાચી રજૂઆત કર્યાનો આનંદ હતો.ઘડીકવારની સ્તબ્ધતા પછી કાર્યકરોએ નાના મોટા પ્રશ્નો રજુ કર્યા.
પણ અત્યારે સૌના મનમાં ગલબાભાઈની રજૂઆતના મંત્રીશ્રી ઉપર શું પ્રતિભાવ પડ્યા છે તે જાણવાની ઉત્સુક્તા હતી.
ત્યાં મંત્રી શ્રી બહાદુરભાઈ ટૂંકુ ઉદ્દબોધન કરવા ઉભા થયા.હમણા લાલ આંખ કરીને સરકારનો જાહેરમાં ફજેતો કરવાના બહાને ગલબાભાઈને ઠપકો આપશે,શિસ્તભંગની લગામ ઉંચકશે એવી અટકળો કેટલાક કાર્યકરો કરી રહ્યા હતા,ત્યાં સરળ ભાષામાં બહાદુરભાઈ બોલ્યા “લોકોની તકલીફો માટેની તમારી સજાગતાએ મારું ધ્યાન ખેંચ્યું છે.જેટલા પ્રશ્નો ઉકેલી શકાશે તેટલા આપણે સૌ સાથે મળીને ઉકેલીશું.”
બનાસકાંઠાના ભવ્ય ભૂતકાળની આ એવી વાત છે કે,જ્યારે બનાસકાંઠાના એક ધારાસભ્ય સ્પષ્ટ અને કડક શબ્દોમાં લોકોના પ્રશ્નોની મંત્રીશ્રી સમક્ષ રજૂઆત કરતાં અચકાતો નથી.એટલું જ નહિ,ધારાસભ્ય પદ મેળવ્યા પછી લોકોના હિત માટે એ પદને લાત મારવાની પણ તત્પરતા બતાવે છે! એને કોઈ નાત જાત કે કોમમાં રસ નથી કે એ પક્ષ શિસ્તભંગના પગલાં ભરશે તેનાથી ડરતો નથી,કે ફરીવાર ટિકીટ નહિ મળે તેની એ ચિંતા કરતો નથી !
કારણ કે ગલબાભાઈ મરદ હતા.બનાસકાંઠાના સાચા હમદર્દ હતા.અને મિનિસ્ટર થવાની કે નિગમ બીજાના ચેરમેન થવાની એમને લાલસા ન હતી કે કોઈ સગા-સ્નેહીના નામે કબાડાં બીંજા કરીને માલદાર થવાની એમને ખેવના ન હતી !
આ ગલબાભાઈ પુરેપુરા પ્રમાણિક લોકસેવક હતા.એટલું જ નહિ પોતે આંજણા-ચૌધરી પટેલ હતા.છતાં જિંદગીમાં એમણે આંજણાવાદ કે ચૌધરીવાદને ક્યારેય પ્રોત્સાહન આપ્યું નથી.એ તો બનાસકાંઠાની બધી જ જ્ઞ્યાતિ-કોમને સાથે રાખીને ચાલનારા ફરિસ્તા જેવા હતા.
અને એ વખતના મિનિસ્ટરો પણ કેવા સરળ કે આવી આક્રોશભરી ભાષા સાંભળ્યા છતાં સંતોષ થાય તેવા જવાબ આપતા !
આ ગલબાભાઈ પટેલની હમદર્દીની બીજી એક વાત મને યાદ આવે છે.
દુષ્કાળ પીડિતો માટે ગલબાભાઈ પટેલની આક્રોશભરી રજૂઆત.
ઓગસ્ટ ૧૯૬૮માં બનાસકાંઠા જિલ્લામાં ભારે દુષ્કાળની પરિસ્થિતિ ઉભી થઈ.એ વખતે ગલબાભાઈ પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ હતા.દુષ્કાળની મહિતી મળતા તેમણે વાવ તાલુકા તેમજ બીજા વિસ્તારનો પ્રવાસ કરી જાત માહિતી મેળવી.દુષ્કાળ પીડિતોની તકલીફ જોઈને આ વિસ્તારમાં તાત્કાલિક દુષ્કાળ જાહેર કરવા એમણે સરકારમાં જોરદાર રજૂઆત કરી અને અમને પત્રકારોને મળી બધી વિગતો આપી.
શ્રી ગલબાભાઈએ સરકારમાં કરેલી રજૂઆતમાં ‘નિયમ પ્રમાણે દુષ્કાળ જાહેર થશે’ તેવો જવાબ મળતા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ગલબાભાઈ પટેલે આક્રોશ ઠાલવ્યો કે “લોકો ભૂખે મરતા હોય ત્યારે નિયમની વાત કરાય તો એવી સરકાર ભોડામાં જાય, મારે આવી સરકાર સાથે રહેવું નથી.”
અંતે શ્રી ગલબાભાઈના આક્રોશ પછી ગુજરાત સરકારે દુષ્કાળ તરત જ જાહેર કરી રાહત કામ શરૂ કરાવ્યાં.
આજે બનાસકાંઠાનો મુખ્ય ઉદ્યોગ ગણાતી અને બનાસકાંઠા જિલ્લાનાં દોઢ લાખ કુટુંબોને રોજી આપતી બનાસ ડેરી છે તે બે ચોપડી ભણેલા આ ગલબાભાઈએ શરૂ કરેલી.
આવા સાચા હમદર્દ શ્રી ગલબાભાઈને લાખ લાખ સલામ,સાથે શ્રી બહાદુરભાઈ જેવા સરળ અને સમજુ મિનિસ્ટરને.
(ઉપરોક્ત લેખ પ્રસિધ્ધ પત્રકાર આદરણિય શ્રી જીતેન્દ્રભાઈ સી.મહેતા ધ્વારા તેમના પુસ્તક સંભારણાંમાં લખવામા આવ્યો છે.)
[ ૩ ]
ગલબાભાઈ નાનજીભાઈ પટેલના સમકાલીન મહાનુભાવોના ગલબાભઈ વિશેના મંતવ્યો.
અદ્વિતિય લોકનેતા સ્વ. શ્રી ગલબાભાઈ ના. પટેલ – પીતાબંરભાઈ પઢિયાર
સ્વર્ગસ્થ મુરબ્બી શ્રી ગલબાભાઈ પટેલને હું ઘણા સમયથી ઓળખતો હતો. સ્વરાજ્યપ્રાપ્તિ પછી જ્યારે કાર્યકર્તાઓની સભા કે સંમેલનો યોજાય ત્યારે આડંબર વગરની સીધી, સાદી વાણીમાં ગામડાની જનતાની મુશ્કેલીઓ અને પ્રશ્નો તેઓ મક્કમતાપૂર્વક રજુ કરતા ત્યારે વ્યાસપીઠ ઉપર બેઠેલા વ્યક્તિવિશેષ અને જિલ્લાના આગેવાનો આ ખેડૂત નેતાની વાણી ધ્યાનથી સાંભળતા હતા તે હજુ પણ મારા સ્મરણમાં છે.
૧૯૫૨માં દેશમાં પ્રથમ ચૂંટણીઓ યોજવામાં આવી ત્યારે પાલનપુર-વડગામ-દાંતા-આબુરોડ મતદારમંડળની બે બેઠકો પૈકીની સામાન્ય બેઠક માટે સ્વર્ગસ્થશ્રીની થયેલી પસંદગીને સર્વત્ર આવકાર મળ્યો અને ગ્રામ જનતાના અપાર પ્રેમ અને ટેકાના કારણે તેઓ ન જેવા ખર્ચે વિધાનસભામાં ચૂંટાયા. ૧૯૫૭માં પણ તેમને જ ટિકિટ મળી અને બન્ને વખતે વિધાનસભ્ય તરીકે ચૂંટાઈને જિલ્લાની જનતાની સાચા પ્રતિનિધિ તરીકે તેમણે લોકોનો અવાજ રજૂ કર્યો હતો.
સ્વર્ગસ્થ શ્રી ગલબાભાઈ જિલ્લા ખેડૂત મંડળના જીવનભર પ્રમુખ રહ્યા છે. તેઓ સપ્તાહમાં ચાર પાંચ વખત ખેડૂત મંડળની કચેરીમાં હાજરી આપતા. સદ્દભાગ્યે મારું ધંધાનું સ્થળ પણ ખેડૂત મંડળની કચેરીની સામે જ હોવાથી તેમની સાથેનો પરિચય ગાઢ બન્યો અને તે પછી દોઢેક માસ સુધી ખેડૂત મંડળ સંચાલિત ભારત દર્શન-યાત્રા ગાડીમાં તેઓશ્રી સાથે જવાનો સુયોગ પ્રાપ્ત થયો ત્યારે યાત્રિકોની તેઓશ્રીએ બજાવેલી ઉમદા સેવાઓથી મારા હર્દયમાં તેમના માટે ભારે માનની લાગણી ઊભી થવા પામી હતી.
સને ૧૯૬૮માં તેઓશ્રી બનાસકાંઠા જિલ્લા પંચાયાતના પ્રમુખપદે ચૂંટાયા પછી તરત જ મારા નિવાસ-સ્થાનમાં રહેવા આવ્યા. પછી તો મારો પરિચય વધુ ગાઢ બન્યો હતો. તે સમયના કેટલાંક સંસ્મરણો હજુ પણ મારા માનસપટ પર અંકિત થયેલા છે. તે પ્રમાણે તેઓ શ્રી પાસે કોઈ પણ મનુષ્ય કોઈ પણ સમયે આવી શક્તો અને વિના સંકોચે પોતાની મુશ્કેલીઓ રજુ કરી શક્તો. શોષિતો અને ગરીબો પરત્વે તેમને ખૂબ જ હમદર્દી હતી. તેમને તેઓ હસતાં મોંએ આવકાર આપતા અને તેમની હકીકત સાંભળી આશ્વાસન આપતા હતા. કેટલીક વખત હું તેમને કહેતો કે ‘મુરબ્બી, રાત્રે પણ લોકો આપને જંપવા દેતા નથી’ ત્યારે તેઓ કહેતા કે; ‘સૂઈગામ, વાવ અને વારાહી જેવા જિલ્લાના દૂર દૂરના સ્થળેથી ઘણી જ હાડમારીઓ વેઠીને બહુ જ લાંબી આશાઓ સાથે જે માણસ મને મળવા આવે તેમની હકીકત હું ધીરજપૂર્વક ન સાંભળું અને તમનું કામ ન કરું તો આ લીધેલો હોદ્દો મારા માટે શાપરૂપ છે.’
સદ્દગત જિલ્લા પંચાયતના પ્રમુખ થયા ત્યારે કેટલાક શિક્ષિત ભાઈઓ કહેતા કે, આ બે ચોપડી ભણેલો માણસ જિલ્લાનો વહીવટ શી રીતે કરી શકવાનો છે ? પરંતુ સ્વર્ગસ્થે લગભગ પાંચ વર્ષ સુધી અને જીવનના છેલ્લા શ્વાસ સુધી દુષ્કાળ જેવી વિષમ પરિસ્થિતિનો દ્રઢતાપૂર્વક પ્રતિકાર કરીને પોતાની આગવી સૂઝ અને હૈયા ઉકેલથી આ જિલ્લાને વિકાસલક્ષી બનાવવા માટે જે અથાક પ્રયાસો કર્યા હતા તે બનાસકાંઠા જિલ્લાના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાશે તે નિશ્ચિત છે.
સ્વર્ગસ્થશ્રીએ સેવાકાર્યોથી જે લોકચાહના મેળવી હતી તે અદ્વિતિય હતી. આજ પૂર્વે બનાસકાંઠાના જ નહિ, પણ ઉત્તર ગુજરાતના વિસ્તારમાં કોઈ રાજવી કે મોટા નેતાને માન મળ્યુ નથી તેટલુ ભવ્ય વિદાયમાન તેમને મરણોત્તર મળ્યું છે. સ્વર્ગસ્થશ્રીનો સ્મશામયાત્રામાં જે વિરાટ માનવ મહેરામણ ઉમટ્યો હતો તે કલ્પનાતીત હતો. સદ્દગતની સેવાની જ્યોત તેમના અનુયાયીઓ અને સાથીઓ પ્રકાશિત રાખે અને જિલ્લાને અગ્રેસર બનાવવાનું સદ્દગતનું અધૂરું સ્વપ્ન સાકાર બનાવે એ જ અભ્યર્થના સાથે વિરમું છું.
સત્પુરુષને વંદન : નટવરલાલ યાજ્ઞિક
ગલબાભાઈ ! કેવું ગામડિયું નામ દેખાવ પણ એવો જ. ઇસ્ત્રી વિનાનો ટિનોપલ રહિત ધવલતાવાળો ઝભ્ભો, ધોતિયું અને ઇસ્ત્રી હોય તો યે એના સળ ભાંગી જાય એ રીતે પહેરેલી ખાદીની ટોપી. ચહેરે મહોરે પણ સુધરેલા શહેરી ન લાગે. સ્વભાવ સહજ સરળતાથી હળે મળે. આ માણસ બનાસકાંઠાનો નેતા ! એમને વિશે આવી કંઈક મિશ્ર છાપ શરૂઆતમાં મને હતી. બનાસકાંઠાની એક વખતની એકમાત્ર કોલેજના આચાર્ય તેરીકે મારે પ્રસંગોપાત શ્રી ગલબાભાઈને મળવાનું થતું. ‘કેમ ચાલે છે કોલેજ ?’ એ પૂછતા. વાત આગળ વધતી નહીં. કોલેજ આર્થિક ટંચાઈ અનુભવતી હતી. કોલેજ-કેળવણીના વિકાસની ઘણી તકો આ કારણે જતી કરવી પડતી. શક્યતાઓ હતી, પણ એ તરફ જોવાનો ઓછાઓને સમય હતો. ગલબાભાઈ એ વખતે જિલ્લા પંચાયતના પ્રમુખ હતા. મને એમ થતું કે આમને સરખી રીતે કોલેજની વાત કરવી જોઈએ.
એ દિવસોમાં બનાસડેરીના કુશળ મેનેજર શ્રી દેસાઈ મારી બાજુમાં જ રહેતા. ગલબાભાઈ પાસે એમને લગભગ દરરોજ જવાનું હોય. એમની સાથે હું એક વખત ગલબાભાઈના નિવાસે પહોંચી ગયો. મને જોઈને સ્વાભાવિક ઉમળકાથી પૂછ્યું, ‘કહો યાજ્ઞિક સાહેબ, કેમ આવવું થયું ?’ મેં કોલેજની વાત કાઢી. એ થોડા ઉદાસીન લાગ્યા. ત્યારે મેં અકળાઈને કહ્યું, ‘જો તમારે આમ જ રહેવું હોય તો તમે કોલેજની વ્યવસ્થાપક સમિતિમાં શા માટે રહ્યા જ છો ? તમારા થકી કોલેજને લાભ શો ? કોઈ દિવસ કોલેજ વિશે વધારે જાણવા પ્રયત્ન કર્યો છે ?” એ ચતુર પુરુષ વાતનું હાર્દ તરત પામી ગયા. કહે, ‘ભાઈ, કોલેજનું ધ્યાન રાખનાર છે, પછી અમારું શું કામ ?” મેં કહ્યું, ‘તમારું ઘણું કામ છે.’ પછી માંડીને બધી પરિસ્થિતિ કહી. અને એમણે શ્રદ્રેય આશ્વાસન આપતાં કહ્યું : ‘ એ આજથી કોલેજનું કામ ઉપાડ્યું. તમે તમારે નચિંત રહો. બીજે જ દિવસે કાર્યકર્તાઓને મળી એમની પાસેથી પરિસ્થિતિનો કયાસ કાઢી લીધો. કોલેજ માટે ફંડ કેમ થતું નથી ? ક્યાં અટક્યું છે ? બધું જાણી લીધું. એક અઠવાડિયામાં તો એમના પ્રયત્નોથી એક સભા થઈ. સૌ એ ખુલ્લે દિલે ગલબાભાઈની દોરવણી સ્વીકારી. ફંડ માટે મુંબઈ જવાનું નક્કી થયું. આ કામમાં જે કંઈ નડતું હોય તે એમણે પોતાની રીતે દૂર કર્યું. એખલાસભર્યા વાતાવરણમાં મળવાનું થયું. લાગ્યું કોલેજના ભાગ્ય ઊઘડ્યા ! પણ કોલેજનું દુર્ભાગ્ય આગળ આવ્યું જ ! સાતમી તારીખે મીટિંગ રાખી હતી, જેમાં સઘળી કાર્યવાહી નક્કી થવાની હતી. તે પહેલા ત્રીજી તારીખે એમનું આકસ્મિક નિધન થયું. એ હોત તો ? કોલેજ કોઈ જુદી જ સંપન્ન સ્થિતિમાં હોત ! મકાન હોત, હોસ્ટેલ હોત, નવા અભ્યાસક્રમો હોત અને એક મઝાનું વિદ્યાસંકુલ ફાલ્યું ફૂલ્યું હોત ! એમના સ્મારક ટ્રસ્ટનો ઉપયોગ કોલેજ માટે કરવાનું વિચારાઈ રહ્યું છે. એક રીતે ઘણું જ યથાર્થ અને સાંપ્રત છે.
શ્રી ગલબાભાઈની કર્તવ્યનિષ્ઠા, સ્વચ્છ હર્દય, સરળ નિર્વાજ્ય સ્વભાવ બનાસકાંઠામાં જોવા બાકી છે. એમના જવાથી જિલ્લાના રાજકારણ અને એવા ક્ષેત્રે જે ખોટ પડી છે એનો ખ્યાલ બહુ ઓછાઓને છે. બનાસકાંઠા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજને જે ખોટ પડી છે એ તો ન પુરાય એવી છે.
એ સત્પુરુષને અનેક વંદન.
બનાસકાંઠાને મારે દોડતો કરવો છે :- ગિરીશ એ. શાહ
ભારત-પાક સંઘર્ષના એ દિવસો હતા. બનાસકાંઠાના સુઈગામ આગળની આંતરરાષ્ટ્રીય સરહદ તે વખતે સળવળી ચૂકી હતી. નગરપારકરનાં સેંકડોની સંખ્યાંના શરણાર્થીઓ સુઈગામના અતિથિ બન્યાં હતા. રાજ્ય સરકારે એ શરણાર્થીઓ માટે ખાસ કેમ્પ શરૂ કર્યો હતો.
આવી સ્ફોટક પરિસ્થિતિમાં પણ-આમ સામાન્ય રીતે સાવ શાંત રહેતું બનાસકાંઠા એકદમ સફાળુ બેઠું થયું હતું. દેશના અન્ય બાંધવોની સાથોસાથ બનાસકાંઠાને પણ આ રાષ્ટ્રીય આપત્તિ ટાણે કંઈક કરવાના કોડ હતાં.
ડિસેમ્બરની તે ખુશનુમા સાંજ હતી. બનાસકાંઠાની ધરતી તે મારો પ્રથમ દિવસ હતો. આ ધરતી એટલે ‘ફુલ, અત્તર અને તસવીરકલાનું સંગમસ્થાન. કેટલાક તેની સાથે ‘ધૂળ’ ને પણ સંલગ્ન કરતા હતાં.
સ્ટેશન વિસ્તારમાં હું ઊતર્યો હતો તે સરકારી ‘રેસ્ટ હાઉસ’ માં ભોજન પછીથી આરામથી લેટ્યો હતો. એક જીપે તેમાં પ્રવેશ કર્યો. તેમાંથી એક આકર્ષક યુવાને બહાર આવી મારી તરફ ડગ માંડ્યાં.
“આપ શાહ સાહેબ?”
“ હા. જી. ”
આગંતુક તે વખતના પાલનપુરના ઋણ અધિકારી શ્રી પ્રફુલભાઈ ઠકકર હતા. તેમણે તે વખતના બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર શ્રી રમેશભાઈ છાયાનો સંદેશ આપ્યો. હું અને શ્રી ઠક્કર તેમની જીપમાં પાલનપુરના હર્દયસમ ‘દીલ્હી-ગેટ’ વિસ્તારમાં ગયા. એક મંચ પર પાલનપુર શહેર તેમજ જિલ્લાના કાર્યકરો એકત્ર થયા હતા. સામે સારુય પાલનપુર ‘કંઈક કરવાના ‘ મૂડમાં યોગ્ય દોરવણી ઝીલવા એકત્ર થયું હતું.
મંચની પાછળના ભાગમાં થઈને એક બીડીની દુકાનમાં મેં મારું સ્થાન લીધું. મને પાછળથી જાણ થઈ કે એ દુકાન મારા વ્યાપારી-પત્રકાર-મિત્ર શ્રી પીતાંબર પઢિયારની હતી.
જાહેર સભાનો આરંભ થયો. જિલ્લા કલેક્ટર શ્રી સહિત અનેક કાર્યકરોએ સમયના આ પડકારને ઝીલી લઈ નાગરિક સરંક્ષણ પ્રવૃત્તિઓ સહિત ‘સરક્ષણ ફાળો’ એકત્ર કરવાનો નિરધાર કર્યો. સમયની તાકિદ સૌને સ્પર્શી ચૂકી હતી. એક પછી એક કાર્યકરો તેમની વાત કહેતા, તે વખતે મારી પડખે બેઠેલા મારા અન્ય પત્રકાર મિત્ર શ્રી હરગોવિંદ વૈદને હું તેમની ઓળખાણ પૂછી લેતો. આ રીતે જિલ્લાના કાર્યકરો મારફત હું મારા હવે પછી બનનારા – અને હવે તો મારા બની ચૂકેલા બનાસકાંઠાની જાણકારી પ્રાપ્ત કરી રહ્યો હતો.
“— અને આ અમારો ગલબો કાકો “
શ્રી વૈદે મંચ પર સીધા સાદા, ઈસ્ત્રી વગરનાં પણ ધોયેલાં, ગળી કે ટીનોપાલ વગરનાં ધોતી-ઝભ્ભામાં સજ્જ એક કાર્યકર તરફ મારું ધ્યાન દોરતાં કહ્યું”. તેમની ભાષા જરા તોછડી પણ કપટરહિત, હર્દયસ્પર્શી અને તેમાં શબ્દોનો કોઈ આડંબર ન હતો. તેમના મંતવ્યમાં બનાસકાંઠાની ગ્રામપ્રજા વધુ અનાજ પકવીને ‘સરહદના સંત્રીને સહાયરૂપ થવાની વાત હતી.
ગલબાભાઈ પટેલનો મારો એ પહેલો પરિચય. એ પછીથી તો તેમને અનેક પ્રસંગોએ મળવાનું મારે થતું. તેમના દ્વારા બનાસકાંઠાના એક માત્ર ઉદ્યોગ અને સહકારી સાહસ ‘બનાસ-ડેરી’ની સાહસગાથાથી હું પરિચિત થયો. તેમના સપનાની ઝાંખી તેમણે પોતે અને ડેરીના જનરલ મેનેજર શ્રી. એચ.બી.દેસાઈએ તે વખતે મને કરાવી હતી. આજે તો તે જ્ઞાનસાકાર બની ચૂક્યું છે. બનાસકાંઠાના ખેડૂતો, પશુપાલકો અને તેનાં ગ્રામ-અર્થકારણની ‘બનાસડેરી’ આજે તો સબળ કડી બની ચૂકી છે.
ગલબાભાઈ સાથે અનેક સમારંભોમાં જવાનું થતું, અત્યંત નિરાભિમાની, સરળ, અને સાદા એવા આ ગલબાભાઈ પત્રકારોના સન્મિત્ર હતા. તમનું ભોજન પણ એટલું જ સાદું. દૂધપાક-પુરાના જમણમાંય તેમની થાળીમાં તો બાજરાનો રોટલો જ હોય ! જવલ્લે જ આસ્વાદવાળા મળતા રોટલાનો લાભ તેમની સાથોસાથ અમને પણ મળતો.
તેમની સાથે વાતચીત દરમિયાન તેઓ હરહમેંશાં બનાસકાંઠા જિલ્લાના ઉત્કર્ષની ઊલટભેર ચર્ચા કરતા.
બીજા જિલ્લાની માફક બનાસકાંઠા દોટ મૂકે તેવું મારે કરવું છે….અને શાહ સાહેબ…એવું કાંક કરો કે અમારા જિલ્લાનું છાપામાં કંઈકને કંઈક રોજ આવતું રે….”
– એ સાદા-સીધા ખેડૂતના મનમાં મારી એક વાત બરાબર બેઠી હતી :
“ કાકા, જે કંઈ પ્રવૃત્તિ થાય છે તે બહારની દુનિયાએ જાણવી જરૂરી છે. આપણે તો દુષ્કાળ, ગરીબી માંથી બનાસકાંઠાને મુક્ત કરી તેને નવા ઉદ્યોગો દ્રારા દોડતો કરવો છે..”
પછી પત્રકાર-મિત્રો તરફ ફરી તે કહેતા પણ ખરા, “તમે ધારો તો અમારું સ્વપ્ન સિધ્ધ કરી શકો તેમ છો.”
ઘણી વખત ગલબાભાઈ મારી તરફ જોઈ કહેતા, “સાહેબ, આ જિલ્લો પછાત… એટલે સજા પામતા અધિકારીઓને અહીં મોકલવામાં આવે છે…પણ આવતી વખતે ‘રડતા એ અધિકારીઓ જતી વખતે “હસતા’ જાય છે…એટલી ઘનિષ્ટતા અને પ્રીત્યું તેઓ અમારી સાથે લગાડતા જાય છે.”
– અને સાચે-સાચ એમ જ છે.
તે દિવસે ગલબાભાઈના અવસાન વખતની સ્મશાન યાત્રા છેક પાલનપુરથી તેમના વતન નળાસર સુધીની- એ યાદગાર પ્રસંગ હતો. તે વખતે ત્યાં શહેર અને ગામડાનો ભેદ સાવ ભૂંસાઈ ગયો હતો અને મોટો માનવ મહેરામણ સદ્દગતને શ્રધાંજલી અર્પવા ઊમટ્યો હતો.
ડિસેમ્બરની તે સાંજે આરંભાયેલો મારો ગલબાકાકાનો પરિચય સ્મશાનયાત્રાને અંતે તેમના પાર્થિવ દેહને અગ્નિ-સંસ્કાર અપાયો તે સાથે પૂરો થયો હતો. ૧૯૭૪માં મેં પાલનપુર સ્થળાતંર પછીથી છોડ્યું ત્યારબાદ જ્યારે જ્યારે ‘બનાસડેરીની મુલાકાત લઉં છું કે વર્તમાનપત્રોમાં જ્યારે ‘બનાસડેરી’ની પ્રવૃત્તિ-વિસ્તરણની વિગતો વાંચું છું ત્યારે ‘ગલબોકાકો’ મને સહેજે યાદ આવે છે !
સ્વ.ગલબાભાઈ નાનજીભાઈ પટેલ વિશે વધુ વાંચવા નીચેની લિંક્સ ઉપર ક્લિક કરો.
<a style="line-height: 28px; text-align: right; font-size:
Family Tree of Galbabhai Nanjibhai Patel
Hemaben Nanjibhai Patel
Nanjibhai
Late Rajiben Galbabhai
Late Vaghjibhai patel
Hiraben Galbabhai patel
Surajben Galbabhai patel
Shantaben Galbabhai patel
Raghjibhai Ganeshbahi Patel
Bharatkumar Ganeshbhai Patel
Madhuben Ganeshabhai Patel
Mehulkumar Laxmanbhai
Anitaben Laxmanbhai
Sonalben Kanjibhai
Dilipkumar Vaghjibhai
Ritaben Vaghjibhai
Pinaben Vaghjibhai
Rekhaben Vaghjibhai
Jayaben (Wife of Raghjibhai G Patel)
Hansaben (Wife of Niteshkumar L.Patel)
Nayanaben (wife of Bharatkumar G Patel)
Bhartiben (Wife of Hiteshkumar K.Patel)
Madhuben (Wife of Mehulkumar L. Patel)
Ganeshbhai Valjibhai Ghoya
Laxmanbhai Shamlabhai Uplana
Kanjibhai Laxmanbhai Dhuliya
Menaben Vaghjibhai Gol
Post a tribute & share memories
Fond Memories & Remembrance
Related Profiles
Post Condolences
Atul Chaudhary
9 months ago
Chetan Gauswami
11 months ago
Dr Atul Chaudhary
11 months ago
ભરત પટેલ
1 year ago
Atul Chaudhary
1 year ago